Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 50
________________ ભાગ પહેલે ૯, સુરિજણના બીજ અને ચણ, કાંજી સાથે વાટી લેપ કરવાથી પણ ગાંઠે બેસી જાય છે. ૧૦. યૂઅરના દૂધમાં ના તોલો ઘઉંનો લોટ ગૂંદી રોટલી બનાવવી, કડવા તેલમાં તળી વાટીને ગાંઠે પર લેપ કરવાથી કંઠેમાલામાં ફાયદો થાય છે. ૧૧. ધતૂરાના પાન, ગોળ અને ચૂનાનો પિંડ બનાવી ગાંઠ પર ૨૧ દિવસ બાંધવાથી કંઠમાલા મટે છે. ૧૨. કાઠા ઘઉંના લોટને આકડાના દૂધની ૭ ભાવના દેવી, પછી તાવડી ઉપર જ તૈલથી બાળી મલમ બનાવી ૧૪ દિવસ ગંડમાલા પર લેપ કરવો. ૧૩, સમુદફળ, કાથે, કૃની ઈટ ૧-૧ ટંક, કપડછાણ કરી માખણમાં મર્દન કરી મલમ તૈયાર કરો. પછે થી ગાંઠ પર લગાડવો, આરામ થશે. ૧૪. બેલ. કંકેલ, સિંદૂર, ફટકડી, સ૫ની કાંચલીની રાખ, ઘી, ટંક ૫-૫ અને તૈલ તલા ૧૫ માં આ ઉકાળી સાત દિવસ કંઠમાલા પર લેપ કરવો. ૧૫. ગિરિકર્ણિકા અને ઇન્દ્રિવાસણી મૂળ ગૌમૂત્રથી ઘસી ગાંઠ પર લગાડવું. ૧૬. ગૌભી મૂળ નરમૂત્રથી ગાંઠ પર ચોપડવું. ૧૭. સાજી, ઈન્દ્ર, હીંગ, હળદર, સેંધવ અને વછનાગ વાછડીના મૂત્રમાં ગરમ કરી ગાંઠે લેપ કરવો. ૧૮. ગાંઠ જે પાકી હોય તે ચેપ ટંક ૪ ચિત્રા છાલ ટં. ૪, બેની ગોળી કરી ચોખાના વણથી ઘસે. જલદી રૂઝ આવી જશે. ૧૯. કાલી સોપારી, આંબલીના ફૂકથા, પિસ્ત ૧–૧ ટંક, તુલ્ય છે રંક, કૂકયા અને પિસાના ડોડાની રાખ કરવી. પછી સમસ્ત દ્રવ્ય ભેગાં કરી ધી નાંખી તાંબાના વાસણમાં તાંબાના લેટાથી ૨૪ પ્રહર ઘૂંટી મલમ બનાવવો. પછી ગાંઠ અથવા તો અરૂઝ ચાંદીપર લગાવો. ૨૦. હીંગ, દેવદારુ સેંધવ, મરી અને સુંઠ પાણીથી વાટી લેપ કરવો. ૨૧. સર્પ કંચુકી ટંક ૧૦, મીણ ટંક ૧૦, હિંગલૂ . ૩, સિંદૂર અંક ૩, ચણોઠી તલા ૧૨ા, કાંસામાં ઘસી મીણ તોલા ૧૨ા, તૈલ સેર રા, થાળીમાં ખૂબ મર્દન કરી બિમચી, કંઠમાલા અને ચાંદી પર લગાડવાથી આરામ થાય છે. ૨૨. રાલ, ભૈસાગૂગલ ટંક ૧–૧, બકરીનું હાડકુ ટૂંક ૪, થાળીમાં વાટકીથી પાણી સાથે ૩ પ્રહર સુધી મર્દન કરી લગાડવાથી ચાંદી, નનામી કંઠેમાલી જાય છે. દંતેરુ, નનામી, ઊંડા, કાલાઈના ઉપચાર ૧. ધી ગાયનું ૨૪ ટંક, મીણ ૧૨ ટંક, મુરદાસીંગ, સિંદૂર, રાલ ૬-૬ ટેક, મોરથુથુ ૩ ટંક, પ્રથમ ધી ગરમ કરી મીણ નાંખવું. અને એગળી ગયા પછી રાલ નાંખી હલાવવું. ત્યારે બિર મળી જાય ત્યારે શીતલ પાણીમાં ઠારવું. એવી રીત પાંચ વાર પાણી બદલવું. અનન્તર સારી રીતે મંથન કરી પછી અવશિષ્ટ દ્રવ્ય મેળવી મલમ તૈયાર કરવો. અઢાર જાતની ચાંદી, દુષ્ટત્રણ, મેદપાટ, કંઠમાલા, નાસૂર, બિમચી, હાથપગનું ફાટવું આદિ તમામ રોગો પર આ અત્યન્ત ઉપકારી મલભ છે. ૨. હળદર અને ગૂગલ સમ લાઈ ઘસી ગાંઠ પર લગાડે તો ન ફૂટનાર ગાંઠ પણ થોડીવારમાં ફૂટી જાય છે, ૩. સાંડાની વિષ્ટા લગાડવાથી પણ ગાંઠ ફૂટે છે,

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120