________________
૫૦
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૧૫. પાણીમૂલ પાણીમાં ઘસી પીવાથી લાભ થાય છે. ૧૬, પથરીને આ પણ એક અત્યન્ત ઉપકારી અને અનેકવાર અનુભવેલ મહાગ છે:
૧૦ તોલા કુળથની દાળ અધકચડીને નવા કુલડાંમાં રાત્રે ભીજવવી. સવારે બાફવી. અવશિષ્ટ પાણી ગાળીને જૂદું રાખવું. પછી તપેલીમાં લગભગ ૫ તોલા ઘી મૂકી લસણની ૧૨ કળિઓ નાંખી. છર, મેથી આદિથી એ પાણી વધારવું. અનન્તર સંધવ, શુભ્રા, સોહગી, સાજીખાર, કલમી શોરા, બીજ' ચારે મીઠાં ભેગાં કરી ખાંડી ચૂર્ણ કરી શીશીમાં જૂદું રાખવું. વઘારેલ પાણીમાં પસંદગી પ્રમાણે નાંખી પાઈ દેવું. ગમે તેવી જાતની પથરી હશે તો પણ એક માસની અંદર ગળીને બહાર આવી જશે. આ સેંકડો લોકે પર અજમાવેલ છે, એકવાર પણ નિરર્થક
નથી ગયો. ૧૭, કેશુડાના ફૂલેનો કાઢે સાકર નાખી પીવાથી પણ પથરીમાં ઉલ્લેખનીય લાભ થાય છે.
મદનલતા-વૃદ્ધિના ઉપચાર ૧. લવિંગ, કાળાં મરી, બહેડાં, બરસાર, પાનના રસથી મટી ગોળિઓ બનાવી રાખવી. પછી પાણી
સાથે ઘસીને લતા પર લગાડવી. વૃદ્ધત્વ આવશે. ૨. ભોરીંગણીના ફલ, ચણોઠી વાટીને લેપ કરવો. - ૩. હાંડુ પંચાંગ લઈ સાત દિવસ વાસણમાં નાખી ભૂમિમાં ગાડે. પછી ગાજરબીજ ટંક રા લઈ
સાત રંક પ્લડ દ્રવ્યસહ મદ મદનાંકુશ પર લેપ કરવાથી વૃદ્ધિ થાય છે. ૪. તેલ તલનું, સુહાગો, મણસીલ, ફૂઠ, જાયફળ, જાઈને પાનના રસમાં ૭ દિવસ ઉબટણ કરવાથી
વૃદ્ધિ થાય છે. ૫. છડ, લીલી ભાંગ, ધતૂરા અને પાનનો રસ અશ્વમૂત્રથી મર્દન કરી સોપારી ટાળી બધે લેપ
કરે. ૧ દિવસમાં વૃદ્ધિનો અનુભવ થશે. ૬. ઈન્દ્રજો . . આખો દિવસ ભેંસના દૂધમાં ભીંજવવાં. પછી વાટીને ૨૧ દિવસ સુધી આ લેપ કરો. ૭, આસીંદ, ગજપીપળ, ઉપલોટ, લજા સર્વનું ચૂર્ણ મહિલી મૂત્રથી લેપ. મદનાંકુશ વૃદ્ધ થશે. ૮. સાડી, લીંબડાને ગૂંદ, કરંજિયા તેલ સાથે લેપ ૯. ધતૂરાના બીજ, જાયફળ, અફીણ, સમુદ્રફળ ઘીમાં પચાવીને ઘીને લેપ કરી એરંડપત્રમાં બાંધવાથી
મદનાંકુશ વધે છે. ૧૦. કુષ્ઠ, વચ, ગજપીપળ ભેંસના ઘીથી લેપ કરવાથી મદનલતા વિકસે છે. ૧૧. આસીંદ, જોખાર, મરી, ફૂઠ, સેંધવ, પીપલ, સમમાત્રા તગર, ઉભરીંગણ અને મધુથી લેપ
કરવાથી વાંછિત સિદ્ધિ થાય છે. ૧૨. સફેદ કનેરનું મૂલ ઘસી ચોપડવાથી પણ વધે છે. ૧. આગળના પ્રયોગમાં પાણીની ઓળખ આજ ગ્રંથકારે આ પ્રમાણે કરાવી છે. પાણી ગળજીભી
જેવી કાંટાવાળી હોય છે. પાન સ્વ૫ વક્ર હોય છે. પાને કાંટા પણ નજરે પડે છે. પાણીનાં પાન અને ત્વચા ચાવીને પછી કાંકરા ચાવવાથી ભૂકે થશે. એજ મેટ્ટી ઓળખ છે.