Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 42
________________ ભાગ પહેલો પુન: સર્વનેત્ર રોગ ૧૭. કરૂ, ખાપરિયું, મણસીલ, સમુદ્ર ફીણ, તુર્થી, કાળાં મરી, રાલ, ભાખંડ પક્ષીના ઈડાના છોતરાં ( અભાવે મોરના) સાકર, સેવે સમુમાત્રા મધ સાથે ગોળી 'મેરી બરાબર કરવી, મધુમાં જ ઘસીને આંજવી. બાંભણી આદિ રોગ સારા થાય, ૧૮, સેંધવ, સાંભરું મીઠું ૧-૧ ટંક, અફીણ થા ટંક, સરસિયાના તેલ સાથે તાંબાના વાસણમાં છે દિવસ સુધી મર્દ, પછી અંજન કરે તો બાંભણી સારી થાય. ૧૯, ટંકણખાર લીંબુના રસથી ખરડી પાંપણ પર લગાડે તો પરવાલ અને બાંભણીમાં સારે લાભ થાય, ૨૦. મોરથુથ લગભગ બે તોલા વાટી પાણીમાં ભેળવવું. પછી એમાં રૂ ભીંજવવું. વાટ સુકાયા પછી એનું કાજળ તૈયાર કરી આંખમાં આંજવાથી રાત્યધાપણુ તિમિર, છોયા, ફૂલા વગેરેનો નાશ થાય છે. આંખના ફૂલાના ઉપચાર ૨૧. બીજાલ, હીંગ, ફટકડી, પીપર, લા–૧ તોલો લઈ તાંબાના વાસણમાં લીંબડીના ઘેટાથી ભેંસનું ના શેર દહીં નાખી ઘૂંટવું, વટાણા બરાબર ગોળીઓ કરવી. પછી છાશની આંછથી ઘસી આંખે લગાડવું. ફૂલું જશે. ૨૨. તૂઅરનાં પાંદડાંના રસમાં કસ્તૂરી અને સાકરનો ઘસારે કરી આંખે જવું. બેચેલ પાંદડાનો કૂચ થેપલી કરી આંખ પર બાંધવો. ૧૬ વર્ષનું ફૂલું પણ ચાલ્યું જાય છે. ૨૩. સેંધવ, પુત્રજીવામગી, ઘૂસે સમભાગે લેવો. શીતલ જલથી ગોલી બનાવવી. પાણીથી ઘસી આંજવી. થપ. ત્રિવેણી જીઆરને આકડાના દૂધની ભાવના આપવી, પછી શ્વેત વસ્ત્રમાં બાંધી ઘસવી. બાળી રાખ કરવી, એ રાષ્ટ્ર ગૌનવનીતથી આંજવો, ફુલું જશે. ૨૫. ગળાને રસ મધ સાથે આંજવાથી પણ ફુલામાં સારો લાભ થાય છે. ૨૬. હિંગેટના પાંદડા ચાવી આંખે આંજવાથી પણ તથૈવ લાભ થાય છે. ૨૭. શુદ્ધતુત્ય, રાયણબીજ, અકલકરો, ખુરાસાણી વચ, મનુષ્યનાં હાડકાનું ચૂર્ણ, પીપલ ૨-૨ ટંક, કાળાં મરી | ટંક, બધાંનું સૂમ ચૂર્ણ કરી ૬૫–૧ ટંક બકરી અને સ્ત્રીના દૂધમાં તામ્રભાજનમાં નાંખી તાંબાનો પૈસો લીમડાના ઘોટામાં લગાડી ૩ દિવસ ખૂબ ઘૂંટવું, પછી આંખે આંજે. ઉપર દૂધનું પૂમડું બાંધવું. ફૂલું જાય છે, ૨૮. મૃત કાગ પ્રજ્વલિત કરી એની રાખનાં અંજથી ગાય, ભેંસ, ઘેડા અને મનુષ્યનું ફૂલું જાય છે. ૨૯. નરવાળ ભસ્માંજનથી પણ સારો લાભ દેખાય છે. ૩૦. હાથીને ખુર નખ પાણીથી ઘસીને આંજવો પણ શ્રેયસ્કર છે. ૩૧. તુર્થી, કાચ, મેણસીલ, સમુદ્ર ફીગ, સ્વમાક્ષિક, સુરમો (શુદ્ધ) કુકકુટાંડજત્વગૂ, નરકપાલ ચૂર્ણ, કુતકફલ, બધાંનું ચૂર્ણ કરી બકરીના દૂધમાં અથવા તે રાયણના દૂધમાં ગોળી બનાવવી. ગધેડીનાં દૂધમાં ઘસી આંખે આંજવાથી ફૂલું મટે છે,

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120