________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
ગયા દસ વર્ષમાં ગંડળ સંસ્થાનના દરબારી તથા સાર્વજનિક બગીચા સંબંધીનું કામ મારા હવાલામાં હેવાથી બગીચાના કામની માહિતી મેળવવાને મને સારે તક મળ્યો હતો.
હાથમાં આવ્યું લોકોમાં બગીચાનો શોખ ઘણે વધતો જાય છે, પણ એ વિષય પર ગુજરાતી ભાષામાં કોઈ જાતનું પુસ્તક ન હોવાથી આપણું ગુજરાતી ભાઈઓને એ ખાતે માહિતી મેળવવામાં એક અડચણ હતી, તે દુર કરવાના હેતુથી આ નાહાનું પુસ્તક મારા અનુભવીક માહિતીથી તથા બીજા કેટલાક ગ્રંથોની મદતથી બનાવ્યું છે.
ભરોસો છે કે આ વિષયની જે ખામી આજ પર્યત જોવામાં આવી છે તે આ પુસ્તક કેટલે એક દરજજે દૂર કરશે.
પરદેશથી ઝાડે મંગાવવામાં અને ત્યાં તે મોકલવામાં તેમના અંગ્રેજી નામ જાણવાની જરૂર છે, માટે આ પુસ્તકમાં ઝાડોના ઈગ્રેજી નામ પણ આપવામાં આવ્યા છે. તેમજ વનસ્પતિ શાસ્ત્રની માહેતી મેળવવા ઈચ્છનારના ઉપયોગ માટે દરેક ઝાડના કુટુંબના નામ આપવામાં આવ્યાં છે. પુના, જાઈગેટ નંબર ૪પ 2 માહે અકબર સને ૧૮૮૮. છે અને
ગણેશ ગોવિંદ ગોખલે,
For Private and Personal Use Only