Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 87
________________ ૫૪ આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૨૫. આ પ્રયોગમાં હું લૌહ, તામ્ર અને અભ્રખ ૩-૩ માસા, તથા પ્રવાલ ૧ તોલો મેળવું છું ચમત્કારિક કામ કરે છે. ૨૫. હુલહુલનાં બીજ, ૧ સેર. ૪ સેર ગૌદુધમાં માવો બનાવે, ઘીમાં શેકી આવરયકતાનુસાર ખાંડની ચાસણી બનાવી લાડુ બનાવી લેવા, જાયફળ, જાવંત્રી એલચી આદિ સુગન્ધિત દ્રવ્યો કે પ્રયોગમાં નથી પણ ભેળવવાથી લાભ સારે જણાય છે. અને શક્તિ સારી હોય તો લોહ તામ્ર, અને રસસિંદૂર મેળવી ખાવાથી અત્યન્ત લાભ થાય છે. ૨૬. અકરકરો, કૌચબીજ, મૂસલી, અહિખરાનાં બીજ, નાગકેશર, ભાલકાંગણી, તજ, તમાલપત્ર, સુંઠ, ભાંગ, કબાબચીણી, કસુંભાના બીજ, જાયફળ, કપૂર, ચૂર્ણ કરી ગોળમાં અથવા તો ભધમાં ઘૂંટી ૨-૨ માસાની ગાળિઓ બનાવવી, મદનલતાની સુષુપ્તતા મટે છે. બલકારી ઔષધ છે. સવારે સાંજે દૂધમાં ૧-૧ અને બની શકે તો ૨-૩ ગાળિઓ નિત્ય સેવન કરવી. ૨૭. કામદેવ રસ એક ગજ લાંબૂ–પહાડું માદરપાટ અથવા એને મળતું જાડું કપડું લઈ ૭ ભાવના ધતૂરાના રસની, ૫ ભાવના વિષખપરાનાં રસની, તથા એટલી જ ભાંગરા, તુલસીનાં રસોની આપવી. રોજ ભીંજવી છાયામાં સુકવવું, કપ કકક થઈ જશે. પછી કપડા પર ભેસનું માખણ સેર પડી તદુપરી ગંધક મેણસીલ અને હિંગૂલ ત્રણે શુદ્ધ લેવા-ભભરાવવાં બાદ કપડાથી ધીરેથી ભૂંગળી કરી તાકમાં પરોવી ચૂઓ પાડે, ચૂએલ દ્રવ્ય, ૧ રતિ શુદ્ધ પારા સાથે મદિત નાગરવેલના પાનમાં આપવાથી દરેક રીતે ગુણ કરે છે. અને વીર્યના દોષનું સત્વર શમન કરે છે. આ ધાણે નિર્ભય ઔષધ છે. ૨૮. કંટાલી, માલકાંગણી, ધતૂરાનાં બીજ, ભાંગના બીજ, ૯-૯ ટંકની એક પોટલી બાંધી ડોલકા યંત્રવત પ સેર ભેંસના દૂધમાં કટાવી દહીં જમાવવાનું, ધી કાઢી પાસે મદને નાગરલના બીડામાં આપવાથી વીર્યવૃષ્ટ કરે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે પારો ખાધાં પૂર્વે અપામાર્ગના રસમાં ૧ દિવસ ઘેરી લેવો, કારણ કે અપામાર્ગ–આંધીઝાડામાં મદિત પારદ શરીરમાં અન્ય વિકાર નથી કરતો. પણ લે શુદ્ધજ, એ ન ભૂલવું. ૨૮. અહિખર અને ગોધૂમ ચૂર્ણ ૧-૧ સેર, બન્નેને રોટલો બનાવવો. અથવા તો રોજ બન્નેના લોટની ભાખરી બનાવી, સંધ્યાનુસાર મૃતથી પરિપૂર્ણ કરી ખાવી, ઉઘર દૂધનું સેવન કરવું, આ પ્રયોગ કે લાગે છે તે સામાન્ય, પણ હસ્તમૈથુનનાં રોગિઓ માટે ઉપકારી પ્રમાણિત થયો છે, હાં અને ત્યાં સુધી મદનલતાની વક્રતા મટાડવા કઈ તિલા પણ સાથે માલિશ કરવામાં આવે તે અંદર અને બાહર બન્ને તરફથી અચિતિત લાભ થાય છે. ૩૦. સમુદ્રશોષ, ઉટીંગણુનાં બીજ, કનેરની શુદ્ધ જડ, ૨-૨ ટંક. ભાંગ અંક ૧૦, બમણી ખાંડ અને ધૃત મેળવી નિત્ય ર-ર માસા ખાટા, અથવા તે પાનના રસમાં મોટો બેર પ્રમાણે ગોળી કરી ખાવાથી, તે સ્તંભન થાય. પ્રયોગ સાવધાનીથી કરો, ઉપર દૂધ, બદામ આદિ પૌષ્ટિક વસ્તુઓ સારા પ્રમાણમાં વાપરવી. ૩૧. જાયફળ અને અફીણ (જે આદુના રસમાં ૨૧ વાર ભાવિત કરેલું હસે તે વિશેષ ગુણ બતાવશે) બન્ને સમ ભાગે લઈ ગોળી મરી બરાબર લેવાથી અભુત સ્તંભન કરે છે, અને કબજી પણ થતી નથી. દૂધ સારી રીતે પીવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120