Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 62
________________ (૫૬) World war અને અમેરિકા વીસમી સદીમાં થયેલા અને વિશ્વયુદ્ધો પાછળનું કારણ રાજકીય નહીં, પણ આર્થિક હતું. ૧૮૯૦માં અમેરિકા અને યુરોપમાં ભયંકર મંદી આવી હતી. તે મંદીને દૂર કરવા માટે હાથે કરીને પહેલું વિશ્વયુદ્ધ ઊભું કરાયું હતું. ૧૯૧૪થી ૧૯૧૭ સુધી ત્યાંની શસ્ત્ર બનાવતી કંપનીઓએ મોટા પ્રમાણમાં શસ્ત્રો વેચીને મંદીને દૂર કરી હતી. ૧૯૩૦માં ફરી મોટી મંદી આવી. એ સમયે અમેરિકાની હથિયારો બનાવતી સૌથી મોટી કંપની હતી I.T.T. (International Telephone & Telegraph) તેનો ચીફ એજન્ટ-ફેટરેક ન્યુલર કોઈ રીતે હિટલરનો રાઇટ હેન્ડ બની ગયો. હિટલર યુદ્ધ કરવા રાજી ન હતો, પણ તેણે તેને યુદ્ધ કરવા માટે ઉશ્કેર્યો. હિટલરે કહ્યું, “મારી પાસે શસ્ત્રો નથી.' ન્યૂલરે કહ્યું, “શસ્ત્રો બનાવતી અમેરિકન કંપની પાસેથી શસ્ત્રો લાવવાની જવાબદારી મારી. હિટલરે કહ્યું, “મારી પાસે પેમેન્ટની સગવડ નથી.” એણે કહ્યું, “પછી ચૂકવજો.' આ જ રીતે જાપાનને પણ યુદ્ધ માટે તૈયાર કરવામાં આવ્યું. જર્મની અમેરિકાના વિરોધમાં હતું, તોય અમેરિકા તેને શસ્ત્રો વેચતું હતું. અમેરિકા તો સધ્ધર થઈ ગયું. પણ સામે લાખોના લાખો માણસોની લાશ ઢળી ગઈ. અબજોના અબજોનું નુકસાન થયું. ૧૯૪૫માં યુદ્ધ બંધ થયું, તેનું કારણ એટલું જ હતું કે અમેરિકન કંપની પાસે વેચવા માટેનાં શસ્ત્રો ખૂટી ગયાં હતાં. ૧૯૪૫માં અમેરિકાએ યુરોપ સાથે કરાર કર્યા, યુદ્ધમાં ખૂબ જ નુકશાન થતું હોવાથી આપણી ભૂમિમાં કદી યુદ્ધ થવા ન દેવું. પણ બીજાની ભૂમિ પર યુદ્ધ કરવા. શસ્ત્રો બનાવવા અને વેચવા, બીજા દેશોને પરસ્પર લડાવવા. ૧૯૬૦માં ફરી મંદી આવી એટલે અમેરિકાએ વિયેતનામ યુદ્ધ કરાવ્યું. આ યુદ્ધમાં અમેરિકા બંને પક્ષોને શસ્ત્રો વેચતું હતું. ગલ્ફ વૉર, સાઉથ કોરિયા વૉર, સુદાન-લિબિયા વૉર, ભારત-પાકિસ્તાન વૉર, ભારત-ચાઈના વૉર વગેરે નાનાં-મોટાં યુદ્ધો મળીને આજ સુધીમાં અમેરિકાએ ગરીબ દેશોમાં ૩૨૫ યુદ્ધો કરાવ્યાં છે. આ સિવાય ટ્રેડ-વૉર તો ચાલુ જ છે, જેમાં ભ્રષ્ટ અમેરિકા જતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64