________________
થી ૧૫% વ્યાજ ચૂકવવું પડે છે. આજે અમેરિકામાં કુલ Consumer credit debt સેંકડો બિલિયન ડોલર્સ છે.
એમાં ય જો ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય, તો કોઈ લેભાગુ તેનાથી ૪/૫ હજાર ડૉલરની ખરીદી કરી આવે. એટલે તમે બરાબર ફસાઈ જાઓ. ક્રેડીટ કાર્ડ ખોવાઈ જાય, એની ટ્રેજેડીમાં તમારા ખભે હાથ મૂકવા માટે ત્યાંની ઈંશ્યોરન્સ કંપનીઓ તૈયાર છે. તમારે પહેલાથી તમારા ક્રેડીટ કાર્ડ્સનો વીમો કઢાવી રાખવાનો. પણ જ્યારે તમે એના માસિક પ્રિમિયમ્સ ભરવાના ચાલુ કરો, ત્યારે તમને લાગે છે કે ખભા પરના એ હાથે તમારું ગળું પકડી લીધું છે. અમેરિકામાં એવા પણ સગૃહસ્થો છે, જેમણે એક દેવું પૂરું કરવા માટે બીજું ક્રેડીટ કાર્ડ લીધું હોય અને એમ કરતાં કરતાં ક્રેડીટ કાર્ડ્સની લાંબી લચક લંગાર થઈ ગઈ હોય. હવે તેઓ એક ખૂબ મોટું દેવું કરીને નાના-નાના બધાં જ દેવા ભરપાઈ કરી દેવાનો પ્લાન બનાવી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ્સ એ વિષચક્ર છે, એવું તેમને સમજાયું, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું છે.
એલચી : અમેરિકા ગયા પછી તમે ક્રેડિટ કાર્ડ્સથી બચી શકશો ? કદાચ તમે બચી જશો તોય તમારા સંતાનો બચી શકશે ? કદાચ તમે બધાં બચી જાઓ, તોય ત્યાંના નહીં બચેલા લોકોથી તમે બચી શકશો ?
Facilities અને અમેરિકા
જાણકારો અમેરિકા જવા ઇચ્છુક વ્યક્તિને એક સચોટ સલાહ આપે ‘અમેરિકામાં જામવું હોય તો ત્રણ વાતો યાદ રાખવાની
છે
ચાલશે
ભાવશે અને ફાવશે. બધું જ ચલાવી લેવાનું, બધું જ ફવડાવી લેવાનું અને
૨૬
-
李
બધું જ પ્રિય બનાવી લેવાનું. તમારી ઇચ્છા પ્રમાણે જ બધી વસ્તુઓનો આગ્રહ કર્યો, તો પછી અમેરિકા તમારા માટે નથી.’
‘અમેરિકા તો ધરતીનું સ્વર્ગ છે. ત્યાં તો ખૂબ જલસા છે.' વગેરે
અમેરિકા જતાં પહેલાં
-
૨૯