Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana
View full book text
________________
હ૪
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૪. ઉભયલિંગી-ઈશ્વરલિંગી ૧૧ પાનનાં બીડાંમાં સ્નાન પછી આપે. ૫, માસૂફલ, ચંદન, એલચી, સમુદ્રફીણ લવિંગ, જાયફળ, કેશર, સરિસની કુંપલ ૨-૨ ટંક,
સરિસના ફૂલના રસમાં સેપારી બરોબર ગોળીઓ કરવી, ઋતુ સમયે ધરણમાં રાખવી, આ પ્રમાણે - ૫ ઋતુ પર્યન્ત કરવું. ૬. હયબર, નાગકેશર, વરધા છ-છ ટેક મિશ્રી ૨૧ ટંક, ૬ પડિકી બનાવવી. ઋતુ સ્નાનાનન્તર
એકવણી ગાયના દૂધમાં આપવી. ૭, બિજેરાની કળી ૪૯, ધાવડીનાં કૂલ ટંક ૩, નાગકેશરનાં દાણા ટંક ૯, અબીંધમતી અંક ૩,
શંખાવલી ટંક ૩, સહદેવી, અપામાર્ગ, એલચી, ગોરોચન, શરપંખા, લવિંગ, પ્રવાલભસ્મ યા પિષ્ટી, ૩-૩ ટંક, મિશ્રી ૫ તોલા, ૪-૪ માસાની ૧ માત્રા ઋતુ સ્નાનાનન્તર એકવણી ગાયના
દૂધમાં આપવી. ૩ માસ સુધી આ પ્રયોગ પ્રતિ માસ કરવો. ૮. નાગકેશર ટંક છા, કપડછણ કરી ૨-૨ ટંકની ૬ પડિકી બનાવી, ઋતુ સ્નાનાનન્તર ગૌદુગ્ધમાં
આપવી, ઉપર લીરાનું ભજન ૩ માસ આપવી, સંતાન થય. ૯. મુંડીકલ્હારનો રસ ૩ તોલા સ્નાન પછી પીવડાવી ઉપર ૨ તોલા જૂનો ગોળ ખાવાથી પણ
ગર્ભ રહે છે. ૧૦. ઉધાહોલી વિધિવત શનિવારે સાંજે નિમંત્રી રવિવારે પ્રાતઃકાલ લાવી ત્રણ દિવસ પછી આપવાથી - સંતાન થાય છે અને એક વાર થયા પછી જે કુક્ષી બંદ થાય છે એ પણ પુનઃ સંતાનોત્પત્તિને
યોગ્ય બને છે. '' ૧૧. ઈશ્વરલિંગી, પારાપત વીઠ, મરશિખા, ૦ ટંક સ્નાનાન-તર એક વણી ગાયના દૂધમાં આપવાં.
આધાન રહે. ૧૨. લઈયાનાં પાંદડાં એક શેર, પાણી ૨ શેરમાં કાઢો કરવો, ૧ શેર રહે ત્યારે ૩ ભાગ કરી તુવંતીને
પાવાથી પુત્ર જ થાય છે. ૧૩. એરંડનું મૂળ, અમરવેલ, થરનું મૂળ, નેગડની છાલ ત્રણા છાયાશુષ્ક ચૂર્ણ કરી લા તોલે તુ
સમયે આપવાથી સંતાન થાય છે. ૧૪. ઊંટકંટારાનું મૂલ, રીંગણીસૂલ, પતંજારી મૂળ, છાયાશુષ્ક ચૂરું પા તોલે પ્રતિદિન સ્નાન પછી
સાડી ચોખાનાં ધાવણમાં આપવાથી સંતાન થાય છે.. ૧૫. કાકસીભૂત ગૌદુષ્પ સાથે ૧ તેલ ઘસી પાવાથી કાકવંધ્યાને પણ પુત્ર થાય છે. ૧૬. એલચી, ખુરાસાણીવચ, હળદર, અજમો, વિસખપર, કડવી તુંબડીને ગર્ભ, સર્વની વર્તિકા
બનાવી મદનમંદિરમાં ૩ દિવસ રાખવાથી શુદ્ધિ થાય છે. અનન્તર સંતાન, ૧૭. નાગકેશર, વધારે છછ ટંક, ઉભયલિંગી ના ટેક, બધાની પડિકી ૭ કવી, ૧-૧ પડિકી
૩ દિવસ લેવી, અને ઈશ્વરસિંગીના બીજ ૧૧ બપોરે લઈ દૂધ પીવું. ૧૮. સંખાવલી ૧ ટંક નિત્ય ૧ માસ સુધી સચ્ચે એકવણુ ગાયના દૂધ સાથે સેવન કરવાથી
અવશ્ય સંતાન થાય છે,

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120