Book Title: Arhat Dharm Prakash Author(s): Kirtivijay Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir View full book textPage 8
________________ ઉપઘાત એ તે એક સ્વાભાવિક વાત છે કે કોઈ પણ વ્યક્તિ રોગગ્રસ્ત સ્થિતિમાં ગમે તે ઉપાયે રોગમુક્ત થવા ફાંફાં માર્યા વિના નથી રહેતી, પરંતુ રોગના ઉપાય માટે યોગ્ય સાધનસામગ્રી મળે નહિં ત્યાંસુધી તેના મને રથ પાર નથી પડતા. તે જ રીતે લેહીમાંસ અને મુત્રાદિ જુગુપ્સાપ્રેરક પદાર્થોથી ભરેલા ગંધાતા દેહના કારાવાસમાં જન્મ, જરા અને મૃત્યરૂપી મહારોગની યાતનામાંથી મુક્ત થવાની આતુરતા બુદ્ધિશાળી એવા માનવપ્રાણીમાં હેવી સ્વાભાવિક છે. અને તે સંબંધી અનેક વિચાર અને ઊહાપોહ થવો પણ અનિવાર્ય છે. માનવ વર્ગના આવા પ્રકારના સર્વિચારને દાર્શનિક વર્તન (Philosophic attitude) કહેવાય છે. ખાસ કરીને આપણું ભારતવાસીઓના આત્મશ્રદ્ધાના પ્રબળ સંસ્કારોને કારણે તેઓનો પ્રદેશ ફીલફિના મનન અને મંથનમાં વધારે પ્રમાણમાં હોવાથી મુક્તિવાદ આપણા દેશ મહામંત્ર બને છે, અને ભારતની દશે દિશામાં “લા વિદ્યા યા વિમુ”નું બ્રહ્મવાક્ય ગુંજી રહ્યું છે, પરંતુ મુક્તિમાર્ગને નિષ્ક ટક, નિરાબાધ અને સુલભ રીતે મળી શકે તેવો બનાવવા માટે “આહતદર્શન (જૈન દર્શન) ”ને જ સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે છે, કારણ કે મુક્તિમાર્ગની સિદ્ધિને માટે વ્યવસ્થિત અને પદ્ધતિસર સાધન-સામગ્રીની રચના તેમજ યોજના સર્વાંગસુંદર જેવા આ દર્શનમાં જોવા મળે છે તેવી અન્ય દર્શનેમાં નજરે નથી પડતી. • જો કે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ વિગેરે પાંચ મૂળભૂત સિદ્ધતિ (Fundamental Principles) લગભગ બધા જ દર્શને માને છે, પરંતુ તેને જીવનમાં (Practicable in the life)Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 88