Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 7
________________ (( ૫ ) Hunters અને અમેરિકા અમેરિકામાં વનવિભાગ ખૂબ જ સજાગ છે. એક ખિસકોલીને પણ ઊની આંચ ન આવે, એના માટે તે સારી તકેદારી રાખે છે. આ જે વાત છે તે માનવોના શિકારીઓની છે. અમેરિકામાં અનેક એવા જાહેરસ્થળો છે, જે જોવામાં તો શાંત અને શિસ્તબદ્ધ લાગે છે, પણ ત્યાં કોણ ક્યારે રિવોલ્વર તાકીને નિર્દોષ માણસોની આડેધડ હત્યા કરી નાખશે, એનો કોઈ જ ભરોસો નથી. મોટા ભાગના અમેરિકનો – આવી કોઈ હિંસક ઘટના તેમની હાજરીમાં થશે તો ? એવી આશંકાથી ભયભીત છે. ઘર હોય કે સ્કૂલ હોય, હોટલ હોય કે કોર્ટ હોય, લાઈબ્રેરી હોય, સુપર માર્કેટ હોય, થિયેટર હોય કે રસ્તો હોય, ગમે ત્યાં અચાનક ગોળીઓ છૂટી શકે. - ન્યૂજર્સીના અગ્રણી સાઇક્રિયેટ્રિસ્ટ (માનસ ચિકિત્સકો કહે છે : “અમેરિકા હવે વધુ કાયદાવિહોણો સમાજ બની ગયો છે.” માનસ ચિકિત્સક ડૉ. લેવાઈન કહે છે : લોકો તેમની હતાશા - તેમનો રઘવાટ ગમે તે નિર્દોષ નાગરિકો પર ઠાલવે છે.” એ પાગલ હત્યારાઓમાં પણ એટલી ‘સમજ' હોય છે, કે રેસ્ટોરામાં ઘૂસી જઈ આડેધડ ગોળીબાર કરીને તેઓ જેટલી વધુ લાશો ઢાળશે, તેટલી તેમને વધુ પ્રસિદ્ધિ મળશે. અમેરિકાના પ્રત્યેક ઘરમાં તેમનું નામ ગાજશે. ભલું હશે તો તેમના પર ફિલ્મ બનશે. આવું વિચારીને તેઓ જાતજાતના સ્ટંટ કરવા પ્રેરાય છે. બેધડક રીતે જીવસટોસટના આંધળુકિયા કરે છે. પોતાનું અને બીજાનું જોખમ લે છે. ચારે બાજુ આવું વાતાવરણ જોઈ જોઈને લોકોમાં એવી છાપ પડે છે કે “હવે પોલીસ અને ન્યાયતંત્ર અસરકારક નથી રહ્યા. પછી તેઓ પોતાના રક્ષણની જવાબદારી પોતાના પર જ લે છે. રિવૉલ્વર ખરીદે છે. તેમનામાંથી જેની જેની મગજની કમાન જ્યારે જ્યારે છટકી જાય છે, ત્યારે ત્યારે જાહેર – અમેરિકા જતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64