________________
ગણધરવક્તવ્યતા દ્વારગાથા(નિ. ૬૪૨) કોય ૧ साम्प्रतमेतेषामेव वक्तव्यताशेषप्रतिपिपादयिषया द्वारगाथामाह खेत्ते काले जम्मे गोत्तमगारछउमत्थपरियाए ।
केवलिय आउ आगम परिणेव्वाणे तवे चेव ॥ ६४२ ॥ दरगाहा
एकारान्ताः शब्दाः प्राकृतशैल्या प्रथमैकवचनान्ता द्रष्टव्याः, ततश्च गणधरानधिकृत्य क्षेत्रं - जनपदग्रामनगरादि तद्वक्तव्यं जन्मभूमिः, तथा कालो नक्षत्रचन्द्रयोगोपलक्षितो वाच्यः, जन्म 5 वक्तव्यं, तच्च मातापित्रायत्तमित्यतो मातापितरौ वाच्यौ, गोत्रं यद्यस्य तद्वाच्यम् 'अगारछउमत्थपरियाए ' त्ति पर्यायशब्दः उभयत्राप्यभिसम्बध्यते, अगारपर्यायो - गृहस्थपर्यायो वाच्यः, तथा छद्मस्थपर्यायश्चेति तथा केवलिपर्यायो वाच्यः, सर्वायुष्कं वाच्यं तथा आगमो वाच्यः, कः कस्यागम आसीत् ?, परिनिर्वाणं वाच्यं, कस्य भगवति जीवति सति आसीत् कस्य वा मृते इति, तपश्च वक्तव्यं, किं केनापवर्गं गच्छता तप आचरितमिति ?, चशब्दात्संहननादि च वाच्यम्, इति गाथासमुदायार्थः ॥ 10 इदानीमवयवार्थः प्रतिपाद्यते तत्र क्षेत्रद्वारावयवार्थाभिधित्सयाऽऽह
—
અવતરણિકા : હવે એઓની (=ગણધરોની) જ વક્તવ્યતાશેષને પ્રતિપાદન કરવાની ઇચ્છાથી દ્વારગાથાને કહે છે
ગાથાર્થ : ક્ષેત્ર—કાળજન્મ—ગોત્ર—અગાર–છદ્મસ્થપર્યાય—કેવલિ—આયુ—આગમ—પરિનિર્વાણ અને તપ.
ટીકાર્થ : મૂળગાથામાં આપેલા ‘“શ્વેત્તે ા ...’વિગેરે શબ્દો પ્રાકૃતશૈલીને કારણે ‘એ’કારાન્ત છે. તે બધા શબ્દો પ્રથમા એકવચનાન્ત જાણવા. (સપ્તમી વિભક્તિ સમજવી નહીં.) તેથી ગણધરોને આશ્રયી ક્ષેત્ર = જનપદ—ગ્રામ—નગરાદિ જન્મભૂમિ કહેવા યોગ્ય છે. (અર્થાત્ કયા ગણધરની
કઈ જન્મભૂમિ હતી તે કહેવી), તથા નક્ષત્ર–ચન્દ્રયોગથી જણાતો કાળ કહેવા યોગ્ય છે (અર્થાત્ કયા ગણધરના જન્મસમયે કયું નક્ષત્ર ચન્દ્ર સાથે યોગ પામ્યું હતું ? તે કહેવું.), જન્મ કહેવો 20 અને તે જન્મ માતાપિતાને આધીન છે માટે માતાપિતા પણ કહેવા યોગ્ય છે, જેનું જે ગોત્ર હતું તે ગોત્ર કહેવું.
15
‘‘અરછમસ્થરિયા' અહીં પર્યાયશબ્દ ઉભયત્ર=બંને શબ્દો સાથે જોડવો, તેથી અગારપર્યાય=ગૃહસ્થપર્યાય અને છદ્મસ્થપર્યાય કહેવા યોગ્ય છે, તથા કેવલિપર્યાય કહેવા યોગ્ય છે, સર્વાયુષ્ય કહેવા યોગ્ય છે તથા કોને કેટલું આગમ હતું ? તે કહેવા યોગ્ય છે, તથા પ્રભુની 25 હાજરીમાં કોનું નિર્વાણ થયું અને ભગવાનના નિર્વાણ પછી કોનું નિર્વાણ થયું ? તે કહેવા યોગ્ય છે, તથા મોક્ષમાં જતી વખતે કોણે કયો તપ આચર્યો હતો ? તે તપ કહેવા યોગ્ય છે અને મૂળગાથામાં આપેલા ‘‘=’ શબ્દથી સંઘયણાદિ કહેવા યોગ્ય છે. આ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ કહ્યો. ૫૬૪૨॥
અવતરણિકા : હવે અવયવ-અર્થ પ્રતિપાદન કરાય છે. તેમાં પ્રથમ ક્ષેત્રદ્વા૨રૂપ અવયવના • અર્થને કહેવાની ઇચ્છાથી કહે છે
30