________________
ભાગ પહેલો
ધનુષવાયોપચાર ૧. હરણના પેશાબમાં અજમો લસોટી પાવો. ૨. ખજૂર ટંક ૧૦ એરડિયાનાં તેલમાં ખવરાવવી. ૩. લીંબુ રસ ૧ પલ, એટલાજ એરણ્ડિયાના તેડામાં પાવું. ૪. બાવળનાં પાંદડા એરક્ષિામાં પાવાં. ૫. લસણ, વચ, કિરાયો, પીપલામૂલ, ભારંગી રંક ૧–૧ લઈ અધકચરાં કરી કાઢે કરી પાવો. ૬. અહિંફેણ સદે એટલું આપવાથી પણ ધનુપિવાયુમાં લાભ થાય છે. ૭. કાલારસથી પણ ધનુપવાયુમાં આશાતીત લાભ થાય છે.
નિદ્રા આવવાના પ્રયોગ ૧. મસાણમાં ઉગેલ અપામાર્ગની જડ શનિવારે નિમંત્રી રવિવારે લાવી હાથમાં બાંધવાથી નિદ્રા આવે છે. ૨. બીજો યા વૃતાક એસીકે મૂકી શયન કરવાથી પણ નિદ્રા આવે છે. ૩. પારો શુદ્ધ, કાળાં મરી, સેવા, વરીયાળી, ગાળ, અજમો, જીરું, ભાંગ મધમાં ગોળી વટાણા
બરોબર કરવી. સૂતાં પહેલાં પાણી સાથે લેવી. ૪. સુંઠ, મરી, પીપલ, સોયા, સૌફ, જીરું, વિજ્યા સમભાગે લઈ મધમાં ગોળી કરવી. પાણી સાથે લેવી. ૫. સપની કાચલીનું ગાયના ઘીમાં કાજલ પાડવું. આંખે અજવું. આ પ્રયોગથી નિદ્રા આવે છે
અને કટ્ટી છૂટે છે. ૬. કાળાં મરી, ઘોડાની લાર અને મધ ઘસી આંખે આજે તો ઘણી નિદ્રા આવે.
નિદ્રાનાશક યોગ ૧. સૈધવ, મોથ, રીગણીનું ફળ, જેઠીમધ, ચારેક પડછાંણુ કરી છીંકણીની માફક સુંધવું. વધારે
નિદ્રા આવતી હોય તો ન આવે. ૨. લીબડીની મોંગી, શુદ્ધ ગંધક, લીંબુના રસથી આંજવાથી નિદ્રા અલ્પ આવે છે. ૩. કાકવંધાનું મૂલ વિધિવત્ લાવી માથે બાંધવાથી નિદ્રા ઓછી આવે.
છાંદણવાય ૧. કોહલાનું પંચાંગ લઈ ભસ્મ કરી માખણ સાથે પગે લેપ કરવાથી છાંદવાય મટે છે. ફાટતા
હાથે-પગે પણ આ પ્રયોગ લાભદાયક છે. ૨. ૯ ટંક બરાબર કાયફળનું ચૂર્ણ લઈ તાંબાના વાસણમાં નાંખવું. એમાં પાણી અનુમાનથી ર શેર
લેવું. પછી પાણીમાં હાથ અથવા તે પગે હોય તે પગ નાંખી નીચે અગ્નિ ચાંપવી. જેટલું સહન થાય તેટલું પાણી ગરમ થયે અગ્નિ ઓછી કરી નાંખવી. ૩ ઘડી સુધી આ પ્રયોગ કરવો.
આનાથી હાથ પગને છાંદણવાયુ સાવ મટી જાય છે. હાથપગોનું ફાટવું ભવિષ્યમાં પણ રોકાય છે. ૩. અંગૂરનો સિરકે, બદામ અને તૈલ ગરમ કરી હાથે-પગે ચાળવાથી છાંટણવાયુ મટે છે. આ
આ પ્રયોગ સેંકડોવાર અજમાવેલ છે.