Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 119
________________ આયુર્વેદના અનુભૂત પ્રયોગો આયુર્વેદ જેવી વૈજ્ઞાનિક અને દોષરહિત ચિકિત્સા પદ્ધતિ કલંકિત થાય છે. ઉચિત સંશોધનના અભાવે આજે ભારત કરતાંયે વિદેશિઓ આપણી વનસ્પતિઓથી વિશેષ લાભાન્વિત થઈ રહ્યાં છે. સિંગફ-હિંગૂલ શુદ્ધિ આયુર્વેદિક જગતમાં સિંaફ અતિ પ્રભાવોત્પાદક ગવાહી પદાર્થ તરીકે વિખ્યાત છે. સામાન્યતઃ લીંબડા અને લીંબૂના રસ તથા ભેંસના દૂધમાં સાત-સાત વાર ઘૂંટવાથી શુદ્ધ થાય છે. અન-તરભસ્મ બનાવી સેવન કરવામાં આવે છે. પરંતુ પ્રાચીન અનુભવમૂલક સંગ્રહાત્મક રચનાઓમાં શુદ્ધિના વિભિન્ન પ્રકારે બતાવવામાં આવ્યા છે. પ્લાંડુ, ધૃત, વૃતાંક, વછનાગ, નાગરવેલનાં પાનના રસમાં શુદ્ધ કરેલું સિંગ્રફ સ્વતંત્ર રીતે પણ વ્યવહાર્ય ગણાય છે. અને એનાથી લાભ પણ સારી રીતે થાય છે, અહિં જે શુદ્ધિને પ્રકાર આપવામાં આવે છે. એ બધાંય કરતાં જુદી જ રીતને છે. અને વગર સંકેચે સ્વીકારવું જોઈએ કે આવી રીતે બનાવેલા સિંગ્રફે મકરધ્વજનું કામ સાયુ છે. ષિ ખીરસીની આ આમ્નાય છે. મેં પણ શુદ્ધિનાં આ પ્રકારથી સિંગ્રફને ઘણાં રોગોમાં ઉપગ કરી સફળતા મેળવી છે. - શુદ્ધિ પ્રક્રિયા આ પ્રમાણે છે : ૧૫ તોલા સિંગ્રફની ડેલીને ૧૫ સેર ગૌમૂત્રમાં પાંચ સેર સાંભરનું મીઠું નાખી ડેલકાય વેદન કરવું, લગભગ ૬ કલાક સુધી અગ્નિ પર રાખે, શીતલ થયે બહાર કાઢી સિંચફની ડલી પર ચારે તરફ સૂતર લપેટવું, લેઢાની કડાઈમાં સિંડ્રફ મૂકી એરંડિયું તૈલ ૧ સેર ભરીને દીપાણિ દેવી, સંપૂર્ણ તૈલ બળી ગયા પછી પુનઃ કંડાઈ સાફ કરી ૧૦-૧૦ તોલા ઘી, મધ અને સુહાગ લે, સુહાગાનું ચૂર્ણ ઉપર નીચે પાથરી વચ્ચે સિસક મૂકો. ઉપર ઘી અને મધ નાંખી પુનઃ દીપાગ્નિ દેવી. બધાંયે દ્રવ્ય બન્યાં બાદ માત્ર સિંચફ રહે ત્યારે કાઢી ખૂબ ખરલ કરી શીશીમાં ભરી રાખો. ચેખા પ્રમાણ નાગરવેલનાં પાનમાં ખાવાથી દરેક રીતે મહાન ગુણ કરે છે. યોગ્ય ચિકિત્સક અનુભવને આધારે પ્રત્યેક રોગમાં આનો સફળ પ્રયોગ કરી શકે છે. અપેક્ષાકૃત શ્રમ અને વ્યય તે આ પ્રક્રિયામાં વિશેષ છે. પરંતુ અદ્ભત રસાયણ પણ એવું તૈયાર થઈ જાય છે કે સ્વલ્પ માત્રામાં જ રોગ નિવૃત્ત કરી સ્વાસ્થને પૂર્ણતયા પ્રકૃતિસ્થ બનાવે છે.' બીજે પ્રકાર સિંગ્રફ તેલા ૫, વછનાગ તેલા ૨૪, વચ્છનાગનાં ચૂર્ણને આકડાના દૂધની ૩ ભાવના આપવી, પછી એક લેટાની કડાઈમાં અડધું ચૂર્ણ પાથરી સિંગ્રફ મુકી વળી અવશિષ્ટ ચૂણ ઉપર મેલવું, મંદાગ્નિ પર ચઢાવી તદુપરી આકડાનાં દૂધનાં ટીપાં નાંખવાં, ૫ સેર દૂધના ટીપાં નાંખવાં જોઈએ, સિંગફ શુદ્ધ થઈ જશે, રતિ ૧-૨ નાગરવેલના પાનમાં આપવાથી શક્તિ આદિમાં સારો વધારો થાય છે. અનુમાન ભેદથી ઘણા રોગોમાં આ સિંગ્રફને ઉપયોગ કરી શકાય છે. બચેલી વછનાગની ભસ્મને ઉપયોગ ‘ખાંસી અને દમમાં સારી રીતે કરી શકાય છે. આવી જ રીતે સિંગફ શુદ્ધિના બીજા પણું અનેક પ્રકારો અનુભવને આધારે બતાવ્યા છે, પણ સ્થળ સંકેચને કારણે જતા કરવા પડ્યાં છે. સંગ્રહકારે હરતાલ, તામ્ર આદિને ફેંકવાના થડા પ્રકારે બીજા અનુભવીઓ પાસેથી શીખીને અત્રે સંગ્રહ કર્યા છે, જે કે આવી ધાતુઓની ભસ્મ કરવાની વિવિધ વિધિઓ શાસ્ત્રોમાં સંગ્રહીત છે.

Loading...

Page Navigation
1 ... 117 118 119 120