Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 73
________________ ૪૦ આયુર્વેદના અનુભૂત પ્રયોગ હરતાલ–તાંદલિયાને રસ પાસે સાત દિવસ પાવાથી હરતાલનું ઝેર ઉતરે છે, અમૃતીનાં રસથી પણ નાશ પામે છે. મોરથુથું-લાપસી ખાવાથી તુલ્ય દોષ શમે છે. ધતૂર–નિવાત દૂધ પીવું, હળદરને લેપ કરવો, ખટાઈ ખૂબ ખાવી, મોઢે છાંટવી પણ. મૂષક–ગંધક, કડવી ઝૂંબડીની જડ કડવા તેલથી ચોપડવાથી ઉંદરનું ઝેર ઉતરે છે. ભાંગ–વધારે પીધી હોય તો લીંબૂ ચૂસવાથી ઉતરે છે. વૃશ્ચિક–લસણની કુલીને ૨૧ ભાવના લીંબૂ રસની આપે, આંખે અંજન કરવાથી વીંછીનું ઝેર ઉતરે છે, અપામાર્ગનાં પાંદડાં બાંધવાથી પણ આરામ મળે છે. કણગચની જડ ઘસી ડંકે લગાડવી પણ હિતકારક છે. તમાકુ યા છીકણી પાણી સાથે લડી ડંક પર મસળવી જોઈએ. કાકી–બને ત્યાં સુધી કાકડે કેઈને કરડતો નથી. પણ કોઈ વખત અકસ્માત બની જાય તો આ ઉપચાર કરવા. ૧. નગદબાવચી, ગળો, પાણીમાં ભીંજવીને ખાવો. ૨. અસાલિયે ફકાવવો; ૧ તેલ, ૧ તોલા સાકર સાથે. - કુલાદિ વટી પાસેર ઝેરઠેલાં ૧ સેર દૂધમાં ઉકાળવાં, પછી ધોઈને અંદરના તલ જેવો ભાગ કાઢીને એમાં બમણો ખુરાસાણી અજમે નાંખી, લીંબૂ રસની ભાવના આપી નાના બાર સમાન ગોળિઓ બનાવવી, પાણી સાથે બે વાર સેવન કરવાથી બબાસિર, પેટ પીડા, આદિ રોગો જાય છે, વાયુ માટે આ વિશેષ ઉપચગી છે. કુચલાદિ વટી ઝેર કેચલાં પાસે લઈને ૨ દિવસ પાણીમાં ભીંજવી રાખે, પછી બાફે, બીજે દિવસે ૩ શેર પાણીમાં નાખી ઉકાળે. ૧ શેર પાણી શેષ રહે ત્યારે ઉતારે, સુકાવે, ૫છી સાત સેર દૂધમાં નાખી ભાવો કરે, માવામાં ત્રિફલા રંક ૬, ચતુર્નાતક, ટંક ૮, જાવંત્રી, લવિંગ, કાન્તિસાર, અભ્રખ, બંગ, બબે ટંક અને ૧ તોલે શોધેલ પારો પણ મેળવે, એક સેર ખાંડની ચાસણી કરી મોટા બેર પ્રમાણ ગેળિઓ બનાવે, ખાવાથી સંધિવાત, હડવાત, પક્ષાધાત, પ્રસૂતી વાત આદિ અનેક રોગોનું શમન થાય છે. - રોગી જે વાતપ્રકૃતિ પ્રધાન હોય તે આમાં સેમલ ભસ્મ મેળવવાથી વિશેષ ગુણકારી બને છે. કલ્યાણ ઘત - ઈન્દ્રવાસણી જડ, ત્રિફલા, રેણુકા, દેવદાર, વાલો, અસાલિયો, પાઢ, તગર બન્ને હળદર, ગુલીસર, પ્રિયંગું, ઈલાયચી, દાડિમસાર, દાંતણી, પલડી, તાલિસપત્ર, નાગકેશર, પૂંઠ, રીંગણી, માસૂફલ, વાયવડિંગ, ચંદન, પ્રતાખ, સર્વોપથકૂટી, ચાર ગણું પાણી મેળવી કાઢે કરે, ચતુર્થોશ અવશિષ્ટ રહે ત્યારે ૨૫૬ ટંક ઘી નાખી ઉકાળે, ધૃતાવશેષ ઉતારી પ્રાતઃ ૩–૫ ટંક ભક્ષણ કરે. વાયુદોષ માટે અતીવ હિતકારી પ્રયોગ છે.. .' * * ૧. ગ્રંથકારે આ દૂધને વાંસણ સાથે ખાડામાં ગાળી દેવાની સૂચના કરી છે, પણ આ દૂધમાં મલ, કનેર જડ માલકાંગણી ચણોઠી' આદિ નાંખી ઉકાળીને જમાવી દેવામાં આવે અને પછી ઘી કાઢી તિલા રૂપે વપરાય તો વધારે સારું છે. નપુંશકે પણ મટે છે,

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120