________________
આ સંકલન ઉદયપુરમાં થયું છે. એટલે રાજસ્થાનની સરકારનું પણ મારે ધ્યાને આ વિષય પર આકૃષ્ટ કરવું જોઈએ, રાજસ્થાનનાં જૈનમંદિર, મઠો, સબ્રાન્ત પરિવારો અને અન્યત્ર કેટલું આવા પ્રકારનું સાહિત્ય ઉધઈ દ્વારા ભક્ષિત થવાની તૈયારીમાં છે. અને ત્યાં વસતા આદીવાસીઓમાં પણ હજાર વાનસ્પતિક પ્રગો વેરાયેલાં છે. એને એકત્ર કરવાની અતીવ આવશeતા છે. કોઈ પણ સરકાર આયુર્વેદેનો સ્વતંત્ર વિભાગ સ્થાપી પોતાનાં એતદ્ધિ યક કાયથી ઇતિશ્રી ન માની બેસે. એ ઈચ્છવા યોગ્ય છે. આભાર :--
પ્રસ્તુત સંગ્રહ પાલીતાણાના એક સમયના પ્રમુખ રાજપુરુષ સ્વ. નારસિંહ જીજીભાઈ બ્રહ્મભટ્ટને સકારણ જ સમર્પણ કરવામાં આવ્યો છે. તેમણે કેવલ સંપાદકને જ બાલદીક્ષા અને આયુવેદની સમુચિત શિક્ષા માટે જ પ્રયત્ન નથી કર્યો પરંતુ તેમની પ્રામાણિક્તા અને સાર્વજનિક સેવામાં પણ સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત કરી યશ અજિત કરેલ છે. તેમનાં સુપુત્ર સાહિત્ય સંસ્કૃતિ કલા અને શિક્ષાના ક્ષેત્રમાં વિશિષ્ટ અભિરુચિ ધરાવતા શ્રી કાકુભાઈ બ્રહ્મભટ્ટને પણ આ પ્રસંગે ન વિસરી શકાય, તેમણે યુગાનુકૂલ તેમના સદ્ગત પિતાનો સાર્વજનિક સેવાને વારસો દીપાવ્યો છે. યથાર્થતઃ આ સંકલન પ્રકાશિત કરવાની યોજનાનું નિર્માણ તેમણે જ કયુ છે અને જે તેમણે આમાં મુખ્ય ભાગ ન ભજવ્યો હોત તો મારે પણ આવા સાહિત્ય અનુવાદ કરી સંપાદનને પ્રસંગ ન સાંપડત, ભવિષ્યમાં પ્રકટ થનારા ભાગે માટે પણ અત્યારથી જ સક્રિય રહેવાની તૈયારી શ્રી કાકુભાઈ દાખવી રહ્યા છે.
શ્રી પુરબાઈ જૈન ધર્મશાળા (પાલીતાણા) નાં સ્થાનીય વ્યવસ્થાપક અને ડોણ (કચ્છ) નિવાસી શ્રી ચુનીલાલભાઈ ભારમલે પણ પ્રકાશનમાં જે રસ દાખવ્યો છે તેની નોંધ લેવી ઘટે.
અંચલગચ્છ દિગ્દર્શનના સફલ લેખક અને પ્રકાશ્યમાન જૈન ઐતિહાસિક રાસાદિ સાહિત્યના સંશોધક ભાઈ શ્રી પાર્વે પણ જે યોગ આપ્યો છે તે ભૂલી ન શકાય, પ્રકાશન માટે જે સ૬ગૃહસ્થાએ પૂર્વે સહાયતા આપી છે તે પણ ધન્યવાદને પાત્ર છે. યદ્યપિ આ સંકલનનું પ્રકાશન ગત માર્ચ માસમાં જ થઈ જવું જોઈતું હતું. પરન્તુ અનિવાર્ય સંગોને લીધે અર્થદાતાઓને ખૂબ જ પ્રતીક્ષા કરવી પડી. સૂચનાત્મક અનુપૂત્તિ
આવા અનુભૂત પ્રયોગોને ૧૫ ભાગમાં પ્રકાશિત કરવાની ભાવના છે. કારણ કે આવા સ્વાશ્ય મૂલક સાહિત્યનું જૈનાચાર્યોએ વિશ નિર્માણ કરી લેક કલ્યાણના ભાગમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. અમારા રિયતિપાલક બંધુઓ પણ આવા સાહિત્યના પ્રકાશનમાં રુચિ લે એ ઈચ્છવા યોગ્ય છે.
મૌન એકાદશી ]
સં. ૨૦૨૫ સનબાઈ બિલ્ડીંગ - પાલીતાણા,
મુનિ કાન્તિસાગર