Book Title: Arhat Dharm Prakash Author(s): Kirtivijay Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir View full book textPage 6
________________ નાંખવા સમર્થ છે. ફક્ત જરૂર છે તેના પ્રચારની અને તે દિશામાં આ પુસ્તિકા કિંચિત પ્રયાસરૂપ છે. - કવિકુલતિલક પૂજ્ય મુનિરાજશ્રી શ્રી કીર્તિવિજ્યજી મહારાજ આ વિષયમાં અતિ ઉત્કટ પ્રેમ ધરાવે છે. તેઓશ્રી પોતાના વિહારમાં કે સ્થિર ચાતુર્માસમાં, જાહેર પ્રવચન દ્વારા કે વ્યાખ્યાન પ્રસંગે પણ જૈન ધર્મના આવા મૌલિક સિદ્ધાંતની સમજણ આપવાની એક પણ તક જતી કરતાં નથી. આજના જટિલ પ્રશ્નોને ઉકેલ જૈનદર્શનના સિદ્ધાંતમાં છે, તેને સ્વીકાર ફક્ત દર્શનશાસ્ત્રીઓ જ નહિ પરંતુ સમાજશાસ્ત્રીઓ પણ કરવા લાગ્યા છે, અને અજાયબ થવા જેવી હકીક્ત એ છે કે વૈજ્ઞાનિકે, વર્ષોની જહેમત અને લાખોના ખર્ચે જે શોધખળ કરી વિશ્વ સમક્ષ રજૂ કરે છે, તે “જૈનદર્શન”ને જ્ઞાની સંતપુર દર્શાવી ગયેલા હોય છે. આ લઘુ પુસ્તિકાને લાંબી પ્રસ્તાવનાની જરૂર નથી. આ પુસ્તિકાને પ્રાપ્ત વિખ્યાત અને નામાંક્તિ પંડિતએ “જૈન દર્શન”ની મૌલિકતા, શ્રેષ્ઠતા અને વ્યવહાતા સંબંધે જે નિખાલસ અભિપ્રાય વ્યક્ત કર્યા છે, તે વાંચવાનું સૂચન કરી પૂ. મુનિરાજશ્રી કીતિવિજયજી મહારાજના આ પ્રયાસ બદલ અભિનંદન આપી વિરમું છું. દિવ્ય.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 88