Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 59
________________ આયુર્વેદના અનુભૂત પ્રયોગ ચીકણુ વાસણમાં ભેગાં કરી ૧૦ દિવસ લગી ભૂમિમાં ગાડી રાખવું. તૈયાર થયે ૪-૫ ટંક પીવું. શ્વાસ, ખાંસી, પાંડુતા, પ્રમેહ, કૃમિ, ઉદર વ્યથા, કેઈ ઠેકાણાનું પાણી લાગ્યું હોય તે આદિ અનેક રોગો પર આ લેહાષ્ટક ઉપકારી પ્રમાણિત થયું છે. ૧૯, સુંઠ, હરડે, સિંધવ પ–પ ટંક, લેઢાની સાંકળ તથા કટું છે શેર, છાશ રા શેર, તડકે ૧૪ - દિવસ રાખે, પછી ૩-૩ તોલા નિત્ય પાવું, પાંદુતા મટશે. ૨૦. વાયવિડંગ, ત્રિફળા, ત્રિફ્ટ, તમાલપત્ર, નાગકેશર, ચિત્રક, તવીર, સોનામાખી, ગોખરુ, મોથ, વંશલેચન, બલબીજ, અસગંધ, ચિતાવર, લેહસાર, બંગ, અમૃખ ૨-૨ ટંક, મિશ્રી | શેર, સાટોડીના રસમાં ગોળી કરવી, પાંડુરોગ વિનાશિની આ નવરસ ગુટિકા મહાપુરુષોએ કહી છે. ૨૧. સેનલ અપરનામ સેવનલી, પંચાંગ છાયા શુષ્ક ચૂર્ણ ૨-૩ ટક દહીં સાથે લેતાં કડવી લાગે તે સમજવું કે પાલિ મટી ગયા છે, આ લેવાથી પેશાબમાં પીળાશ નહિ આવે, શાથ-સજાને અધિકાર ૧. તાંદળજાની ભાજી બાફીને બાંધવાથી સોજો ઉતરે છે. ૨. આંબલી અથવા પાન બાફીને બાંધવાથી સોજો ઉતરે છે. ૩. કુષ્માંડ રસ ગોળ સાથે ખાવાથી પણ સોજો ઉતરે છે. ૪. અરણી અને કેળાંના પાનની રાખ પાવાથી સોજો ઉતરે છે. ૫. સફેદ સરપંખા, કં કેલનું મૂળ વાટી લેપ કરવાથી સૌને જશે. ૬, અરણી, અહિખરાની રાખ ટંક ૧ પીવાથી સોજો મટે છે. છે. સુંઠ, હરડે, દેવદારુ સમભાગે ગરમ પાણીથી લેપ કરવો. ૮. કણગચની જડ, સતાવરી, પુનર્નવા જડ, વિસખપરા મૂલ, કગુગલીની જડ, હરડે, ૧૫ ટંક, ૧૫ ટક સુંઠ, અડધે શેર ગૌમૂત્રમાં નાખી ઓટાવે, પછે મર્દન કરી લેપ કરે, સર્વાગ શોથ મટે, અને જો પેટમાં પીએ તે મુખપાક વગેરે મટે. ૯. મોટું કાગદી લીંબુ લઈ વચમાં ડગરી દૈવી. એમાં ના રંક હીંગ ભરી તરબૂચની પેઠે ડગરી પાછી ચાંપી દેવી, પછી લીંબુ પર કાપડમટ્ટી કરી ૧૫–૨૦ આરણિયા છાણામાં ફેંકવું. પોતાની મેળે અગ્નિ શાન્ત–શીતલ થાય ત્યારે કાઢી ઠંડા પાણી સાથે ટંક ૧ હીંગ લેવાથી સર્વાગ શાથ મટી ખૂબ ભૂખ લાગશે, વાયુની બળતરા મટશે. ૧૦. પુનર્નવા-સાડી, લીંબડો, પટેલ, સુંઠ, આંબા હળદર, કુટક, ત્રિફલા પાણીથી વાટી લેપ કરવાથી શાથ મટે છે. ૧૧. સુંઠ, પુષ્કરમૂલે, વચ, ચૂર્ણ સરસિયામાં મદ લેપ કરવાથી ગમે તેવો સોજો મટે છે. ૧૨. કાગજધા મૂલ ચોખાના ધાવણથી પાવાથી શોથ મટે છે. ૧૩. સાડી, દેવદાસ, હળદર, હરડે, ગળો, સુંઠ, કિરાયતું સર્વ ૧-૧ તોલો લઈ ફવાથ કરી, તદુપરી સ્વલ્પ ગૂગલ નાંખી પીવાથી ત્વચા–ચામડી દોષ, સોજો, ઉદર રોગ, પાંડુ, પ્રસ્વેદ, શ્વાસ વગેરે દેષ મટે છે, આ ચૂર્ણ ભેંસના મૂત્રમાં ૧૬ માસા પીવાથી પણ ઉપર લખ્યા મુજબ લાભ થાય છે,

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120