Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 44
________________ ભાગ પહેલે ૩૯. સેંધવ, બિજેરાની જડ, એલચી, આંબળા સમભાગે લઈને વાસી પાણીથી ગોળી કરી આંજવી. 1 મહિનામાં કૂલામાં આરામ પડવો જોઈએ. પવાલ પર ૪૦. કેરું કપડું લઈ આક, નેગડ, ભૃગરાજ, અરણી, એરંડ, લીંબડા અને કાળા ધતૂરાના રસની ૧-૧ ભાવના આપવી. પછી વાટ બનાવી ગૌધૃત સાથે કાજળ પાડવું. અનન્તર ચાકસના બીજની મીગી, ફટકડી, ખાપરિયું, તુO, સુરમ, સમુદ્ર ફીણ, મુકતા, પ્રવાડા ૧-૧ માસા લઈ વાટવાં. પછી કાજળ ભેળવી ૩ દિવસ ખરલ કરવું. આ અંજનથી પરવાળાં મટે છે. અનેકવારને અનુભૂત પ્રયોગ છે. રાયંધ પર ૪૧. તુર્થ ટંક ૧, સમુદ્ર ફીણ, ટંક | હળદર બે ટંક, દાર હળદર ૧ ટંક, પીપર અને મરી ૧-૧ ટંક, કાનનો મેલ ૧ ટંક, સૂક્ષ્મ અંજન કરી આજે તો રાત્રિનું અંધત્વ દૂર થાય છે. કાનના રોગો (બગાદિ) સંબંધી ઉપચાર ૧. ગઈભલીડા અને ગૌમૂત્ર એક નાના હાંડલામાં ભરવાં. ઉપર છિદ્રવાળી ઢાંકણી ઢાંકવી. શેષભાગે કપડપટ્ટી કરી પાઈપ ફિટ કરવો. અને કાનમાં ઘૂંવાડે લેવો. જેથી કાનમાંથી બગ અથવા તો કાનખજૂરો નીકળી જશે. ' ૨. મીઠું તેલ રોનકળી, વગર બુઝાવેલ ચૂનો. મેટી દૂધેલીનો રસ, બધાંયે તેલમાં પકવી, તેલ કાનમાં નાંખવાથી પણ બંગ, કાનખજૂરો બહાર આવે છે. અને ચસકા વગેરે મટે છે. . વાસણને રસ અને અફીણ સ્વલ્પ કાને નાંખવાથી બગ અને બીજી પ્રવિષ્ટ છવાત બહાર આવે છે. ૪. બાવળના ફૂલનો રસ અને સ્વમૂત્ર કાનમાં નાંખવાથી પણ બગ અને કાનખજૂરો તત્કાલ બહાર આવે છે. ૫. સૈધવ બકરાના મૂત્રમાં ભેળવી નાંખવાથી પણ સૂચિત જીવ બહાર આવી જાય છે. ૬. કૂકડલાના બીજ ૨૧, તેલમાં તળી તેલ કાને નાંખે અને બચેલા બીને ધુંવાડે કાનમાં . અન્ય કર્ણ—વ્યથા પર છે ૭. પટબિંદુ તેલ-૩ શેર તલનું તેલ લેવું. ૫ શેર બકરીનું દૂધ, બન્ને એકઠાં કરી ઉકાળે, એક શેર તેલ રહે ત્યારે પુષ્કરમૂલ, અરસે, વાડવિડંગ, ગળા, સુંઠ, વચ, ફૂડ, જેઠીમધ, ઈન્દ્રવાણી મૂલ ૭-૭ ટુંક ઊંટ કરી તેલમાં નાંખે. ઉકાળે, ગાળીને પછી એમાં ભાંગરાનો રસ ૧૦ શેર નાંખી પુનઃ ઉકાળે. પછી ગાળીને માંહે ૭ ટંક કેશરનો ભૂકે મેળવે. કાનમાં કોઈ પણ જાતનું દર્દ થાય ત્યારે બે-ત્રણ ટપકાં નાખે. અને કપાળ પર ચડે, બન્ને રંગોમાં સારો લાભ થશે. ૮. જાઈને રસ, વચ, હીંગ, સુંઠ, ઉપલેટ, સર્વ વાટી, ઉકાળી કાનમાં ટીપાં નાંખે તો કર્ણપ્રવાહ મટે. ૧૦. મૂલાના બીજની રાખ, ટંક ૧, આછણુ શેર ૦૧, કેલિકંદ રસ ૦૧, બધાંયે ભેગાં કરી મથીને કાનમાં નાંખે તે, કર્ણફૂલ, કર્ણવાય, પ્રવાહ, ગૂજન આદિ રોગ મટે.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120