________________
(૫૪)
Ramayan અને અમેરિકા
રામાયણની એક રસપ્રદ ઘટના છે. શ્રીરામ જ્યારે લંકા પર આક્રમણ કરવાની તૈયારીમાં હતા, એ સમયે રાવણ પૂરેપૂરો ગભરાઈ જાય છે. શ્રીરામની અને તેમના એક એક યોદ્ધાની શક્તિ જાણીને એના હાજા ગગડી જાય છે. કુંભકર્ણ તો ભરનિદ્રામાં છે, હજી કદાચ એના ઉઠવાને ર/૩ મહિનાની વાર છે, પણ હવે એને ઉઠાડ્યા વિના કોઈ છૂટકો જ નથી, એમ સમજીને રાવણ એના કાન પાસે જોર-જોરથી નગારાં વગડાવે છે. એને જોર જોરથી ઢંઢોળે છે. છેવટે કુંભકર્ણ એક મોટું બગાસું ખાઈને બેઠો થાય છે. થોડી નારાજગી સાથે કહે છે, “મને કેમ ઉઠાડ્યો ?” રાવણ પોતાની રામકહાની કહે છે : “હું સીતાને ઉપાડી લાવ્યો. હનુમાને આવીને અશોકવન ખેદાનમેદાન કરી દીધું. લાત મારીને મારો મુગટ પાડી નાખ્યો. જતાં જતાં આખી લંકાને ભડકે બાળી. બિભીષણ કેટલીય અક્ષોહિણી સેનાઓને લઈને દુશ્મનના પક્ષમાં જતો રહ્યો. હવે એ બધા મારા પર તૂટી પડવાની તૈયારીમાં છે. સીતા તો જશે જ. કદાચ રાજ પણ જશે ને પ્રાણ પણ જશે.”
રાવણ અધ્ધર શ્વાસે બોલતો જ જાય છે અને કુંભકર્ણ ઠંડે કલેજે સાંભળી રહે છે. છેવટે રાવણ ચૂપ થાય છે. પ્રતિભાવની અપેક્ષા સાથે કુંભકર્ણની સામે જુએ છે. ત્યારે કુંભકર્ણ શાંતિથી કહે છે, “મોટાભાઈ, મેં સૂતા રહીને ગુમાવ્યું શું ? અને તમે જાગતા રહીને મેળવ્યું શું ?'
અમેરિકન રામાયણની આ આધુનિક ઘટના છે. અમેરિકા જઈને માણસે હળવાશ ગુમાવી, સુખ અને શાંતિ ગુમાવ્યાં, દીકરો અને દીકરી ગુમાવ્યાં, નિશ્ચિતતા અને આનંદ ગુમાવ્યાં, સંસ્કારો અને સંસ્કૃતિ ગુમાવી, પ્રેમ અને લાગણી ગુમાવ્યાં, સંતોષ અને સંપત્તિ ગુમાવ્યાં. વર્ષોનાં વર્ષો સુધી ત્યાં મથામણ કર્યા પછીય એના માથે “લોન' (દવું) છે. ત્યારે આપણે એમને એક જ પ્રશ્ન કરવા જેવો છે – “ભારતમાં રહીને અમે ગુમાવ્યું શું? અને અમેરિકા જઈને તમે મેળવ્યું શું ?'
અમેરિકા જતાં પહેલાં
_ ૬૦