Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 120
________________ G ભાગ પહેલો છતાંયે દરેક સમયમાં એનાં જે જે અનુભવો તજનોએ કર્યો એનું મહત્ત્વ વિશેષ હોવાથી અને ઉપેક્ષિત ન રાખી શકાય. હરતાલ-હરતાલ તલા 10, બબે દિવસ શુઅર, અકાય, ભૃગરાજ અને કુમારિકના રસમાં ખરલ કરી પુનઃ થરનાં દૂધમાં ચાર દિવસ ખરલ કરી ટીકડી કરવી. 4 દિવસ તડકે સુકવવી, એક હાંડલામાં 10 તલા કળી ચૂને પાથર, ઉપર કપડામાં લપેટી હરતાલની ટીકડી રાખવી. તદુપરી અબ્રખને ટુકડે રાખો, ઉપર શકેરું ઊંધુ રાખવું. ચારે તરફ ચૂનો લગભગ 4 સેર પાથરો, અનન્તર એક પ્રહરની દીપાગ્નિ અને 32 પ્રહરની હઠાગ્નિ દેવી. સ્વતઃ શીલ થાય ત્યારે કાઢી કામમાં લેવી. જે કદાચ અપક્વ રહી જાય તે કુંવારના રસની ભાવના દઈ પુનઃ તદૈવ અગ્નિ 8 પ્રહરની અને વળી કાચી રહે તે એવી જ રીતે ભાવિત કરી 12 પ્રહરની અગ્નિ દેવી. આ હરતાલ અનુપાન ભેદથી અનેક રોગોમાં ચિકિત્સકને યશાજિત બનાવે છે. ઠાકરસી નાણાવાલને આ અનુભવ છે. વિષાણ ભસ્મ સામાન્યતઃ વિષાણ ભસ્મ આંકડાના પાન અથવા કુમારિકાના ગર્ભની લુગદીમાં તૈયાર થાય છે. પણ સંગ્રહકારે બતાવ્યું છે કે 9 દિવસ સાંબરઈંગ ગૌમૂત્રમાં ભીજવવું. પછી ગજપુટ આપવાથી સફેદ ભસ્મ તૈયાર થાય છે. હું આજ ભસ્મને વધારે તેજસ્વી બનાવતા આંકડાનાં દૂધની ભાવના આપી પુનઃ ગજપુટ આપું છું. કજજલી ભસ્મ–પાર૬ ગંધક સમભાગે વાટી રાખે, પછી વડલાની છાલનો રસ 1 સેર તૈયાર કરે, લેઢાના વાસણમાં કxજલી નાંખી ચૂલે ચઢાવે. કાજલી પર રસનાં ટીપાં નાખી વડના કાષ્ટ્રથી હલાવતાં હલાવતાં કંજલીની ભસ્મ તૈયાર થઈ જશે, પાનમાં એક રતિ આપવાથી શીત, અકડવાયુ, હાડકાંને દુખાવો, અશ્રુધા, સંધિગત વાયુ આદિ અનેક દોષ દૂર થઈ શરીર તેજસ્વી બને છે. પારદ કિયા-પારદ તોલા રા, કથીર તેલા ના બનેની ગાંઠ પાડી ભીલામાંના ચૂરણમાં લપેટી છાણાંની અગ્નિ આપવાથી પારદ પતાસાની માફક ફુલાઈ જશે અને કથીર નીચે પડે જશે. પારદ વિધિ—પારદ ગંધક રા–રા તલા, એકત્ર કરી લીંબુના રસમાં 3 પ્રહર ખરલે, પછી કાચની આતશી શીશીમાં ભરે. ચૂને, ગૂગલ અડદનો લોટ અને ગોળની દઢ મુખ મુદ્રા દઈ સાત કપડપટ્ટી કરે, એક હાંડલામાં ઝીણી રેત ભરી વચ્ચે શીશી મુકી 16 પ્રહર અગ્નિ આપે, સિદ્ધ થયા બાદ ભાંગરો, હુઓ (અત્યમ્સપણી) રીંગણી, કુવાર, દેવાસી, શરપંખા અને ભાંગના રસની ભાવના દેવી. છેલ્લી ભાયના ઘી, દૂધ અને મધની આપવી. ગંધક એક જ વાર નાખો, પુનઃ ભઠ્ઠી દેવાથી દેવાથી ઉત્તમ રસાયણ તૈયાર થાય છે. માત્ર એક માત્રા અદ્ભુત ચમત્કાર દેખાડે છે. આ પ્રક્રિયામાં કામ આપતો પારદ જે સાત-સાત વાર સાગાનના રસમાં, જાઈ કુંપલનાં રસમાં ખરલ કરેલ હોય તે કીમિયાગિરીમાં પણ ઉપયેગી સિદ્ધ થાય છે. - તેમાં 121 ) श्रीपालमा

Loading...

Page Navigation
1 ... 118 119 120