________________
કોઈ સમીક્ષાત્મક ગ્રન્થ ઉપલબ્ધ નથી. યદ્યપિ પ્રાપ્ત સાધનોને આધારે જર્મન વિજ્ઞ જેલી, શ્રી હેમરાજ શર્મા, શ્રી દુર્ગાશંકરભાઈ કેવળરામ શાસ્ત્રી અને શ્રી અત્રિદેવ ગુપ્ત એ તત્સંબંધી વ્યવસ્થિત કાલક્રમ આપવાનો પ્રશસ્ય પ્રયાસો કર્યા છે. કિન્તુ એમાં વિભિન્ન પ્રાન્તીય વિદ્વાનો દ્વારા પ્રોત્સાહિત–સ્ત્રજિત સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યું નથી, આયુર્વેદનાં મૂળભૂત સિદ્ધાંતોની યુગાનુસાર વ્યાખ્યા પ્રત્યેક પ્રાન્તના વિશેષજ્ઞોએ પ્રચલિત પરમ્પરા પર પોતાના અનુભવની મુદ્રા લગાવી છે. આ લેક કલ્યાણકારી શાસ્ત્રમાં કયાં કયાં અંગે કયા કયા પ્રાતોમાં વિકાસ પામ્યાં ? કઈ જાતનાં વિશિષ્ટ રાની પરિચર્યામાં કેવા પ્રયોગ કર્યા ? કયાં ગતિમાન થયાં ? અને ત્યાંની પ્રજાએ એના ઉત્કર્ષમાં કેટલે ફાળે ધાબે ? સંત પરમ્પરાએ આ પુનીત ધારામાં પોતાને કેટલો અને કયા અંગ માટે ઉલ્લેખનીય શ્રમ સેવ્યો ? આદિ અનેક બાબતોનો સમાવેશ આવા ઈતિહાસમાં થાય ત્યારે જ અષ્ટાંગ આયુર્વેદનો સુસંકલિત ઈતિહાસ તૈયાર થઈ શકે. હું એ વાત સ્વીકારું છું કે પ્રાન્તીય વિદાન દ્વારા પ્રણીત એતત્સંબંધી સાહિત્ય સ્વલ્પ જ પ્રકાશમાં આવ્યું છે. અને જે પ્રકાશિત છે તેને પણ સમુચિત ઉપયોગ થઈ શક્યો નથી. એ બિના ખેદજનક છે. કેવલ શાસ્ત્રીય પરમ્પરાને વળગી રહી ક્ષેત્રીય પ્રયત્નોને ઉપેક્ષિત રાખવામાં કશું યે ઔચિત્ય નથી.
એ તે આપણે માનવું જ રહ્યું કે જ્યાં જ્યાં માનવો વસે છે. ત્યાં ત્યાં આયુર્વેદનો પ્રસાર સ્વભાવત; હોય જ, અને દરેક પ્રાન્તના વિદ્વાને દરેક રોગ પર સ્વતંત્ર સ્વાનુભવ પણ ધરાવતા હોય જ. કે જેનો ઉલ્લેખ કે સંકેત સુદ્ધાં વૃદ્ધત્રયીમાં ન હોય, જો કે અત્રે હું આયુર્વેદના વિસ્તૃત ઇતિહાસની સર્વાગપૂર્ણ સમીક્ષા કરવા નથી માંગતો, પરંતુ એટલું કહ્યા વિના નથી રહેવાતું કે આપણે સંકેતિત સાહિત્ય અને તેમના વિકસિત ક્ષેત્રીયાંને પર વેળાસર ધ્યાન નહીં આપીશું તે અવશિષ્ટ નિધિ પણ સદા-સર્વદાને માટે ગુમાવી બેસશું. - વેદ-પૂર્વ કાળમાં આયુર્વેદનું અસ્તિત્વ પ્રમાણિત છે, વેદોમાં અનેક એવી ઋચાઓ છે કે જેમાં તદિષયક વિવિધ અંગોનો સમાવેશ છે, દીર્ધાયુ સંબંધી મૂલ્યવાન સંદર્ભેની તેમાં સમીક્ષા કરવામાં આવી છે. પ્રાણતત્વની પ્રાપ્તિ એ જ વૈદિક આયુર્વેદનું અન્તિમ લક્ષ્ય હતું. પ્રકૃતિના મૌલિક સ્વરુપને આત્મસાત કરી સ્વાથ્ય સંવદ્ધક નિયમનું પરિપાલન જ ચિકિત્સાને ઉદ્દેશ હતો, વસ્તુતઃ દીર્ધાયુનું અપર નામ જ અમૃત છે—અમૃત્ત હૈ rrr
કોઈ પણ વૈદિક સંહિતામાં ૫૮ ધાતુની અપ્રાપ્તિ જ દર્શાવે છે કે તે કાળમાં શ્રવણ અને મનનનું મહત્ત્વ હતું, છાંદોગ્યોપનિષદ્ અને ગીતામાં બન્નેનું મહત્ત્વ પ્રતિપાદિત છે, તાપર્યો કે અધ્યયન અને અધ્યાપન જેવી પ્રક્રિયાઓ પ્રવચનો દ્વારા જ સમ્પન્ન થતી, આયુર્વેદના મૌલિક સાહિત્યથી પણ કથિત સત્ય સાકાર થાય છે. ઉદાહરણાર્થે સુશ્રુત સંહિતામાં પૃચ્છક સુશ્રત છે અને ઉત્તરદાતા છે દિદાસ, આવી જ પદ્ધતિ શ્રમણ પરમ્પરામાં પણ સર્વત્ર સ્વીકૃત છે. જૈનાગમ સાહિત્ય પણ એમાં અપવાદ નથી. ત્યાં ભગવન ગૌતમસ્વામી પ્રક્ષકાર છે અને ઉત્તર આપે છે માનવ–સંસ્કૃતિના અગ્રદૂત મહાશ્રમણ ભગવાન મહાવીર, વૈદિક પરમ્પરામાં ગણુતા અગમિક અને તાન્ત્રિક સાહિત્યમાં પણ આજ તત્ત્વ પલ્લવિત થયું છે, ઉમા-મહેશ્વર સંવાદો પતીકાત્મક તથ્ય સમુપસ્થિત કરે છે. ' બૌદ્ધિક ક્ષણ્ય, પ્રસાર અને યુગની આવશ્યક્તાનુસાર અન્ય શાસ્ત્રોત આયુર્વેદ પણ લિપિબદ્ધ કરાયું, અનન્તર ચરક તથા રસશાસ્ત્રાચાર્ય સિદ્ધ નાગાર્જુન જેવા વિશિષ્ટ વિઝાએ પ્રતિસંસ્કાર કર્યો,