Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 117
________________ આયુર્વેદના અનુભૂત પ્રયોગો વાળ ઉગાડવાના પ્રયોગ, આયુર્વેદ શાસ્ત્રોનાં ગંભીર ચિન્તક મહામનીષિઓએ શરીરનાં કૅઈ પણ ભાગને ચિકિત્સાની દૃષ્ટિએ ઉપેક્ષિત રહેવા દીધે, નથી એક તરફ જ્યાં વાળ નાશ માટે સંશોધન કરી પ્રયોગ સંકલિત કર્યા છે. ત્યાં બીજી બાજુ, વાળ ઉગાડવા માટે પણ અવેષણ કર્યું છે, વાળ કેઈ ઠેકાણે. કષ્ટકારક છે તે કઈ ઠેકાણે આવશ્યક પણ છે. માથામાં જે વળ ન હોય તો કેવું ખરાબ લાગે. અને આજે તે વાળવૃદ્ધિનાં નામે કેટલા તૈલે વખણાય છે. એ જુદી વસ્તુ છે કે જનતા એ તૈલેથી કેટલે અંશે લાભાવિત થાય છે. અમુક બીમારી કે અમુક જીવજન્તુ માથા પર ફરી જવાથી વાળ ખરી જાય છે અને કોઈકેઈને તો આવતાં જ નથી. એટલે એ ચિકિત્સાનો વિષય તે ખરે જ. પ્રસ્તુત સંગ્રહેકારે પણ નવા વાળ ઉગાડવાનો એક પ્રયોગ નોંધ્યો છે. જો કે શરીરના કયા ભાગના વાળ વધારે હોય તે કયા તત્વની એ નિશાની છે. અને કઈ શિરાઓ સાથે એને સંબંધ છે એ આજે ખૂબ જ વિચારાઈ રહ્યું છે. પણ મારે આ ચર્ચામાં અને નથી ઉતરવું. પણ એટલું કહ્યા વિના નથી રહેવાતું કે આજે વાળ વધારી ઉગાડી કેમ સફળતા મેળવવી એ માટે વિશ્વ ઝંખે છે. વાળ ઉગાડવાનો, ગ્રન્થ-સંગ્રહકારને વેગ આ પ્રમાણે છે. વાળ ઉગાડવાના સ્થાનને સર્વ પ્રથમ આરણિયા છાણાંથી ખૂબ ઘસવું જોઈએ, પછી વડનું દૂધ પડવાથી વાળ ઉગે છે. આ પ્રયુગમાં સ્વલ્પ સફળતા મળે છે. પણ આ સાથે જે હાથીદાંતની ભસ્મ અને ભદ્રખડગી મેળવવામાં આવે અને નવનીતના માધ્યમથી વ્યવહાર થાય તે એક માસની અંદર વાળ ઉગાડવામાં સારી સફળતા મળે છે. અપેક્ષાકૃત વિદેશિયો પર આ પ્રયોગ વિશેષ અનુકૂળ પડ્યો છે. એવી જ રીતે ઉદયપુર પાસેના એકલિંગજી નામક સ્થાનનાં પ્રતિષ્ઠિત નાગરિક, અને વિદ્વાન, પુજારીજી પંડિત કૃષ્ણલાલજી મેહે પતે ૩૦ વર્ષની ઉંમરે એક યોગ અનુભવેલ જે માત્ર બકરીની મીંગણ અને બેરના પાંદડાં સાથે સંબંધ ધરાવે છે. બેરમાં વાળ ઉગાડવાનું કયું તત્ત્વ છે અને બકરીની લીડીમાં એવું તે શું છે કે વાળ તત્કાલ ઉગાડવામાં સહાયક બને છે, એ શોધવાનું રહ્યું. ઘણાં જનાવરોનાં ખુરેમાં પણ એ તત્વ જોવામાં આવે છે. કેશ કાળાં કરવાના પ્રયેળે વાળ રંગવાના પ્રયોગો આપણે ત્યાં શતાબ્દિોથી ચાલ્યા આવે છે, અને આ વિષય પર તે ઋષિ-મુનિઓએ અહીં સુધી અનુશીલન કર્યું છે કે અચુક ઔષધિઓ સેવન કરવામાં અથવા તે લગાડવામાં આવે તે મૂળથી જ વાળનો રંગ કાળા જ અનુભવાય, આવા પ્રયોગોમાં વપરાતા દ્રવ્યોની વૈજ્ઞાનિક પરીક્ષા ભલે જ સંદેહાત્મક પરિણામની ઘોષણા કરતી હોય, પણ આ દેશની પ્રજા તો એનાંથી સદાયે લાભ પ્રાપ્ત કરી રહેલ છે. - ગ્વાલિયર રાજ્યના આન્તરિક ભાગોમાં મને મારા પૂજ્ય સ્વગીય ગુરુમહારાજ ઉપાધ્યાય શ્રી સુખસાગરજી મ.સા. અને મારા જીવન નિર્માતા અનેક ગ્રંથનાં શોધક મૂકવિદ્વાન મુનિ મંગલસાગરજી મ.સા. સાથે વિહાર કરવાનો સુગ બન્યો છે. ત્યાંના લેકેની અદ્યતન શૈક્ષણિક સ્થિતિ સામાન્ય છે, પણ

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120