Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana
View full book text
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ઘડાવચ, નેપાલ, મોટી હરડે, એરંડબીજ, સર્પ કાંચલી, ચકલાંની વિષ્ટા, ચોષ, ઈન્દ્રવાસણી ભૂલ, પુષ્કરમૂલ, ઈશ્વરલિંગી, રાયણુમીગી, પીપલામૂલ, કિરયા, નિશત, રાઈ, બધાંએ ૩-૩ ટંક, ચૂર્ણ કરી આકડા, ધતૂરા, લીંબડા, થેર, લીલી ભાંગ, તમાકુ અને દાંતણીના રસોની ૩-૩ ભાવના આપવી. ગેલી મગ સમાન કરવી, ચૌરાસી વાયુ, સીતાંગ, શાલ, દરેક જાતના વિષ, સંગ્રહણી, બળતરા, રકતવિકાર, કચ્છ, આદિ તમામ રોગ પર આ ચિન્તામણિ રત્નવત અતિ
હિતકર છે. બનાવવામાં સાવધાની રાખવી, શસોનુભૂત છે. ૧૯. અકરકરે, તેજબલ, પીપલ, મરી, ૯-૯ ટંક, સુંઠ, કિરાય, અજમદ, ખુરાસાણી અજમો,
વિક, જાવંત્રી, જાયફળ, લવિંગ, કુલિંજન, સીંગી મેહરો, ૪-૪ ટંક, સવો પધ ચૂર્ણ કરી સાકર યા મધથી ગોળી બનાવવી વટાણા સમાન, ૧ ગેલી નિત્ય સાંજે ખાવી, ખટાઈને પરહેજ
પાડે, સર્વ વાયુ મટશે. ૨૦. પારદ, ગંધક, કનકબીજ, મોહરો, નિર્વિસી, મેથી, જીરું, કાળા મરી, સવ સમ, પ્રથમ પારા
ગંધકની કજજલી કરવી. પછી ઔષધ મેળવી ખરલ કરી લીંબુ રસની ૭–૯ ભાવના આપવી.
મગ સમાન ગેળિઓ બનાવવી, પાનના બીડામાં એક ગોળી ખાવાથી, કફ, વાત, પ્રમેહ મટશે. ૨૧. પક્ષાઘાત તૈલ
ધતૂરા, આકડા, સુરિંજણા, ત્રણેનો એક–એક શેર રસ, તલનું તૈલ ૧૦ શેર નાખી પકાવે પછી
સર્વાગે માલીશ કરે તો પક્ષાઘાત મટે. ૨૨. એરંડ તૈલ કા શેર, સરસિયું અને તલનું તૈલ થા–| શેર, સુંઠ, મરી, હળદર, સૈધવ ૨-૨ ટક તૈલમાં નાખી મંદાગ્નિએ પચાવે, પછી મર્દન કરે, પક્ષાઘાતમાં લાભ થશે.
અફીણ છેડાવવાના પ્રયોગ ૧. જાવંત્રી, માલકાગણી, અકરકરે, ખુરાસાણી, અજમે, વાયવિડંગ, કાળામરી, પીપલ, એલચી,
અકીગ, પીપલામૂલ, ઝેરચલાં, સમુદ્ર ફીણ, ૬-૬ ટક લેવા. ચૂણ કરવું. પછી ૧ તેલા અફીણના પાણીમાં મોટા બેર બરોબર ગોળીઓ કરવી. સવાર સાંજ અફીણું સેવન કરનારને આપવાથી થોડા સમયમાં અફીણુનું બંધાણ છૂટી જશે. કદાચ હાથ-પગમાં કળતર થાય તે ગાડરના દૂધથી ભદ્દન
કરવું. ૧૫-૨૦ દિવસમાં અફીણ છૂટી જાય છે. ૨. એક શેર અજમે ૪ શેર દૂધમાં ઉકાળો. માવો થાય ત્યારે ૧૦ જાયફળ અને ૫–૫ ટક
જાવંત્રી તથા લવિંગનું ચૂર્ણ મેળવવું. બે ટંકની ગોળીઓ બનાવવી. નિત્ય એક બે ગોળી સેવન કરવાથી બંધાણુ છૂટે છે.
અફીણનું વિષ ઉતરે ૧. બાવળનાં પાંદડાં અને છાલનો રસ પીવાથી અફીણનાં વિષનું શમન થાય છે. ૨. કાળાં મરી, સુંઠ ૧-૧ તોલો સેકીને ખાવાથી પણ અફીણનું ઝેર ઉતરે છે. ૩. તૂસની દાળખાવાથી અહિલ્ફન વિષ ઉતરે છે.
૧. પક્ષાઘાત પર જયપુરના સ્વામી અખરામ રચિત “વૈદ્ય બોધ સંગ્રહમાં એક તૈલને પ્રયોગ આપ્યો છે. એ સેંકડો રોગિઓ પર અજમાવવામાં આવેલ છે. આજસુધી એ નિષ્ફળ નિવડ્યો નથી. પક્ષાઘાતની ગમે તેવી સ્થિતિમાં અત્યન્ત લાભદાયક સિદ્ધ થાય છે.

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120