Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 116
________________ ભાગ પહેલો ૯. ગળતો અટકે—જેઠીમધ, વાળા, મુરમાંસી યથા યોગ્ય મધથી અવલેહી આપવાથી બાળક ગળતો અટકે છે, પુષ્ટ થાય છે. ૧૦. હરડે, રાઠ, વચ, સુંઠ, ગળી, લાદ, નિશા, ઈન્દ્રવારુણી, દેવદા, ત્રિફલા, ત્રિકુટા, સંચલ, જીરે, - રીંગણી, પિતપાપડે, રતાંજણી, વધારે, ઉપલેટ અરડુસે, વાયવિડંગ, મેથ, ચત્રિક, લીંબડો, બરસાર, ઇન્દ્ર, વૈશાખનન્દનનાં લીંડાં, કૂવાથ કરી, ઘન થતાં ગોળી બાંધે ૧-૧ ગોળી બાજરા બરાબર લેવાથી પેટે ખાડ પડેલી સારી થાય છે. કાળજું મટે છે, અને શરીર પુષ્ટ થાય છે. ૧૧. ખાંસી-ધાસ ઉકારી–મુરમાંસી, રસૌત, લજાવ્યું, પીપલ, કાકડાસીંગી, અતિવિસ, મધ સાથે શક્તિ અનુસાર ચટા, ખાંસી, શ્વાસ ઉકારી વગેરે મટે છે. ૧૨. પાંડુ-અબલતા-મંડૂર રતિ ૧ મધ સાથે ચટાડવું, ૧૩. શેથ-સૂજન-અરણીની રાખ પાણીથી પાવાથી સોજો ઉતરે છે. ૧૪, સાઠી ચોખા, લેટ, કંબઈના રસમાં અથવા ગોળમાં ગેલી આપવાથી સોજો ઉતરે છે. ૧૫. કોઈને રસ શરીરે ચોપડવાથી પણ સોજો ઉતરે છે. ૧૬. અરણ્યા છાણાની રાખ ભેંસના ગોબરના રસમાં મેળવી લેપ કરવાથી પણ દરેક જાતને સોજો ઉતરે છે. ૧૭. ડ યા ડભો–રેવન્તરીણી, કાળાં મરી પાણી પાવાથી ડઓ મટે છે. જે શીતઋતુ હોય - તે એકાદ લવિંગ પર ભેળવવું જોઈએ. ૧૮. હિંગેટ માંગી ચંદનની જેમ પાણીમાં ઘસી પાવાથી પણ ડબો મટે છે. ૧૯. કરંજનાં બીજ સેકી પાણીથી આપવાથી ડબો મટે છે. ૨૦. ઉધર પીડા–પતંજરીની છાલ ગાયની છાશમાં પીવાથી ઉદર વ્યથા મટે છે. અથવા તે એકલું કાળું મીઠું આપવાથી પણ પીડા શમે છે, પાણીમાં ઘસારો કરી ચટાવવું. વાળ નાશના પ્રયોગ ૧. સીસ, લેહ પાત્રમાં નાંખી ગાળે. પછી એમાં પારદ મેળવે, અનન્તર, હરતાલ, સાજી, સાબૂ, શુભ્રા, શેરાખાર, નવો ચૂનો, બધાં એકઠાં કરી કેળાંનાં મૂળ-કદના રસમાં ઘૂંટી ગોળી બનાવે. ઘસીને લગાડવાથી વાળ ખરી પડે છે. ભવિષ્યમાં નથી આવતાં. ૨. પટોળનું ચૂર્ણ પાણી સાથે લગાડવાથી પણ વાળ ખરે છે. ૩. હરતાલુ, પલાસની રાષ્ટ્ર, નવે ચૂનો, સમભાગે પાણી સાથે લગાડવાથી કેશ ખરી પડે છે. ૪. હરતાલ, મણસીલ, જીરું સમભાગે પાણી સાથે ઘૂંટી લેપ કરવાથી પણ વાળ ખરે છે. ૫. કડવી દૂધી, કેરની ફૂપલ, વનડેડા, તલ, સાંગરીની રાખ ભેગા કરી વાળ ઉપાડીને મસળવાથી ' રોમ નથી આવતા. જે ૬. કિરમાળાની જડના રસના પુટ સાત કલમી શારાને આપવાં, પછી કેળ કદના રસમાં ધસી લગાડવાથી વાળ નાશ પામે છે.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120