________________
Οι
ઉપશમત ? કાલિકાચાર્ય જે માત્ર રસાયણ શાસ્ત્રના સૈધાન્તિક વિદ્વાન જ ન હતા, પરંતુ રસશાસ્ત્રના સક્રિય જ્ઞાતા પણ હતા. જેને પરિણામે તેમણે શક્તિ અર્જિત કરી નરપિશાચ અવંતીપતિ ગઈ ભિલ્લ પાસેથી પેાતાની બહેન સરસ્વતીને મુક્ત કરાવી. આવા તે। અનેક દાખલા ઇતિહાસના સ્વર્ણિમ પાનાઓ ઉપર નાંધાયેલા છે. અત્રે મારે ખૂબ જ ભારપૂર્વક જણાવવું જોઇએ કે આવા પ્રસંગેા એ સમયના છે કે જ્યારે શ્રમણ જીવનમાં સ્વલ્પ શૈથિલ્ય પણ અક્ષમ્ય અપરાધ ગણાતા. અત્રે એ પણુ ન ભૂલવું જોઈએ કે તપાગચ્છીય આચાય દેવસુંદરસૂરિ અને સામસુદરસૂરિના શિષ્ય સમુદાયમાં પ્રત્યેક વિષયના પારદર્શક વિદ્વાન મુનિઓ, આચાર્યાં તે સમયમાં વિદ્યમાન હતા. જેમના વૈદ્ય વિદ્યા વિશારદ અને ધન્વંતરી અવતાર જેવા ચિકિત્સાપાષક બિરુદ પ્રાચીન જૈન સાહિત્યમાં દષ્ટિગાચર થાય છે. આચાય મલયગિરિએ પણ મત્રઔષધિઓના મહાન મહિમા ગાયા છે. પ્રસંગવશ જણાવ્યા વગર રહેવાતું નથી કે શ્વેતાંબર જૈનેાની અપેક્ષાએ પૂજ્યપાદ ગ્રાદિત્યાચાર્ય આદિ દિગમ્બર જૈનાચાŕએ આયુર્વેદ પર વિશિષ્ટ ધ્યાન આપી તત્પરક એવા સિદ્ધાંતાનું સમન કયુ છે, જેને આપણે નિઃસ'કાચ મૌલિક અન્વેષણ અને ચિંતનની સંજ્ઞાથી અભિહિત કરી શકીએ. કહેવાનેા આશય એ છે કે વૃદ્ધત્રયી અને લત્રયીમાં અસ કેતિત વિષયાને સમાવેશ ઉપયુક્ત જૈનાચાર્યાંએ કરી પેાતાના બહુમુખી જ્ઞાન અને અનુભવ દ્વારા અહિંસાના માધ્યમથી સમાજની સાચી સેવા કરી છે.
જૈન આમ્નાય ગ્રંથ
પુરાતન જૈનાચાર્યાંની વૈયક્તિક સ્વાધ્યાય પાથીઓમાં પ્રસંગતઃ જ્યાતિષ, શકુન, અને આયુર્વેદને લગતા અગણિત પ્રયાગા પ્રાપ્ત થાય છે. જે તેમના જ નહીં, પરંતુ પારંપરિક પરિક્ષિત હોય છે. નાગપુરીય તપાગચ્છના સુવિખ્યાત આચાય હેમહસસૂરિની સ્વાધ્યાય પુસ્તિકા મારા હસ્તલિખિત ગ્રંથ સંગ્રહમાં સુરક્ષિત છે જે સ. ૧૪૭૧ થી તેમના પછી પણ સ. ૧૫૬૦ સુધી તેમની પર’પરાના અન્ય આચાર્યોં દ્વારા લખાતી રહી છે. એમાં હેમહુ’સસૂરિના સ્વકરકમલાંકિત આયુર્વેદના શતાધિક શતસાનુભૂત પ્રયાગે! અંકિત છે, જેનું ચિત્ર આ ગ્રંથમાં અન્યત્ર પ્રકાશિત છે. એવી જ રીતે ભાગ્યે જ જૈન ભડારામાં એવા વિવિધ વિષય સપાષક ગુટકા મળશે, જેમાં ચિકિત્સાશાસ્ત્રને લગતા પ્રયાગે પ્રભૂત પરિમાણમાં પ્રાપ્ત ન હોય.
જૈનએ આયુર્વેદ વિજ્ઞાનને ત્રિકેાણ સેવા સમર્પિત કરી ભારતીય સંસ્કૃતિના અત્યાવશ્યક અંગની રક્ષામાં ઉલ્લેખનીય સહયોગ આપ્યો છે. સર્વ પ્રથમ મૌલિક સાહિત્યનું સર્જન કરી અનુભૂત પ્રયાગે દ્વારા ચિકિત્સા જગતમાં અભૂતપૂર્વ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેમનુ મૌલિક ચિંતન ચિકિત્સાના ક્ષેત્રમાં પણ અહિંસાના દૃષ્ટિબિંદુ પર કેંદ્રિત હતું. અર્થાત્ પ્રાણીજ ચિકિત્સાને સમાવેશ જૈન આયુર્વેદમાં લગભગ નથી કરવામાં આવ્યા. વાનસ્પતિક તથા રસ–ધાતુ વિદ્યાના જ વિકાસ કરવામાં આવ્યા છે. જીવન વિકાસના તમામ ક્ષેત્રામાં સંસ્કૃતિને વિસ્તૃત કેમ કરી શકાય ?
દ્વિતીય, માધવનિદાન, યાગચિન્તામણિ, ત્રિશતિ, વાગ્ભટ્ટ, લેાલિમરાજ, સાર ગધર જેવા ગ્રંથાનાં પદ્યાત્મક અનુવાદ તથા ગદ્યાત્મક વિવેચને લખી લોકભાગ્ય ચિકિત્સાને પ્રેત્સાહન આપ્યુ છે. જૈતાની સર્વાધિક ઉલ્લેખ્ય સેવા તે વિભિન્ન રેગેા પરના અનેક પ્રયાગાનું આકલન છે. આવા સંગ્રાહાત્મક ગ્રંથા જૈન ભંડારામાં જૈન યુતિમુનિએ દ્વારા પ્રતિલિપિત સહસ્રાધિક પ્રા'ત થાય છે.
ભારતીય શિક્ષા અને ચિકિત્સાની ક્રમિક વિકસિત પરંપરાના ઋતિહાસપર દૃષ્ટિપાત કરતાં જણાય છે કે આ દેશમાં એક સમય એવા પણ હતા કે જ્યારે શિક્ષા અને સ્વાસ્થ્યનું દાયિત્ય ધર્માચાર્યાં પર નિભર હતું. એને કારણે વિશેષ કરીને પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં અનેક સ્થાને જૈન યંતિ અને