________________
પ્રસ્તાવના
1 t
પ્રાથમિક :—
પુરાતન ભારતીય વિદ્યાઓમાં સ્વાસ્થ્યનું સ્થાન અતિ મહત્ત્વનું ગણાયું છે, જેને આયુર્વેદની સ'જ્ઞાથી અભિહિત કરાય છે, એનું તાત્પય પ્રાણુ, આરાગ્ય અને દીર્ધાયુ છે, વિશ્વના સમસ્ત પ્રાણીએ આરાગ્યકામી છે, માનવ જ નહીં પશુએ પણ માત્ર પેાતાનાં આરેાગ્ય પ્રતિ સજાગ જ નથી રહેતા, અપિતુ, ભાવી પ્રજા માટે પણ સાવધાની રાખે છે, એટલે સ્વાસ્થ્યને પ્રશ્ન વૈયક્તિક નહીં, સમષ્ટિમૂલક છે, દીાઁયુ સાથે સાંકળાયેલા છે.
આપણા પ્રાચીન ઇતિહાસ એ વાતના સાક્ષી છે કે નિરંગી અને બલિષ્ઠ મનુષ્યજ પ્રેરક અથવા સ્વસ્થ સમાજની રચના કરી શકે છે, માનવ–ચિન્તન અને તેના ઉત્તરાત્તર વિકાસ રાગ રહિત શારીરિક સમ્પૂદા પર જ અવલંબિત હોય છે, ધમ અને દર્શનશાસ્ત્રની વ્યાપક દૃષ્ટિએ વિચાર કરતાં જણાઈ આવે છે કે એમના પ્રણેતાઓએ માનવ સમાજ માટે જે જે આવશ્યક વિધાના કર્યાં છે તેમાં સ્વાસ્થ્ય એવમ્ દીર્ઘાયુનાં અપરિહાય નિયમાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે, પરન્તુ આજે પ્રજા એ નિયમાના પ્રાણુથી સ્વલ્પ જ પરિચિત છે, જે સ્વાસ્થ્ય-વક અને સંરક્ષક આચારાનુ પાલન થઈ રહ્યું છે. તે ધર્માંની છાપને કારણે જ, પરન્તુ આયુર્વેદનાં સમ્યક્દનની નિતાન્ત આવશ્યક્તા છે.
કહેવાની ભાગ્યે જ આવશ્યકતા રહે છે કે માનવ–સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં જેટલા કાળા મનુષ્યોના છે એનાં કરતાં પશુ પક્ષીઓને જરાયે એછે નથી, તેમ જ ગિરિ-કન્દરાએ પણ અનુપેક્ષણીય છે, કારણ કે માનવ મનેાન્નયનમાં પ્રાકૃતિક સૌન્દર્યસમ્પન્ન સ્થાનો પણ મુખ્ય ભાગ ભજવે છે, પ્રકાશના આ પ્રતીકેા પર ઉપયુક્ત કથન કુતૂહલ ઉપ્તન્ન કરે તેવું છે, પરન્તુ એવું સત્ય ગંભીર ચિન્તન બાદ સમજાય એવું છે. આપણા અધ્યાત્મપ્રધાન રાષ્ટ્રમાં પલ્લવિત–પુષ્પિત સંસ્કૃતિની તમામ ધારાઓના પ્રારંભિક ઇતિહાસથી જણાય છે કે મુનિયતિ અને મહર્ષિએ પ્રકૃતિના સ્વસ્થ અને પ્રશાન્ત વાયુમંડલમાં નિવાસ કરીને વિશ્વ કલ્યાણવાંછુ સ ંસ્કૃતિનું તલસ્પર્શી મનન કર્યું હતું, તેનું દૃષ્ટિબિંદુ વિશાલ અને વ્યાપક હતું, એટલે જ પ્રકૃતિના સુરમ્ય પ્રાંગણમાં વસી કઠેર સાધનામય વનની પ્રયાગશાળામાં સત્યના મૌલિક પ્રયાગા દ્વારા તેઓએ જે જે અનુભવે કર્યાં એજ આપણી અમર નિધિ-સમ્પત્તિ છે, ઉત્કષના આધાર છે, અન્તમુખી જીવન યાપનમાં તન્મય અનાકાંક્ષી મહાપુરુષાએ જેવી રીતે અન્તઃસૌન્દર્ય પ્રજાગરણા આત્મગવેષણાના ગહન ક્ષેત્રમાં ક્રાન્તિપૂર્ણ પ્રગતિ પણ કરી શકયા તેવી જ રીતે તેઓ બાહ્ય સ્વાસ્થ્ય પર યથેષ્ટ ધ્યાન આપી જનસમુદાય સમક્ષ આદર્શ મૂકી ગયા, સ્વાસ્થ્ય એવમ્ દીર્ઘાયુના મૂળભૂત સિદ્ધાન્તા પર વેધક વિચાર કરતી વેળા તેએએ અસીમ મનન અને આવિષ્કાર કરી અદ્યતન ભૌતિક દૃષ્ટિએ ગણાતા સર્વ સાધન સમ્પન્ન યુગ માટે અભૂતપૂર્વ ચમત્કાર સર્યાં, એમ કહેવામાં લેશ માત્ર પણ અત્યુક્તિ નથી.
અતીત
ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરતાં અનુભવાય છે કે અન્ય શાસ્ત્રાપેક્ષયા આયુર્વેદની કાલ-ક્રમિકતા અધિક ચિન્ત્ય છે, અદ્યાવધિ આયુર્વેદનાં સર્વાંગપૂર્ણ ઈતિવૃત્ત પર અભિનવ પ્રકાશ પાડી શકે એવા