Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 5
________________ પ્રાસ્તાવિક જગતનાં સર્વ દર્શનેમાં જૈનદર્શન કે જૈનધર્મ એ અતીદ્રિય ધર્મ છે. જૈન દર્શનની મૌલિકતા માટે કંઈ પણ કહેવું–લખવું તે હવે ધૂળે દિવસે સૂર્યને બતાવવા જેવી ચેષ્ટા છે. જૈનધર્મ પૂર્ણ આધ્યાત્મિક દર્શન છે. તેમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિનાં પ્રાણીઓને અનુલક્ષીને ઉન્નતિક્રમના વિવિધ સોપાન દર્શાવવામાં આવેલ છે. આ લઘુ પુસ્તિકામાં તે સર્વને માત્ર નામ-નિર્દેશ કરવામાં આવે તે પણ સ્થાનાભાવ રહે; છતાં પણ અતિ મહત્વના વિષયે જેવા કે કર્મ, ઈશ્વર, કર્તા, આત્મા, સ્યાદ્વાદ, પદ્રવ્ય, તપશ્ચર્યા વિગેરે વિષય અતિ સંક્ષિપ્ત રીતે સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે. - જેમ દીપકનો સ્વભાવ અંધકારમાં પ્રકાશ કરવાનો છે, તેમ આ પુસ્તિકા જે જે સ્થળે વંચાશે, ત્યાં ત્યાં જૈન ધર્મનું હાર્દ સમજવા માટે એક દીપકની ગરજ સારશે. - જૈન દર્શનના પ્રચારથી અને જૈન ધર્મીઓના સંસર્ગથી હવે પુન(ર્જન્મ અને પૂર્વભવ લગભગ સૌજનસમ્મત વિષ બની ગયા છે. એવી જ રીતે જૈન ધર્મના બીજા મુખ્ય મુખ્ય સિદ્ધાંતો પણ આમ જનતાનાં. હૃદય સુધી પહોંચી ગયા છે અને તેમાંય ખાસ કરીને લેકે “અહિંસા”—: ના સ્વરૂપને વિશેષ સ્વીકારતાં અને સમજતાં શીખ્યા છે. જૈન ધર્મને “રત્નોનો નિધિ” એવી ઉપમા આપી શકાય; કારણ કે સ્યાદવાદ કર્મ ફિલસૈફી, પાંચ મહાવ્રત વગેરે તેનાં જાજવલ્યમાન , રત્નો છે, જે સ્વયં પ્રકાશવા ઉપરાંત અન્યને પણ સ્વતેજથી આંજી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 88