Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 82
________________ ભાગ પહેલો અમરી-પથરી ૧. બિવબીજ, એલચી, પીપલ, જેઠીમધ, પારાવત–કબૂતરવી, ચડકલાંની વીઠ, ગોખરુ, જર્મસાઓ, શુદ્ધ મેણસીલ, પાષાણભેદ, સર્વ સમમાત્રા, ગળી ૧ યા ૨ ટંકની બરોબર તોલીને બનાવવી. સવારે સાંજે ૧-૧ આપવી. પાણી સાથે બાળકને અડધી ગોળી આપવી, સાથે સાથે થોડી ઘીકુંવાર ખાય તો વિશેષ લાભ થશે. ૨. જાઈનું મૂળ બકરીના દૂધમાં ખાવાથી પથરીમાં લાભ થાય છે. ૩, સુહાગો ફૂલાવેલ અને જૂનો ગેળ ૬-૬ ટંક, ગોળી ૧-૧ ટંકની ૧૪ કરે, સવારે ગરમ પાણીમાં લ્ય, ઉપર પથ્થમાં ખીચડી અને ઘી જ ખાવું. બાકી બધું બંદ. ૪. યૂઅરાનાં પાંદડાં ઠીકરીમાં ગરમ કરી બાંધવાથી કાંખેલાઈ અને પથરીમાં ચમત્કારિક લાભ થાય છે. ૫. સરકાકડી અને ખીરાકાકડીના બીજ ૩-૩ ટંક, ખાર ૧ ટંક. પહેલાં ચટણીની માફક બીજ ખૂબ વાટી કપડાથી પાણી નાંખી ગાળવાં. પછી ઉપર જનાર ભભરાવ, ૧૪ દિવસ આ પ્રયોગ કરવાથી પથરીમાં સારો લાભ જણાશે ૬. પાષાણભેદ, કિરમા, ગળો, ગોખરુ, હરડે, સમભાગ, ૧-૦ તેલો સવાર સાંજ ગરમ પાણીથી પીવાથી પથરી મટે છે. ૭. હરડે પાષાણભેદ, એરંડ મૂલ, એલચી, શુદ્ધ ગંધક, (જે વરુણાના રસમાં શોધેલ હશે તો વિશેષ અને તત્કાલ 'લાભ આપશે). સમભાગે લેવાં. ૩ તોલા ઔષધ ૩૦ તોલા પાણીમાં નાંખી કૂવાથ કરી તદુપરી જૈખાર નાંખી પીવાથી પથરીમાં સારે લાભ થાય છે. ૮. આઠ વાલ સેંધવ એક નારિયેલના પાણીમાં પાવાથી સારો ફાયદો દષ્ટિગોચર થશે, નાના બાળકને અડધી માત્રા આપવાથી પથરી મટે છે. ૯. તલનાં કુંપલ તલો ૧ દૂધમાં પાવાથી પથરી મટે છે. ૧૦. ગોખરુ અને કુળથની દાળ ૧-૧ તોલે પાશેર પાણીમાં ફવાથ કરી પીવાથી પથરીમાં લાભ થાય છે. ૧૧. કુળથની અધકચરેલ દાળ, ગોખરુ અને ધ્ર સમભાગે એટલે લગભગ ૩-૩ તલા લઈ કવાથ કરી પીવાથી પથ્થરીમાં લાભ થાય છે. ૧૨. જંગલી કબૂતરની વીઠ પાસેર, અલીભર સરોખાર, ગેરકેચલાંના બીજ સંખ્યામાં ૪, બીજ સેકી લેવાં. પાણીમાં ભીંજાવવા. પછી સર્વ એકત્ર કરી ના સેર પાણીમાં નાંખી રાત્રે ભીંજવી સવારે લગભગ ૩ તલા પાવું, એવી રીતે પાણી ત્રણ દિવસમાં પૂરું કરવું. અવશેષ રહે તો પણ ઉપયોગ કરી લેવો. ૩ દિવસમાં અપૂર્વ લાભ પથરીમાં જણાઈ જશે. ૧૩. કુળથની દાળ, ચણું પાવ–પાવ, વરીયાળી. અજમો, ૩-૩ ટંક, ગોખરુ જ તોલા, બધાંને ફવાથ કરી પીવાથી માત્ર ૨૧ દિવસમાં જ વાત, શ્લેષ્માશ્મરી સારી થશે. ગળી બહાર આવી જશે. ૧૪. ચણાની દાળ કંટાળી યૂઅરનાં દૂધમાં વાટી બેર પ્રમાણે ગોળીઓ કરવી. સવારસાંજ એક ગોળી ગોળમાં લપેટીને આપવી. ૩ કે ૭ દિવસ પછી પેશાબમાં રેત ઉતરવી શરુ થશે. પેશાબ ગાળીને અનુભવ કરી લે,

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120