________________
- સંકલયિતાએ ધાતુ સ્તંભન વિષયક પ્રયોગો આપતાં સિંહવાહની ગુટિકાને પણ ઉલ્લેખ કર્યોછે, જે મહારાણા કુંભા સેવન કરતા હતા. યદ્યપિ દ્રવ્ય ગુણ વિજ્ઞાનની અપેક્ષાએ દ્રવ્યો સાધારણ પ્રતીત થશે. પરંતુ ગુણ દૃષ્ટા એ ગુટિકા અત્યંત અવ્યથ મહૌષધ છે. એવી જ રાજા જગન્નાથની. કામેશ્વર ગુટિકા છે. રાજકીય જીવન સામાજિક દષ્ટિએ મધ્યકાળમાં મેભાનું સ્થાન ગણાતું. પરંતુ રાજાની અવકૃપાનું પરિણામ ભોગવવાનું જોખમ પણ તેમાં રહેતું જ. વિષપ્રયોગો દ્વારા અથવા પ્રત્યક્ષ
શ્રાથી ભરાયેલા માનવીની કરુણું ઈતિહાસ રાજકીય જીવન સાથે સંકળાયેલા છે. વિશેષ કરીને મંદ વિષ દ્વારા એકબીજાની પ્રતિસ્પર્ધામાં જોડાયેલા માણસનું નિકંદન કાઢવામાં આવતું જેમાં વાઘની મૂછનો વાળ મુખ્ય ગણુતો. એટલે જ આ સંકલનમાં વિશેષરૂપે ““વાઘ બાલ વિષનાશ ના પ્રયોગો નૈધ્યા છે.
- આયુર્વેદના સંગ્રહ પર વિચાર કરતાં દેશી પ્રચલિત મુદ્રાઓની ઉપેક્ષા ન થઈ શકે. યદ્યપિ શાસ્ત્રીય ગ્રંથમાં માસા, તાલા, કષ આદિનું માપ વ્યવસ્થિતરૂપે વર્ણિત છે. પરંતુ વિભિન્ન પ્રાંતીય વિદ્વાન દ્વારા એકત્ર કરાયેલા આવા પ્રયોગોમાં પરિમાણુરૂપે તે તે દેશમાં ચાલતા સિકકાઓનો ઉલ્લેખ જોવામાં આવે છે. ઉદાહરણથ: આ સંગ્રહમાં લગભગ શેરશાહીનું માપ વધારે જોવામાં આવે છે. આ શબ્દનું તાત્પર્ય એટલું જ છે કે મહારાણા રાજસિંહ અને તેના પછી પણ મેવાડમાં શેરશાહસૂરીના સિકકાઓનું પ્રચલન હતું. એવા બીજા પણ દ્રશ્ન આદિ સિકકાઓના સંકેત તાત્કાલીક અર્થ વિનિમય પર પ્રકાશ પાડે છે. ગ્રંથ સંકલયિતા
પ્રસ્તુત સંગ્રહના આકલક ઋષિ પીતાંબર વિજ્યગચ્છીય આચાર્ય વિનયસાગરસૂરિના શિષ્ય હતા. યદ્યપિ નૈતિક આધ્યાત્મિક સાહિત્યના વિકાસમાં વિજયગચ્છના સૂરિ અને મુનિઓનો ફાળો લેશમાત્ર ઓછો નથી, પરંતુ એ ગચ્છનું સાહિત્ય જ્યાં તે ગચ્છની વિશિષ્ટ પ્રવૃત્તિ હતી. ત્યાંના સંગ્રહાલયમાં તેના સમુદ્ધારની પ્રતિક્ષા કરી રહ્યું છે. મારા કહેવાનો આશય એ છે કે મેવાડ, અને હાડતી પ્રદેશમાં વિજયગ૭ના કલ્યાણસાગરસૂરિ, વિનયસાગરસૂરિ, સુમતિસાગરસૂરિ તથા હિંદી સાહિત્યના સમર્થ સમીક્ષક ઋષિમાન આદિનું વિશિષ્ટ સમ્માન હતું એમ તત્રસ્થ પ્રાપ્ત સાહિત્યના આધારે જણાઈ આવે છે. આ ગ૭ મુનિવર મેહનો લખેલો સંવત ૧૭૫૬ નો એક ગુટકે મારા સંગ્રહમાં સુરક્ષિત હતો. જેમાં વિનયસાગરસૂરિ આદિ એતદ્દગચ્છીય મુનિવરોની અજ્ઞાત રચનાઓ પ્રતિલિપિત હતી. વિનયસાગરસૂરિ સ્વયં સમર્થ ઉપદેશક અને રસસિદ્ધ કવિ હતા. મહારાણુ રાજસિંહના સમયમાં તેઓ વિદ્યમાન હતા. યદ્યપિ તેમના વૈયક્તિક જીવન પર અધિક પ્રકાશ પાડી શકે. તેવા ઐતિહાસિક પ્રમાણમાં પ્રાપ્ત નથી, પરંતુ તેમની જ શિષ્ય પરંપરામાંના મુનિ મેહને તેમની પ્રશંસામાં જે પદ્ય આલેખ્યું છે તે પરથી જણાવે છે કે આચાર્ય વિપ્ર કુલિન ગોકલની અર્ધાગિની લખમાદેવીના પુત્ર હતા. આચાર્યશ્રીન ઉદયપુર સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ હતો. ત્યાંના પ્રતિષ્ઠિત નાગરિક
૧-૨ કલ્યાણસાગરસૂરિ અને સુમતિસાગરસૂરિ રચિત પદ્યાત્મક કૃતિઓ માટે રાજસ્થાનને અજ્ઞાત સાહિત્ય વૈભવ” દૃષ્ટવ્ય છે. સંકલિક મુનિ કાન્તિસાગર. ' - ૩ મુનિ કાતિસાગરઃ-નાગરી પ્રચારિણી પત્રિકા. વર્ષ ૬૭, અંક ૪.
જ મેં મારા હસ્તલિખિત જે ગ્રન્થ રાજસ્થાન ઓરિસેંટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, ચિત્તોડ શાખાને ભેટ આપ્યા, તેમાં આને પણ સમાવેશ થાય છે,