________________
نی
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૬. દાલ, વચ, રાયણમાંગી, લીબડીની મીંગી, એલિયે, સમ ભાગ લઈ ૬ આંગળની રૂની વાટ
કરી ઔષધમાં ભાવિત કરી મદનમંદિરમાં એવી રીતે મૂકવી કે જે કમળ સાથે રપર્શ કરી શકે, ગર્ભ અવશ્ય પડશે.
સુખે પ્રસવ અધિકાર ૧. અરડૂસાનું મૂલ કાંજી સાથે વાટી નાભી અને મદનમંદિરે લેપ કરી ઉંધા સૂવાથી પ્રસવ થાય છે. , ૨. સપકંચુકી, ધાણા અને સરસવ બીજની ધુણી આપવાથી પણ સુખે પ્રસરે છે.
૩. પુનર્નવા મૂળ નિમાં રાખવાથી પ્રસવ સરલતાથી થાય છે. ૪. ધુંસે ચૂલા ઉપરનો ટંક ૧-૨ વાસી પાણીથી દિવસમાં બે-ત્રણ વખત આપવાથી પ્રસવમાં
કષ્ટ થતું નથી. ૫. સંપકકીનું ઘીમાં કાજલ પાડી આંજવાથી કષ્ટી છૂટે છે. આ પ્રયોગથી નિદ્રા પણ સારી
આવે છે. ૬. ચંપાનું મૂળ શીતલ પાણીથી ધસી પાવાથી પ્રસવ પીડા શમે છે. ૭. ધતૂરાનું મૂળ વિધિવત્ લાવી કહીએ ધારવું શ્રેયકર છે. ૮. પાકા ગૂંદા જેઠીમધ સાથે ખાઈ ઉપર એરંડિયું તૈલ પાવાથી પણ સુવાવડમાં કષ્ટ પડતું નથી.
પુરૂષ જેમ ધાતુ ક્ષીણતાથી દુબલ બને છે તેમ નારી પ્રદરને કારણે પીડાય છે. આ યુગમાં પ્રદર રોગ ખૂબ જ વધી ગયો છે. એને કારણુ માસિક ધર્મ પણ સાફ આવતું નથી. ૧. પારાપત વિષ્ટા ૩ તલા, સાકર ૬ તલા, ગેરુ ૨ તલા, ચૂર્ણ કરી બકરીના દૂધમાં ૧ ટંકની
ફાકી આપવાથી ૮ દિવસમાં પ્રદર બંધ થશે. પણ ૨૧ ઔષધ દિવસ લઈ લેવું સારું છે. ૨. મૂપકમી ગણી, પારાવતીઠ, ચંદન, મચારસ, ધાવડાના પુષ્પ ૫-ટંક, સાકર ૮ ટંક, બકરીનાં
દૂધમાં ૨ ટંકની સવાર સાંજ ફાકી લેવી. ખાટું-ખાટું ન ખાવું સત્વર પ્રદર શમે છે. ૩. એલચી, ગોપી ચંદન, પારાવત વીઠ સમ, તત્સમ સાકર, ૧ ટંક બકરીના દૂધમાં ફાકી લેવાથી
પ્રદર શમે છે. ૪. વેકરિ છે, ગુંદર ધાવડાને બે સેર કા વાટી ખાંડ ઘીથી લેવાથી પ્રદર અને ખાસ કરીને
અધૂર ગયા પછી પ્રદર શાન્ત થાય છે. મદનમંદિરની શિથિલતા મટે છે. ૫. એલચી, તજ, પત્રજ, નાગકેસર, ધાણા, જીરૂં, ઈન્દ્રજ, ડાછાલ, મુલેઠી, તે, લેદ, વગેરૂ,
ગોપીચંદન, સર્વ સમ, તત્સમ મિશ્રી, ચેખાના વણથી ૪ ટંકની ફાકી લેવાથી પ્રદર, મૂછ,
ભ્રમ, કંઠશેષ આદિનું શમન થાય છે. ૬. લાખ, કેસુડાં સાકર સાથે વાટી પીવાથી રક્ત પ્રદર મટે છે. ૭. નેત્રવાલ, મરશિખા અગર ચોખાના પાણીની બા-૧ તોલે ૨૧ દિવસ પીવાથી પ્રદર થંભે છે. ૮. બિલ્વ, ચંદન, સાકર, ચેખાના પાણીથી પીવાથી પ્રદર શમે છે,