________________
૧૨
જો કે પ્રકાશિત પ્રયોગ લગભગ વાનસ્પતિક જ છે પરન્તુ અંતિમ ભાગમાં સીંગફ, પારદ, તામ્ર, બંગેશ્વર અને લેહસાર આદિ રસ અને ધાતુ વિષયક અમુક સંકેત છે જે વિશિષ્ટ વ્યકિતઓ દ્વારા પરીક્ષિત હોવાને કારણે જ નોંધાયેલા છે. સરકાર વિચારે
રાજનીતિ દ્વારા પ્રાપ્ત સ્વાધીનતાનું સાંસ્કૃતિક સંરક્ષણ ભારતીય સંત પરમ્પરાના ઊજજસ્વલ આદર્શો પર અવલંબિત છે. નિસ્પૃહી અને અનાકાંક્ષી જીવન જ જગતને પ્રભાવિત કરી સન્માગ તરફ પ્રેરે છે. સ્વાધીન ભારતની પ્રજા માટે આયુર્વેદ કેટલું ઉપયોગી છે એ કહેવાની જરૂરત નથી, ભારતીય સંસ્કૃતિના આ મૂળભૂત અંગ પર આપણી સરકારે કેટલું ધ્યાન આપે છે, એ ચર્ચાની વિશદ્ સમીક્ષા કરવાનું આ સ્થાન નથી. પરંતુ પ્રસંગતઃ એટલું બલપૂર્વક કહેવું જોઈએ કે સ્વાધીનતા પ્રાપ્ત કર્યા પછી અ ગ્રેજી ભાષા અને સંસ્કૃતિના માનસ પુત્રે સમાન ગણીતા એવા આપણાં દેશના મૂ દ્ધન્ય રાજપુરુષોએ આ વિષયને અધિક વિકસાવવા યથેચ્છ ધ્યાન આપ્યું નથી, આશ્ચર્ય, પરિતાપ અને લજજાની વાત તે એ છે કે અનેક આયુર્વેદ માન્ય યોગોને આધારે નિમિત ઓષે વિદેશી સાજસજજામાં આવે ત્યારે તેના તરફ આપણે આકૃષ્ટ થઈ એ છીએ, પરંતુ આપણાં જ ઋષિ મુનિયોઆચાર્યો દ્વારા પરિષ્કૃત સ્વાસ્થ વિજ્ઞાનની ચિરાનુભૂત પરંપરાની જે આજના પ્રગતિશીલ યુગમાં ઉપેક્ષા કરવામાં આવશે તો આયુર્વેદ પણ એક દિવસ શબ્દકોશની શોભા બની રહેશે, જેવી રીતે આ પ્રયોગનું સંકલન પ્રકાશિત થઈ રહ્યું છે તેવી જ રીતે આવા કેડી બંધ ભાગો તૈયાર કરી શકાય એટલી સામગ્રી તે જાની ગ્રન્થ ભંડારોમાં આજે પણ વિદ્યમાન છે. ૧૫ ભાગોની સામગ્રી તે મારા એકલાનાં જ સંગ્રહમાં સુરક્ષિત છે, એનાથીયે અતિ મહત્ત્વનાં અને રોગ નિવૃત્તિમાં મુખ્ય ભાગ ભજવનાર અગણિત યોગે ગ્રામીણ અને નિરક્ષર જનતાના કંઠમાં વસે છે. તેમાંનાં ઘણાંખરા તે એવા પણ છે કે જ્યાં પ્રત્યેક વિષયના નિષ્ણાત ચિકિત્સકે અસફલ રહ્યા છે ત્યાં તેઓએ આશ્ચર્યજનક સિદ્ધિ અજિત કરી છે.
.' આપણી કેન્દ્રીય સરકાર આયુર્વેદને નામે મેટું વ્યયપત્ર લેકસભા સમક્ષ મૂકી આયુર્વેદ સેવાનું બહાનું બતાવી યશાજિત થાય છે ત્યારે શું તે ઉપર્યુક્ત પ્રકારનાં પ્રયોગોને એકત્ર કરવા માટે સ્વલ્પ અર્થ રાશિને પ્રબંધ ન કરી શકે ? શાસન તંત્ર પાસે આ અપેક્ષા વધુ ન કહેવાય.
હાલમાં જ ગુજરાત સરકારે આયુર્વેદ વિશ્વવિદ્યાલયની ભારતમાં સૌપ્રથમ સ્થાપના કરી અન્ય રાજ્ય સામે એક સુંદર આદર્શ ઉપસ્થિત કર્યો છે. એની સ્થાપનાથી વિદજજગતમાં આશાનો સંચાર થયો હતો કે હવે ગુજરાતમાં આયુર્વેદની ચતુમુખ ઉન્નતિ થશે, વર્ષોથી વેરાયેલું–વિશ્રખલિત આયુર્વેદિક સાહિત્ય એકત્ર કરી પ્રકાશિત કરવામાં આવશે. પરંતુ વિગત કાલ અને કાર્યપ્રણાલિકા પરથી સિદ્ધ થયું છે કે ગુજરાતમાં જ આયુર્વેદના શાસ્ત્રીય પારસ્પરિક સાહિત્ય અને સ્ફટ પ્રયોગ સંગ્રહોની કલ્પનાતીત ઉપેક્ષા થઈ રહી છે. શું આયુર્વેદના ઉકપમાં રસ લેનારા મુખ્ય મંત્રીઓ માટે આ સમુચિત ગણાય ?
ગુજરાતની સરકાર આ દિશામાં પણ પહેલ કરી નામ શેષ થતા જતા સાહિત્યનો સમુદ્ધાર કરે એવી અપેક્ષા રાખીએ,