________________
ભાગ પહેલે
૧૪. વિસખપરાનાં મૂળનો રસ લઈ નાસ દેવી. મૃગીમાં લાભ થશે. ૧૫. કાળાં મરી ૨૧ લઈ ડાંડા ઘૂહરની ભૂગડીમાં ૨૧ દિવસ ભરી રાખવાં, પછી સુકાય ત્યારે ચૂર્ણ
કરી નાસ દેવી. ૧૬. ઉટના જ નાકનો કીડો તથા શંખનો કીડે સુંઘવાથી પણ લાભ થાય છે.
હેડકી-ઉપચાર
૧. જૂનું નારીયેળનું રાંઢવું, હળદર અને મયૂરપિચ્છની ધૂણી આપવાથી હેડકી થંભે છે. ૨. મૂળાના બીજ બાળીને આપવાથી પણ હેડકી રોકાય. ૩. કોડી બાળી ગોળ સાથે આપવાથી મરણાંત હેડકી પણ રોકાઈ જાય છે, ૪. ભમરાના ઘરની માટી, એલચી, શ્રીફળ જટા, કાથો, કમલ કાકડી–પબડી. સર્વ ચૂર્ણ કરી મેઢાંમાં
રાખવાથી હેડકી, થૂ કણી, વમન, ઉબકા વગેરે રોકાય છે. ૫. વાંસડાની ગાંઠ અને ગેરકેચલું પાણીથી ઘસી પાવાથી પણ હેડકી રોકાય છે. ૬. જેઠીમધ, પીપલ, સાકર, સુંઠ અને ગોળ, મધ સાથે સમભાગે આપવાથી હેડકી મટે છે. ૭. તુલસીની જડ ચેખાના ધોવણમાં પાવી. ૮. કુમારિકા ગિર–ગર્ભ સુંઠ સાથે આપવાથી પ્રાણાન્ત હેડકી મટે છે. ૯. દાડમની કળી, પીપલ, સાકર, દ્રાક્ષ, જીરું સમભાગે લઈ બેર પ્રમાણે ગોળી કરી મુખમાં રાખ
વાથી ઉકારી, વમન અને હેડકી મટે છે. ૧૦. ગેસ (શુદ્ધ) હરડે અને આંબળા સમભાગે વાસી પાણીથી આપવાથી પણ હેડકી મટે છે. ૧૧. બકરીનું દૂધ અને પાણી એક–એક શેર, સારી પેઠે ઉકાળી રાખવું. સ્વલ્પ–સ્વલ્પ પાતા રહેવાથી
પણ હેડકી મટે છે. ૧૨. લીંબડો, સેંધવ, હીંગ, રાલ, બધાંયની ધૂણી લેવી. ૧૩. સંધવ અને આંબલીની ગોળી મોઢામાં રાખવાથી પણ હેડકી રોકાઈ જાય છે. ૧૪. લવિંગ, સૂંઠ ૧-૧ ટંક, ૩ શેર પાણીમાં નાખી ઉકાળે; ૧ શેર જલ શેષ ત્યારે ઉતાર્યા પછી
આખો દિવસ આજ પાણી પાવું. પશ્ચ મગનું રાખવું, આનાથી ઉબકા, કમળનું ઉછળવું મટે છે. ૧૫. સમુદ્રફળના બીજ ગોળ સાથે ગોળી કરી લેવા, હેડકી જશે. ૧૬. તાપવું ૬ આંગળ લઈ, એના પર ચણા સમાન ગંધક પાથરી એવા લેટામાં બાળી નાંખવું જેની
નળીથી ધૂમાડો તમાકુની માફક પી શકાય. પછી હાકા જેમ ધૂમાડે પીવો, હેડકી તરત જ
બંધ થશે. ૧૭. સોનું ૫૦ વાર ગરમ કરી પાણીમાં ઠારવું અને એ પાણી પાઈ દેવું. વમન અને હેડકી તરત જ
બંધ થઈ જશે.
અપસ્મારમાં પ્રાણીજ ઔષધિઓ પુષ્કળ કામ આપે છે. અને એના અનુભૂત પ્રયોગ પણ સારી એવી સંખ્યામાં મળે છે, અમે જાણી જોઈને એના પ્રાગે આપ્યા નથી,