Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar
Catalog link: https://jainqq.org/explore/034123/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Before you Go America અમેરિકા જતાં પહેલાં પ્રિયમ્ ♦ પ્રેષક શા. બાબુલાલ સરેમલજી “સિદ્ધાચલ”, સેન્ટ એન્સ સ્કુલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો. ૯૪૨૬૫૮૫૯૦૪ E-mail : ahoshrut.bs@gmail.com Page #2 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧. Opinions અને અમેરિકા ૩૦. Aloneness અને અમેરિકા ૨. Medical અને અમેરિકા ૩૧. Weather અને અમેરિકા ૩. Mental diseases અને અમેરિકા 32. Elegal residency 247 24HRST ૪. Dangers અને અમેરિકા ૩૩. Green Card અને અમેરિકા ૫. Hunters અને અમેરિકા ૩૪. T.V. અને અમેરિકા ૬. News અને અમેરિકા ૩૫. Culture અને અમેરિકા ૭. Insecurity અને અમેરિકા ૩૬. Character અને અમેરિકા ૮. Thieves અને અમેરિકા ૩૭. Marriage અને અમેરિકા ૯. Car-theft અને અમેરિકા ૩૮. Divorse અને અમેરિકા ૧૦. Dust અને અમેરિકા ૩૯. Women અને અમેરિકા ૧૧. Work અને અમેરિકા ૪૦. Parents અને અમેરિકા ૧૨. Week અને અમેરિકા ૪૧. Children અને અમેરિકા ૧૩. Economy અને અમેરિકા ૪૨. Youngsters અને અમેરિકા ૧૪. Lay-off અને અમેરિકા ૪૩. Child abuse અને અમેરિકા ૧૫. Education અને અમેરિકા ૪૪. Relatives ૧૬. Schools અને અમેરિકા ૪૫. Emotions ૧૭. Students અને અમેરિકા ૪૬. Selfishness અને અમેરિકા ૧૮. Transportation અને અમેરિકા ૪૭. Family અને અમેરિકા ૧૯. Sub-way અને અમેરિકા ૪૮. Seniors અને અમેરિકા ૨૦. Cost અને અમેરિકા ૪૯. Pleasure અને અમેરિકા ૨૧. Corruption અને અમેરિકા ૫૦. Dog અને અમેરિકા ૨૨. Colour-gap અને અમેરિકા ૫૧. Fall અને અમેરિકા ૨૩. Honesty અને અમેરિકા પર. Dollar અને અમેરિકા ૨૪. Froad અને અમેરિકા ૫૩. Base અને અમેરિકા ૨૫. Credit cards અને અમેરિકા ૫૪. Ramayan અને અમેરિકા ર૬. Facilities અને અમેરિકા ૫૫. History અને અમેરિકા ર૭. Problems અને અમેરિકા ૫૬. Worldwar અને અમેરિકા ૨૮. Labour અને અમેરિકા 40. Before... INDIA... After ૨૯. Misunderstanding અને અમેરિકા ૫૮. સાવધાન. અમેરિકા જતાં પહેલાં _ Page #3 -------------------------------------------------------------------------- ________________ Opinions અને અમેરિકા અમેરિકા ? માય ફટ. ત્યાં જઈને કપડાં ધોવાના અને વાસણ માંજવાના? વીક-એન્ડનું જ જીવન જીવવા માટે હું સર્જાઈ નથી. સવારે સાતથી સાંજે સાત સુધી દોડતાં-ભાગતાં રહેવામાં કોઈ ગૌરવ નથી. ના ભાઈ ના, ત્યાં તો લાઇફ બહુ જ ઇમ્પર્સનલ છે. બાપે દીકરાની પાઈન્ટમૅન્ટ લેવી પડે. આપણને તો ત્યાંનુ ઘર-ત્યાંનું ખાવાનું બધું જ ફિક્કુ ફસ લાગે છે. આઈ ટેલ યુ, ભારતમાં ઉચ્ચ મધ્યમ વર્ગ અને પૈસાદારોને જે મજા છે, જે નોકર-ચાકરો ને સુખ-સાહેબી છે તે અમેરિકામાં નથી. ત્યાં જઈને શાકભાજીના કાઉન્ટર પર ઊભા રહેવા કરતાં હું અહીં મારી ગાડીમાં દોઢ કિલો શાક મુકાવીને ઘરે પાછી ફરતી ગૃહિણી બનવાનું વધારે પસંદ કરીશ. શાકભાજી ડૉલરમાં વેચવાથી તમે શાકવાળા મટી શકો નહીં. છે અમેરિકામાં શાકાહારી રહી શકાય છે, પણ એ હાથ, એ વાસણો, એ મસાલા, એ અપવિત્રતા એક જ છે. આપણે માત્ર સંતોષ માનવાનો કે આપણે શાકાહારી રહ્યા છીએ. છે ત્યાં ગિફ્ટ શૉપમાં મને એક અમેરિકન લેડી મળી. એ પોતાના પહેલા પતિની પહેલી પત્નીના બીજા લગ્ન પછી એ પહેલી પત્ની ગર્ભવતી થઈ, ત્યારે એના બેબી શાવર્સ(સીમન્ત)ની પાર્ટીમાં જવાની હતી અને બેબી શાવર્સ માટે ગ્રીટીંગ કાર્ડ પસંદ કરવા આવી હતી. કદાચ આવા સમાજને જ પોકેટ કેક્યુલેટરની જરૂર પડે છે. અમેરિકા જતાં પહેલાં Page #4 -------------------------------------------------------------------------- ________________ Medical અને અમેરિકા અમેરિકામાં ડૉક્ટરી સેવા અત્યંત ખર્ચાળ, રફ શબ્દોમાં કહીએ તો ગાભા કાઢી નાંખે તેવી હોય છે. ત્યાંના ભારતીયોના નિકટના સગા કે મિત્રો જ્યારે અમેરિકા આવે, ત્યારે પહેલી ચિંતા તેમને મુલાકાતીઓની તબિયત સાચવવાની રહે છે. માંદા પડ્યા અને ઈંશ્યોરન્સ ન હોય, તો ઘર-બાર વેચી નાંખવા પડે એવી સ્થિતિમાં મુકાઈ જવાય. ઈંશ્યોરન્સ હોય તોય ઉપાધિ છે. પરિવારમાં ચાર જણ હોય તો તેમના હેલ્થ વીમાનું માસિક પ્રિમિયમ જ ઓછામાં ઓછું ૩૦૦-૪૦૦ ડૉલર થઈ જાય. ત્યાંની લગભગ ૧૫% વસતિનો હેલ્થ-વીમો પણ નથી. મામૂલી શરદી થઈ છે. ડૉક્ટરની મામુલી મુલાકાત લીધી છે, તે એક જ મુલાકાતમાં Min. સોથી દોઢસો ડૉલર ચૂકવવા પડે. ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના કોઈ ફાર્મસી દવા ન આપે. મોટી બિમારી હોય, તો ચોક્કસ નિદાન ન થાય, ત્યાં સુધી ડૉક્ટર ઈલાજ ન કરે. નિદાન માટે જવાનું સ્પેશિયાલિસ્ટ પાસે. એ દસ જાતના ટેસ્ટ કરાવે અને તેના ખર્ચનું બિલ એટલું મોટું આવે કે દર્દી બીમારીથી નહીં, બિલ જોઈને વધુ દર્દી' થઈ જાય. ત્યાં સિઝેરિયનથી પ્રસૂતિ થાય એવા સમયે પ્રસૂતાને જો ૪-૫ દિવસ હૉસ્પિટલમાં રહેવું પડે, તો અંદાજે ૨૫ થી ૩૫ હજાર ડૉલર (૧૬ લાખ થી રર લાખ રૂપિયા) નો ચાંલ્લો ચોટે. કલ્પના કરો, બાયપાસ સર્જરી કેટલામાં પડતી હશે ? આરોગ્ય સેવા પાછળ થતો અબજો ડૉલરોનો ખર્ચ કોણે અને કઈ રીતે ભરપાઈ કરવો એ વિષયમાં સર્વ અંગોને આવરી લેતો કોઈ સુસંકલિત કાર્યક્રમ જ નથી. આ પ્રશ્ન રાજકારણીઓથી માંડીને સર્જન ડૉક્ટર્સ સુધીના બધાને મૂંઝવી રહ્યો છે. આરોગ્ય સેવાના દર ભયજનક રીતે વધી રહ્યા છે. આ સ્થિતિમાં મરી જવું પોસાય એમ નથી, બીમાર પડવું નહીં. અમેરિકા જતાં પહેલાં Page #5 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) Mental Diseases અને અમેરિકા અમેરિકાનું જીવન ઘડિયાળના કાંટે કાંટે જેટ વેગથી દોડી રહ્યું છે. માણસ અહીં મશીન બની ગયો છે. આ અતિવ્યસ્ત જીવન માનસિક અજંપો અને અશાંતિ સર્જવામાં મોટો ભાગ ભજવે છે. પરિણામે માનસિક બીમારીઓનું પ્રમાણ અહીં ભયજનક રીતે વધી રહ્યું છે. અહીં હાર્ટ સ્પેશિયાલિસ્ટો પછી સૌથી વધુ માંગ માનસ-ચિકિત્સકોની છે. અમેરિકન પ્રજાનો એક મોટો વર્ગ જીવનમાં એકાદ વાર તો માનસ ચિકિત્સકની સારવાર લઈ ચૂક્યો હોય છે. માનસિક અશાંતિ અને અસ્વસ્થતા એક હદથી આગળ જાય એટલે પાગલખાનામાં વસતિ વધતી જાય છે. અમેરિકામાં પાગલોની હૉસ્પિટલો, પાગલોની જેલો અને પાગલખાનાંઓ મોટા પ્રમાણમાં છે. અમેરિકાની પ્રજાને ભારતીય અધ્યાત્મ, યોગ, ધ્યાન અને સમાધિનું આકર્ષણ જાગ્યું છે. તેનું મુખ્ય કારણ તેમની માનસિક અશાંતિ છે. કેલિફોર્નિયાનો એક માણસ. એણે યુદ્ધની ટેન્ક ગાડી જોઈ. બસ, એ ચલાવવાનું ભૂત એના મન પર સવાર થઈ ગયું. એ ક્યાંકથી એવી ગાડી ચોરી લાવ્યો અને શહેરમાં ફરવા નીકળ્યો. ભયંકર ઝડપથી ધસમસતી એ ટેન્કને જોઈને લોકોમાં નાસભાગ મચી ગઈ. પોલીસની ગાડીઓ એની આગળ ને પાછળ દોડવા લાગી. કોઈ કશું પણ કરવા માટે લાચાર હતા. એ ટેન્ક કેટકેટલી ગાડીઓનો ખૂડદો બોલાવી દીધો. એક માણસ ખૂબ જ બિયર પીને ડ્રાઈવિંગ કરતો હતો. ઝડપ આઉટ ઑફ લિમિટ હતી. ગાડી કન્ટ્રોલની બહાર ગઈ. પોલીસે એનો પીછો પકડ્યો. પેલાએ આડીઅવળી ગમે તેમ ગાડી ચલાવી. ગાડીનાં બધાં જ ટાયર નીકળી ગયાં. છતાંય લોખંડની ફ્રેમ પર સો માઈલની ઝડપે ગાડી દોડતી રહી. કલ્પના કરો, પરિણામ શું આવ્યું હશે ? અમેરિકા જતાં પહેલાં Page #6 -------------------------------------------------------------------------- ________________ Dangers અને અમેરિકા માનસિક રોગો કેવા ભયજનક માણસોનું સર્જન કરી શકે છે, તે વિષયમાં જેફ્રી ડામરનું excmple પૂરતું થઈ રહે તેવું છે. અમેરિકાનું એક સ્ટેટ છે - Wisconsin. આ સ્ટેટમાંથી આ માણસની ધરપકડ કરવામાં આવી. એનો ગુનો શું હતો ખબર છે ? ભાડાના ફલૅટમાં એ રહેતો હતો. પોતાના ફ્લેટમાં એ નવયુવાનોને બોલાવતો. તેમને ઊંઘની ગોળી આપીને તેમના શરીર સાથે એ દુર્વ્યવહાર કરતો ને છેવટે તેમની હત્યા કરી દેતો. પછી તેમના શરીરના અવયવો કાપી કાપીને એ ફ્રીઝમાં રાખતો અને પછી ભોજન તરીકે ખાતો. બાકીના શરીરનો નાશ કરવા માટે એણે ઘરમાં જલદ એસિડનું પીપ રાખ્યું હતું. વેસ્ટ પાર્ટ્સ એમાં નાખી દે એટલે કામ પૂરું. એક વાર એક યુવાન અર્ધનિદ્રાની સ્થિતિમાં જાગી ગયો. એનું શરીર લોહીલુહાણ હતું. અસહ્ય વેદના થઈ રહી હતી. એ ઊઠીને ભાગ્યો. નીચે ઊતરીને રોડ પર દોડી ગયો. ત્યાં બે પોલીસ ઊભા હતા. એ તેમની પાસે જઈને ઊભો રહ્યો. પણ દુર્ભાગ્યે પોતાની આ સ્થિતિ શી રીતે થઈ એ સમજાવવાની - સ્પષ્ટ બોલવાની સ્થિતિમાં એ ન હતો. ત્યાં તો ડામર ત્યાં આવી ગયો. એણે એ પોલીસોને શાંતિથી એવું કંઈક સમજાવ્યું કે પોલીસે એને એ યુવાન પાછો સોંપી દીધો. તેનો પણ એ જ અંજામ આવ્યો, જે બીજા યુવાનોનો આવ્યો હતો. કા..શ. આજે જેફ્રી ડામર જેલમાં છે. તે સ્ટેટના કાયદા મુજબ કોઈ ગુનેગારને મોતની સજા ન થઈ શકે. જેફ્રી ડામર પણ મૃત્યુદંડથી બચી ગયો છે. જો કોઈ રીતે એ જેલમાંથી ભાગી છૂટવામાં સફળ થઈ જાય તો પછી શું થઈ શકે, You can understand. By the way, આજે જેફ્રી ડામરના ઘણા બધા જાતભાઈઓ ઓલ રેડી જેલની બહાર જ છે. જેમને લોકો સદ્ગુહસ્થ સમજે છે, જેફ્રી ડામરની જેમ જ. અમેરિકા જતાં પહેલાં Page #7 -------------------------------------------------------------------------- ________________ (( ૫ ) Hunters અને અમેરિકા અમેરિકામાં વનવિભાગ ખૂબ જ સજાગ છે. એક ખિસકોલીને પણ ઊની આંચ ન આવે, એના માટે તે સારી તકેદારી રાખે છે. આ જે વાત છે તે માનવોના શિકારીઓની છે. અમેરિકામાં અનેક એવા જાહેરસ્થળો છે, જે જોવામાં તો શાંત અને શિસ્તબદ્ધ લાગે છે, પણ ત્યાં કોણ ક્યારે રિવોલ્વર તાકીને નિર્દોષ માણસોની આડેધડ હત્યા કરી નાખશે, એનો કોઈ જ ભરોસો નથી. મોટા ભાગના અમેરિકનો – આવી કોઈ હિંસક ઘટના તેમની હાજરીમાં થશે તો ? એવી આશંકાથી ભયભીત છે. ઘર હોય કે સ્કૂલ હોય, હોટલ હોય કે કોર્ટ હોય, લાઈબ્રેરી હોય, સુપર માર્કેટ હોય, થિયેટર હોય કે રસ્તો હોય, ગમે ત્યાં અચાનક ગોળીઓ છૂટી શકે. - ન્યૂજર્સીના અગ્રણી સાઇક્રિયેટ્રિસ્ટ (માનસ ચિકિત્સકો કહે છે : “અમેરિકા હવે વધુ કાયદાવિહોણો સમાજ બની ગયો છે.” માનસ ચિકિત્સક ડૉ. લેવાઈન કહે છે : લોકો તેમની હતાશા - તેમનો રઘવાટ ગમે તે નિર્દોષ નાગરિકો પર ઠાલવે છે.” એ પાગલ હત્યારાઓમાં પણ એટલી ‘સમજ' હોય છે, કે રેસ્ટોરામાં ઘૂસી જઈ આડેધડ ગોળીબાર કરીને તેઓ જેટલી વધુ લાશો ઢાળશે, તેટલી તેમને વધુ પ્રસિદ્ધિ મળશે. અમેરિકાના પ્રત્યેક ઘરમાં તેમનું નામ ગાજશે. ભલું હશે તો તેમના પર ફિલ્મ બનશે. આવું વિચારીને તેઓ જાતજાતના સ્ટંટ કરવા પ્રેરાય છે. બેધડક રીતે જીવસટોસટના આંધળુકિયા કરે છે. પોતાનું અને બીજાનું જોખમ લે છે. ચારે બાજુ આવું વાતાવરણ જોઈ જોઈને લોકોમાં એવી છાપ પડે છે કે “હવે પોલીસ અને ન્યાયતંત્ર અસરકારક નથી રહ્યા. પછી તેઓ પોતાના રક્ષણની જવાબદારી પોતાના પર જ લે છે. રિવૉલ્વર ખરીદે છે. તેમનામાંથી જેની જેની મગજની કમાન જ્યારે જ્યારે છટકી જાય છે, ત્યારે ત્યારે જાહેર – અમેરિકા જતાં પહેલાં Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્થળો નવા નવા Huntersનો ભોગ બનતા રહે છે. હવે, જ્યારે કોઈ તમારી પાસે અમેરિકાની શિસ્તના ચાર મોએ વખાણ કરતું હશે, ત્યારે તમને આ Page જરૂર યાદ આવશે. ખરું ને ? News અને અમેરિકા અમેરિકામાં ટી.વી. પરના દૈનિક સમાચારોમાં કેવા કેવા સમાચારો આવતાં હોય છે તે જાણવા જેવું છે. ફલાણા સ્ટોરમાં આગ લાગી ગઈ. ફલાણા ઘર કે શૉપિંગ સેન્ટરમાં આગ લાગી ગઈ. અમુક સ્ટોર, ઘર, શેરી, રસ્તા કે સ્કૂલ પાસે ગોળીબાર થયાં કે ખૂન થયું. અમુક જગ્યાએ જાતીય સતામણી કે બળાત્કાર થયો. અમુક સ્ટોર, ઘર કે બૅન્કમાં લૂંટ થઈ. અમુક પોળ કે શેરીમાં એકલી છોકરી કે સ્ત્રી જતી હતી, તેને ખેચી જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો... વગેરે વગેરે સમાચારો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય રમતગમત અને હવામાનને લગતા સમાચારો હોય છે. આ સમાચારો ત્યાંની પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર બતાવે છે. અમેરિકન રેડ ક્રોસ સોસાયટીનો એક પ્રોગ્રામ છે – ક્રાઈમ એવોઈડન્સ. તેની એક પુસ્તિકા છે. પાર્ટીસીયન્ટ્સ મેન્યુઅલ. તેમાં આપેલ ક્રાઈમ કેલેન્ડરના અનુસાર અમેરિકામાં દર બે સેકન્ડે એક ગુનો બને છે. દર અઢાર સેકન્ડે એક હિંસક ગુનો બને છે. દર ત્રણ સેકન્ડે એક મિલકતને લગતો ગુનો બને છે. દર ચોવીશ સેકન્ડે એક ખૂન થાય છે. દર પાંચ મિનિટે એક બળાત્કાર થાય છે. દર ચોપ્પન સેકન્ડે એક લૂંટ થાય છે. દર અઢાર સેકન્ડે એક ઘરમાં ખાતર પાડવામાં આવે છે. દર ઓગણત્રીસ સેકન્ડે એક ગંભીર હુમલો કરવામાં આવે છે. દર ચાર સેકન્ડે ઘાતકીપણે અંગત મિલકતો બળજબરીથી પડાવી લેવાની ઘટના બને છે. દર ઓગણીસ સેકન્ડે એક મોટરકાર ચોરાઈ જાય છે. દર ત્રણ મિનિટે એક પત્નીને પતિ દ્વારા માર પડવાની ઘટના બને છે. દર છ કલાકે એક પત્નીનું ખૂન તેના પતિ દ્વારા કરવામાં આવે છે. અમેરિકામાં થતાં કુલ ખૂનોમાંથી જેટલાં ખૂનો પુરુષો અમેરિકા જતાં પહેલાં Page #9 -------------------------------------------------------------------------- ________________ દ્વારા સ્ત્રીઓના કરવામાં આવે છે, તેમાં દર દશ ખૂનોમાંથી ત્રણ ખૂન એની સગી પત્નીના હોય છે. આ આંકડાઓ આજના નથી. થોડાં વર્ષ પહેલાના છે. અમેરિકામાં રાષ્ટ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પોલીસખાતામાં કેટકેટલા વિભાગો છે. વર્ષોથી આ પરિસ્થિતિને સુધારવા માટે તેઓ મથામણ કરી રહ્યા છે. પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી જ જાય છે. Insecurity અને અમેરિકા અમેરિકામાં રહેતી શ્યામવર્ણી પ્રજા અમુક રીતે બહુ જ પ્રખ્યાત છે. તેમના વિસ્તારોમાં, ખાસ કરીને રાતે ટૅક્સી ડ્રાઇવરોને લૂંટી લેવાય છે. તેમની મારપીટ કરવામાં આવે છે અને તેમની હત્યા પણ કરવામાં આવે છે. તેમના વિસ્તારમાં દિવસે પણ જતાં ડર લાગે તેવું બિહામણું વાતાવરણ હોય છે. કોઈ પણ માણસ એ વિસ્તારોમાં અનિવાર્ય કામ સિવાય જવાનું ટાળે છે. ७ ગુનો થયા પછી પોલીસ ગુનેગારને પકડવા માટે આકાશ-પાતાળ એક કરશે. વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધોને કામે લગાડશે. ગુનેગારને સજા ફટકારીને જ નિરાંતનો દમ લેશે. પણ ગુનાનો જે ભોગ બન્યો, એનું શું ? કૂતરાને મારી નાંખો તોય એના કરડવાનો ઘા રુઝાઈ જતો નથી. એક બાજુ અમેરિકામાં દારૂની છોળો ઊછળે છે. ગન-કલ્ચર માઝાં મૂકે છે. જાતીય વૃત્તિને ભડકાવે તેવું વાતાવરણ ડગલે ને પગલે છે. આ બધું રોકવાનો કોઈ જ પ્રયાસ નથી અને જ્યારે આ બધાંના પરિમામરૂપે ગુનો કરવામાં આવે છે, ત્યારે સજા ફટકારવા માટે બધી જ શક્તિ કામે લગાડી દેવામાં આવે છે. આ વિરોધાભાસમાં અમેરિકા ભીંસાઈ રહ્યું છે. જેનું સીધું ફળ ‘અસલામતી’ સિવાય બીજું કશું જ નથી. કેટલી હદની અસલામતી, એને ઓળખવા માટે એક નાનકડી વાત અમેરિકા જતાં પહેલાં ૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી બનશે. ભારતમાંથી મહેમાન આવ્યા હોય તેમને ત્યાંના યજમાન સલાહ આપે છે અહીં જે ગાડીઓ હાઇ-સ્પીડમાં દોડતી હોય તેમને પોલીસ પકડે છે. સપોઝ એ તમને પકડે, ત્યારે લાઇસન્સ લેવા ખિસ્સામાં હાથ નહીં નાંખવાનો, પોલીસ ગોળી મારી દેશે. એ સમજશે કે તમે કોઈ હથિયાર લેવા હાથ લાંબો કર્યો છે. એટલે હાથ જ્યાં છે ત્યાં જ રાખવાનો.’ અમેરિકાની ભયાનક અસલામતીનો આ સચોટ દાખલો છે. Thieves અને અમેરિકા અમેરિકામાં ગુંડાગર્દીની એક ખાસ પરંપરા ચાલી રહી છે ગિંગ, પબ્લિક ટૉઇલેટમાં, સબ-વેમાં, સૂના રસ્તા ઉપર, ટ્રેનોમાં કે બગીચામાં ગમે ત્યાં ગુંડાઓ તમને ઘેરી લે, બેહોશ કરી દે અને લૂંટી લે. બૅન્કો અને સ્ટોરોમાં પણ તેઓ ગમે ત્યારે ધસી આવે અને લૂંટફાટ કરે. આનું નામ મગિંગ. એ રાતે ય થઈ શકે. સાંજે ય થઈ શકે અને ધોળે દિવસે પણ થઈ શકે. – - ८ - ગિંગથી બચવા માટે અમેરિકામાં આવી આવી શિખામણો પ્રચલિત છે – સૂર્યાસ્ત પછી બનતાં સુધી એકલા ન ચાલવું. સબ-વેમાં બાપુશાહીથી ન ચાલવું, ઝપાટાબંધ ચાલવું. ટ્રેનમાં ડૉલરની નોટો કાઢવી કે બતાડવી નહીં. ઘરનો દરવાજો જોયા વિના ન ખોલવો. ઝવેરાત લાદી ન ફરવું. ગાડીના કાચ સતત ચડાવીને રાખવા. ગાડીમાં બેસીને દરવાજો અંદરથી હંમેશાં લોક કરવો. જાહેર મૂતરડી, ટૉઇલેટ, રેસ્ટ રૂમમાં કદી એકલા જવું નહીં. (પણ ત્યાં માણસ ‘એકલો' જ હોય છે એનું શું ? એનો ખુલાસો કરતાં નથી.) ખભે કૅમેરો લટકાવીને ફરવું નહીં. આટ-આટલું ધ્યાન રાખ્યા પછી પણ તમારું અને ગુંડાઓનું મિલન થઈ જાય એની પૂરેપૂરી પોસસિલિટી છે. એ સમય માટે શું તકેદારી રાખવી, એનું સ્વર્ણિમ સૂચન આ આપવામાં આવે છે દ્ન ખિસ્સામાં હંમેશાં થોડા અમેરિકા જતાં પહેલાં ૧૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ ડૉલર રાખવા જ, જેથી મગ થાઓ તો ગુંડાઓ ડૉલર લઈ લે અને તમને મારે નહીં. | In Short, અમેરિકામાં ગુંડાગિર્દી ૮ ગુંડાઓની ગિરદી ભરપૂર છે. અમેરિકામાં હોમડિલિવરીથી છાપાં નથી લેવાતાં, એનું એક સિક્રેટ જાણવા જેવું છે. ઘરની આગળ છાપાં ભેગા થાય તો ચોરોને ખબર પડી જાય કે “આ ઘરમાં કોઈ નથી. અહીં બેધડક સાફસૂફ (!) થઈ શકશે.” અને ખરેખર, ઘર સાફ થઈ જાય. This is U.S.A. Car-Theft અને અમેરિકા અમેરિકામાં દર ૧૯ સેકન્ડે એક કાર ચોરાય છે એ તો આપણે જોયું, પણ એ નોર્મલ ચોરી છે. સ્પેશિયલ ચોરીમાં કારમાલિક પાસેથી કાર ઝૂંટવી લઈને કાર-માલિકનું પણ અપહરણ કરવામાં આવે છે. અમેરિકામાં રોજના આવા ૭૦ કિસ્સા બને છે. કેટલાક કિસ્સાઓમાં કારમાલિકની હત્યા પણ કરવામાં આવે છે. કાર-ચોરી એટલી બધી બિન્ધાસ્ત રીતે કરવામાં આવે છે કે ન પૂછો વાત. આમાં એક કારણ એ પણ છે કે અમેરિકામાં કારચોરીની સજા બહુ મામૂલી છે. પરિણામ એ આવ્યું છે કે ત્યાંના કાર-ચોરો પોલીસની કાર ચોરતાં પણ અચકાતા નથી. કાર-ચોરી બદલ જે મામૂલી સજા છે, તે પણ તેમને ભોગવવી પડતી નથી. કારણ કે ચોરી થયેલી મોટા ભાગની કારો ચોપ-શૉપમાં પહોંચી જાય છે. જ્યાં ગણતરીની મિનિટોમાં તેના બધાં જ સ્પેરપાર્ટ્સ છૂટ્ટા પાડી દેવામાં આવે છે અને પછી તેમનું વેચાણ કરવામાં આવે છે. આ સ્થિતિમાં પોલીસ શું કરે છે ? અમેરિકન પોલીસ હંમેશાં તમને કિંમતી સલાહ આપે છે, કે અજાણ્યા વિસ્તારોમાં એકલા ન જવું. ૧૧ – અમેરિકા જતાં પહેલાં Page #12 -------------------------------------------------------------------------- ________________ કાર તમારા ઘરઆંગણે જ હોય, ત્યારે પણ તેની ચોરી થઈ શકે તમારા ઘરમાં ચોરી થાય ત્યારે ઘરમાંથી રોકડ રકમ, દાગીના વગેરેની સાથે સાથે ટી.વી., વીડિઓ, ઓવન, સ્ટીરીઓ વગેરેની પણ ચોરી અમેરિકન ચોરો સિફતપૂર્વક કરે છે. ઘરમાંથી ગાડીની ચાવી મળી જાય તો કઈ રીતે ગાડી ચોરવી અને ચાવી ન મળે તો કઈ રીતે ચોરવી, એ બંનેનો તેમને સારી રીતે ખ્યાલ છે. ફાયર-પ્રોબ્લેમને ધ્યાનમાં લઈને ત્યાં ઘરની ડુપ્લિકેટ ચાવી ઍપાર્ટમૅન્ટના સુપરિન્ટેન્ડન્ટને આપી રાખવાની હોય છે. કેટલીક વાર આ સુપરિન્ટેન્ડન્ટ જ ચોરો સાથે ભળેલો હોય છે. Dust અને અમેરિકા અમેરિકામાં થોડા-ઘણા દિવસ રહીને ત્યાંના જોવાલાયક ગણાતાં સ્થળોને જોઈને ભારતમાં આવીને જે લોકો ત્યાંના વખાણ કરતાં થાકતાં નથી, ભારતને ભાંડવાનું ચૂકતા નથી. તેમણે હકીકતમાં અમેરિકાના બધાં પાસાં જોયાં જ હોતાં નથી. ૧૦ અમેરિકામાં પણ કલુષિત અને ગંદું વાતાવરણ છે. ત્યાં પણ ગંદા અને ગલીચ વિસ્તારો છે. જેમને ઘેટોસ્ કહેવામાં આવે છે. ગંધાતા દારૂખાના (મયખાના) અને મવાલીઓથી ભરેલા જુગારખાના અમેરિકામાં પણ છે. ત્યાં પણ અનીતિના અડ્ડાઓ છે. ચોરી, લૂંટફાટ, ખૂન અને બળાત્કારો છે. અમેરિકાની જેલો પણ ગુનાખોરીની ઑફિસો જેવી છે. જેલમાંથી માફિયાગીરી કરનારા ગેંગસ્ટરો હોય છે. જેઓ અંદર બેઠાં બેઠાં બહારનું તંત્ર ચલાવતા હોય છે. અમેરિકા એ ખરીદદારોનો દેશ છે. ત્યાંના લોકો બચત કરવાને બદલે જેટલું કમાય તેટલું ખર્ચી નાખે છે. એટલું જ નહીં, ક્રેડિટ કાર્ડોના ધૂમ વપરાશથી દેવું કરીને પણ ખરીદી કરતાં રહે છે. એક એક સ્ટોરમાં વેચાતી હજારો વસ્તુઓ, એવા લાખો સ્ટોરો, ખરીદી પછી પેકિંગથી માંડીને વસ્તુઓ અમેરિકા જતાં પહેલાં ૧૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ સુધીનો ગંજાવર કચરો, યુઝ એન્ડ થ્રો સિસ્ટમના લાખો ઉત્પાદનો દ્ર આ બધાના પરિણામે ગારબેજ વધતો જ જાય છે. જે ત્યાંની સરકાર માટે એક પડકારરૂપ સમસ્યા છે. અમેરિકામાં મજૂરી ખૂબ જ મોંઘી હોવાથી કોઈ પણ વસ્તુની મરામત કરાવવા કરતાં તે વસ્તુ નવી ખરીદવી સસ્તી પડે છે. તેથી લોકો ટી.વી. અને ફર્નિચરથી માંડીને કાર સુધીની જૂની વસ્તુઓને રસ્તા પર મૂકી જાય છે. આ બધાં કચરાના તો પહાડ ખડકાઈ જાય છે. દરિયા, જંગલ, પહાડ ૮ ક્યાંય આ કચરો સેટ થાય એમ નથી એવા અનુભવો પછી હવે સરકારે ચોક્કસ જગ્યાઓમાં આ કચરો દાટી દેવાનું શરૂ કર્યું છે. એમાંથી કેટલીક જગ્યાઓ પર નવા એપાર્ટમેન્ટ્સ બંધાયા. તેમાં લોકો રહેવા આવ્યા. જમીનમાં દાટેલા કચરાના કિરણોત્સર્ગથી એ લોકો કૅન્સરનો ભોગ બન્યા. ભીતરનું ચિત્ર આટલું બિહામણું હોય ત્યારે બહારની ચોખ્ખાઈ શું ધોઈ પીવાની ? Work અને અમેરિકા અમેરિકાની જિંદગી એટલે ઘર, કાર અને કામ. I mean, ઘરેથી નીકળી કારમાં બેસીને કામ પર જવાનું અને એ જ પ્રમાણે પાછા ફરવાનું એટલે દિવસ થાય પૂરો. કામ શું કરવાનું ? એમ ? મને પૂછ્યું, એ સારું કર્યું. પણ કોઈ અમેરિકનને પૂછવાની ભૂલ નહીં કરતાં. Here are samples. મોટેલમાં કામ કરનાર મોટેલની રૂમો, જાજરૂ, બાથરૂમ તથા પથારીઓ સાફ કરે એ સાથે સાથે ઘરાકોની સેવા કરે. નર્સિંગ હોમમાં કામ કરના બીમાર, અશક્ત, ગાંડા અને વૃદ્ધોની સેવા કરે, તેમને સ્નાન કરાવે, તેમના ડાયપર બદલે, તેમને ખવડાવે, વગેરે વગેરે વગેરે. (એટેન્શન, આ જૉબની વાત છે, માબાપની સેવાની નહીં.) ફૅક્ટરીમાં કામ કરનાર મજૂર જેવું યંત્રવત્ ભારે કામ કરે, સ્ટોરમાં કામ કરનાર પેકિંગનું, ટ્રોલીઓ ખેંચવાનું, મોટા દાગીના (Boxes) ઊંચકવાનું અને સ્ટોરની સફાઈ કરવાનું કામ કરે. રેસ્ટોરાંમાં કામ અમેરિકા જતાં પહેલાં ૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ કરનાર ડીશો ધોવાનું, રસોઇયાનું કે વેઇટરનું કામ કરે. અહીં શ્રીમંત અને સુખી ગણાતી વ્યક્તિ ત્યાં જઈને એવાં એવાં કામો કરતી હોય છે. જે કામો કરવા અહીં મધ્યમ વર્ગનો માણસ પણ તૈયાર ન થાય. જૉબ તો દૂરની વાત છે. પોતાના ઘરે પણ એવું કામ કરવા તૈયાર ન થાય. તમે માર્ક કરજો, N.R.I. ભારતીયો જ્યારે વતનમાં આવશે, ત્યારે પોતાની જૉબ વિષે હરફ પણ ઉચ્ચારશે નહીં. સબ સે બડી ચૂપ. હા, અત્યંત ઉચ્ચ શિક્ષણ લીધું હોય તો બૌદ્ધિક કામ મળી શકે, પણ એવું શિક્ષણ લેતાં લેતાં જ માથે ટાલ પડી જાય તેવું છે. ઉપરોક્ત બધી જાતની મજૂરી કરવાની તૈયારી રાખીને કામ કરી કરીને કમાઈને ટુકડે ટુકડે શિક્ષણ લેતા રહેવું પડે. અડધી જિંદગી તો એમ જ વહી જાય અને જ્યારે સારી જૉબ મળે, ત્યારે પણ પોતાના ઘરે તો ઘરઘાટી જ બનવું પડે. કારણ કે ત્યાં મજૂરી આપવી ભારે પડી જાય તેમ છે. યાદ આવે પેલી કવિતા હાં રે સજનીજી અમે ડબલ જૉબો ને ઓવર ટાઇમ કંઈ કીધાં જો, લીધાં ન શ્વાસ લગાર, જોબનિયું વહી ગયું રે લોલ, રહ્યા ન શ્વાસ લગાર, જીવન અટકી ગયું રે લોલ. ગીતા ભટ્ટ (અમેરિકા) Week અને અમેરિકા અમેરિકા જવાનો અર્થ છે જિંદગી વેચીને ડૉલર ખરીદવો. આ એક જાતની આત્મવંચના છે - પોતાની જ જાત સાથે કરેલી છેતરપિંડી છે. પચ્ચીશ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા એવા પણ ભારતીયો છે. જેમણે આજ સુધી નાયગરાનો ધોધ જોયો નથી. વાત માત્ર જોવાલાયક સ્થળોની મુલાકાતની નથી. અવકાશ અને મોકળાશની છે. ભારતમાં લોકો બીજા માટે ય સમય ફાળવે છે. અમેરિકા એવા દુર્ભાગી સમાજનો દેશ છે, જેને પોતાના અમેરિકા જતાં પહેલાં 我 ૧૨ ૧૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ માટે સમય નથી. ગીતાબહેન ભટ્ટ એક કૃતિમાં આ હકીકતની નિખાલસ કબૂલાત કરી છે - સોમવારની સાંજ ગઈ ઘરની સફાઈમાં મંગળવારની સાંજ મારી સ્કૂલની મિટિંગમાં બુધવાર વહી ગયો બૅન્ક અને બિલમાં ડૉક્ટરના બિલ ભરો, ફોન-લાઈટ-ગેસ વળી ઘર અને ગાડીઓના ઇંસ્યોરન્સ પણ ભારી ગુરુવાર આવે મારે ગ્રોસરીની વારી શુક્રની સાંજ ? હાશ TGIF ભાઈ Thank Goodness It's friday FUS શનિ-રવિ રાંધીને ફ્રીઝ કર્યું ભારી અમેરિકાની અમારી આવી કહાણી વહેલી પરોઢ હતી, સાંજ ત્યાં ઢળી ગઈ દિવસોના દિવસો ને વરસોનાં વરસો વીતી ગયાં ક્યાં ? શૈશવનાં સપનાં યૌવનમાં સવારતાં ક્યારે ઊડી ગયાં? ઘરેડ શાની આ? લાખ ધમપછાડા કર્યા પછી પણ સમય અને સંપત્તિની સિલક જ ન રહે, એ અમેરિકાનું સરવૈયું છે. શું આ જીવન આના માટે જ ? અમેરિકનો પાસે આ પ્રશ્નનો કોઈ જ જવાબ નથી. કારણ કે આ સવાલ ઊઠે એટલો પણ સ્કોપ તેઓ ખોઈ બેઠાં છે. ૧૫ અમેરિકા જતાં પહેલાં Page #16 -------------------------------------------------------------------------- ________________ Economy અને અમેરિકા અમેરિકાના સોહામણા પડદા પાછળનો એનો બિહામણો ચહેરો છે એનું અર્થશાસ્ત્ર. જેની સરળ વ્યાખ્યા એક જ વાક્યમાં થઈ શકે Use n throw. ૧૩ - ગાય દિવસમાં અમુક લિટર દૂધ આપવાનું બંધ કરે એટલે એને કતલખાનામાં ધકેલી દેવાની. મશીન આયોજન મુજબ પ્રોડક્શન કરતું બંધ થાય એટલે બદલી દેવાનું. માણસ જૉબ ઉપર એક મિનિટ મોડો પડે એટલે એનો પગાર કપાય. માણસ અહીં ભાડે લેવાની વસ્તુ છે. એ જેટલું કામ આપે એ મુજબ એને દર કલાકનો પગાર અપાય છે. ભારતમાં માણસોને છુટ્ટા કરવાના હોય તો ૧૫ વર્ષ જૂના માણસને કાયમ રાખીને ૨ વર્ષ જૂના માણસને છુટ્ટો કરવામાં આવે. અમેરિકામાં આનાથી બરાબર ઊંધું કરવામાં આવે. માણસ જેટલો બુઠ્ઠો, જેટલો જૂનો, જેટલો નકામો એટલો એ પહેલો ફેંકાવાનો. ઘર વધુ સારું મળતું હોય તો તરત જ બદલી દેવાનું. નોકરી વધુ સારી મળતી હોય તો ફટ દઈને બદલી, કાર, ફર્નિચર, ટાઇપરાઇટર, ફેક્સ જ્યાં જરા અડચણ આવી એટલે Out. કંપની બરાબર નથી ચાલતી ? તો વેચી દો. મકાન જૂનું છે ? તોડીને નવું બનાવો. ઘરમાં વૃદ્ધો કમાતા નથી ? વૃદ્ધાશ્રમોમાં મૂકી આવો. પત્ની હવે ગમતી નથી ? આપી દો ડાયવોર્સ. ગયા વર્ષની મ્યુઝિક સિસ્ટમ, કૉમ્પ્યૂટર કે સેલમાંથી લીધેલા ડ્રેસ છે ? ફેંકી દો, મૂકી આવો રસ્તા પર, નાંખી દો ગારબેજના બૉક્સમાં. બીજો નંબર એ અહીં છેલ્લો નંબર છે. નિર્જીવ કે સજીવ દરેકે દરેકનો Use n throw કરનાર ત્યાંનો માણસ એક દિવસ ભાંગી પડે છે. જ્યારે એને ખ્યાલ આવે છે કે એનું કોઈ જ નથી. એનો પોતાનો Throw થઈ ચૂક્યો છે, Use થયા પછી. આ આઘાત એને મોત સુધી પીડતો રહે છે. સમાજને હિંસા વગેરેની બદબૂરૂપે એનો પ્રત્યાઘાત મળતો રહે છે. અમેરિકા જતાં પહેલાં ૧૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ Lay off અને અમેરિકા માણસનો Throw કરાય એને Lay-off કહેવામાં આવે છે. કોડાક અને કોકોકોલા જેવી કંપનીઓ પોતાના ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસરોને બોનસમાં કરોડો ડૉલરોની લ્હાણી કરતી હોય છે. પણ જેઓ સખત પરિશ્રમ કરીને કંપનીને જંગી નફો રળી આપતા હોય છે તેવા હજારો કર્મચારીઓને આ કંપનીઓ Lay-off આપે છે. ચીફ ઑફિસરો જ્યારે નિવૃત્તિ લે, ત્યારે આવી કંપનીઓ તેમને કરોડો ડૉલરની રકમ આપે છે. જેને ગોલ્ડન પેરેશ્યુટ કહેવામાં આવે છે. એ જ કંપનીઓ સખત મહેનત કરનારા કર્મચારીઓને તેમના પેન્શન ફંડની ચૂકવણી કરવામાં અખાડા કરતી જાય છે. ૧૪ આનું પરિણામ શું આવ્યું છે ? ત્રાસવાદ, હિંસા, માનસિક રોગો અને આપઘાત. અમેરિકામાં Throw કરનાર અને throw થનાર બંને દુઃખી જ છે. બહારથી જ્યાં દોમ દોમ સાહેબી દેખાય છે. તેમાં જરાક જ અંદર ડોકિયું કરવામાં આવે એટલે એમાં સડેલો સમાજ દેખાય છે. ત્યાં શ્રીમંત માણસ પણ મનથી ભિખારી છે. તૃષ્ણાઓ અપાર છે. વધુ ને વધુ ભેગું કરવામાં જ રચ્યોપચ્યો રહેતો ત્યાંનો માણસ જિંદગી જ જીવી શકતો નથી. ઉપરછલ્લી દૃષ્ટિએ સમૃદ્ધ જણાતા આ દેશમાં આપઘાતોનું પ્રમાણ વધુ હોવાનું કારણ આ જ છે. અમેરિકામાં એક પુસ્તક બેસ્ટ-સેલર છે. જેનું નામ છે The final exit. આપઘાત કરવાની ૧૮ પદ્ધતિ આ પુસ્તકમાં બતાવી છે. એમાંથી કોઈ પણ એક મનગમતી પદ્ધતિ પસંદ કરીને તમે સરળતાથી રામશરણ થઈ શકો. અહીં ૪૦૦ ડૉલરમાં ડેથ-ટ્યૂબ મળે છે. જેમાં ત્રણ ઇન્જેક્શન આવે. પહેલા ઇન્જેક્શનથી આખા શરીરમાં શીતળતાનો આનંદદાયક અનુભવ થાય. બીજું ઇન્જેક્શન પેઈન-કિલરનું કામ કરે. અને ત્રીજું ઇન્જેક્શન લો એટલે તમને ખબર પણ ન પડે એ રીતે તમે ઉપર પહોંચી જાઓ. બીજાને તો આમ પણ ખબર (કે ફરક) પડવાની નથી. Lay offના પણ કેટલાં પ્રકાર હોય છે !!! ૧૭ અમેરિકા જતાં પહેલાં Page #18 -------------------------------------------------------------------------- ________________ Education અને અમેરિકા અમેરિકામાં પ્રાથમિક શિક્ષણ મફત મળે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ, તો સરકારને પ૦% જેટલો ભારી ટૅક્સ ચૂકવતી ત્યાંની પ્રજા પ્રાથમિક શિક્ષણની ફીસ ટૅક્સ મારફત ચૂકવે છે. ત્યાં ઉચ્ચ શિક્ષણ એટલું બધું મોંઘું છે, કે તેની ફીસ ચૂકવવા માટે વિદ્યાર્થીએ ફરજિયાત મજૂરી કરવી પડે છે. અથવા ભારે દેવું કરવું પડે છે. ઘણીવાર મજૂરી + દેવું બને કરવા પડે છે. મા-બાપ ઈચ્છે તોય મદદ ન કરી શકે એટલું મોવું ત્યાંનું ભણતર હોય છે. એક બ્રાઈટ ટુડન્ટને પણ જો ડૉક્ટર થવું હોય તો લોન લીધા વિના ન ચાલે. અમેરિકન ઍસોસિયેશન ઓફ મેડિકલ કૉલેજીસના આંકડા મુજબ એવરેજ પ્રાઈવેટ મેડિકલ કૉલેજમાંથી એક ટુડન્ટ ડૉક્ટર બને, ત્યાં સુધીમાં એને ૭૯,૨૦૦ ડૉલર દેવું થઈ ગયું હોય છે. પબ્લિક મેડિકલ કૉલેજમાંથી એક ટુડન્ટ ડૉક્ટર બને ત્યાં સુધીમાં એને ૪૯,૯૦૦ ડૉલર દેવું થઈ ગયું હોય છે. આ આંકડા એવરેજ ટુડન્ટના છે. બાકી એવા પણ ટુડન્ટ્સ હોય છે, જેમના ઉપર ૮૦,૦૦૦ ડૉલરથી માંડીને ૧,૫૦,૦૦૦ ડૉલર જેટલું પણ દેવું થઈ જાય છે. અમેરિકામાં તબીબી શિક્ષણ લેવા માટે ૧ર ધોરણ + ૪ વર્ષ બેચલર ઓફ સાયન્સ + ૪ વર્ષ મેડિકલ સ્કૂલ + ૩ વર્ષ રેસિડન્સી પ્રોગ્રામ = ર૩ વર્ષનો અભ્યાસ કરવો પડે. તેમાં પણ સ્પેશિયલાઇઝેશન કરવું હોય, તો ૩ કે ૪ વર્ષ વધારે લાગે. આ રીતે ૩૨-૩૩ વર્ષની ઉંમરે સ્પેશિયાલિસ્ટ ડોકટર બની શકાય. M.B.A. વર્ષના અભ્યાસક્રમ માટે ૩૦ થી ૮૫ હજાર ડૉલરનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વાર્ષિક ૨૫ થી ૩૫ હજાર ડૉલરની ફી ચૂકવવી પડે, ટયુશન માટે વાર્ષિક ૬ થી ૧૫ હજાર ડૉલર આપવા પડે. સરકારી યુનિવર્સિટીમાં વાર્ષિક ૮ થી ૧૫ હજાર ડૉલરની ફી ચૂકવવી પડે. ટ્યૂશન માટે વાર્ષિક min. ૧૦૦૦ ડૉલર આપવા પડે. ભારતીય ડૉક્ટરોને ત્યાં પ્રેક્ટિસ કરવી હોય તો ત્યાંની ડિગ્રી લેવી પડે. એ માટે સ્ટેપ વન-ટુ-શ્રીની પરીક્ષાઓ, રેસીડન્સી પ્રોગ્રામનો કોર્સ, ટાલ પડી જાય એટલી ફીસ અને અરજીઓની આંટીઘૂંટી - આ બધું ચક્રવૂહના સાત કોઠાને લાખ દરજ્જ સારા કહેવડાવે તેવું હોય છે. અમેરિકા જતાં પહેલાં ૧૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ ((૧૬)) Schools અને અમેરિકા અમેરિકામાં શહેરોની હાઈસ્કૂલના ૨૨% વિદ્યાર્થીઓ પાસે ગન છે અને ૧૨% વિદ્યાર્થીઓ અવારનવાર ગન લઈને સ્કૂલમાં આવે છે. હજારો વિદ્યાર્થીઓ બંદૂક/પિસ્તોલ/રિવૉલ્વર લઈને સ્કૂલમાં આવતા હોય અને લાખો વિદ્યાર્થીઓ ચપ્પા લઈને સ્કૂલમાં આવતા હોય. એ સ્કૂલ્સ કેવી હશે ? અમેરિકામાં લાખો વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ વગરની બંદૂકો, રિવૉલ્વરો અને તમંચા છે. ડ્રગ્ઝ-ગેંગ્સથી બચવા માટે આ જરૂરી છે – એવી જાહેરાતો ત્યાં જોરશોરથી થાય છે, પણ પછી આ જ શસ્ત્રોનો ઉપયોગ સ્કૂલ્સમાં ખૂનામરકી અને તોફાનો માટે થાય છે. ત્યાંની સ્કૂલ્સમાં ડ્રગ્ઝ-ગેંગ્સ એક્ટિવ હોય છે. ઘણી સ્કૂલ્સમાં શિક્ષકો પણ ભયજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. ત્યાં સ્કૂલમાં પણ પોલીસ ઈન્સ્પેક્ટરો રાખવામાં આવે છે. કેટલીક સ્કૂલોમાં ચાર-ચાર ઈન્સ્પેક્ટરો પણ રાખવામાં આવે છે. અમેરિકાની જે બેસ્ટ સ્કૂલ્સ કહેવાય, એના કરતાં ભારતની નબળી સ્કૂલ્સ સારી હોય છે. ચાલુ ક્લાસે પણ સ્મોકિંગ કરવું, વિજાતીયને કિસ કરવું કે તેને જાતીય લાગણીઓને ઉશ્કેરે તેવું સાહિત્ય બતાવવું, એ ત્યાં સામાન્ય ગણાય છે. ચાલુ ક્લાસે પણ ટુડન્ટ્સ આવ-જા કરે તેમને ટિચર્સ કશું કહી શકે નહીં. ત્યાં રહેતા ભારતીય બાળકો પણ બહુ જ સરળતાથી કેફી દ્રવ્યો, દારૂ, ધૂમ્રપાન કે જાતીય પજવણીમાં ફસાઈ જાય તેવું ત્યાંનું વાતાવરણ હોય છે. નિરીક્ષકો કહે છે, કે ત્યાંના અભ્યાસક્રમો કરતાં આપણા અભ્યાસક્રમો વધુ સારા છે. ત્યાંની છિન્નભિન્ન પરિવાર-વ્યવસ્થા અને બીજી ઢગલાબંધ બદીઓના સીધા દુષ્પરિણામો ત્યાંના બાળકો ભોગવે છે અને તેથી જ ત્યાંના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિતમાં નબળા હોય છે. અમેરિકામાં ભણતા વિદ્યાર્થી હકીકતમાં શું ભણતો હોય છે, તે આપણે આટલી માહિતીથી સારી રીતે સમજી શકીએ છીએ. અમેરિકા જતાં પહેલાં Page #20 -------------------------------------------------------------------------- ________________ Students અને અમેરિકા અમેરિકન ટુડન્ટ્સને ભણવા કરતાં મોજ-મજા, પાર્ટી અને મૂવીઝમાં વધારે રસ હોય છે. ત્યાં શાળા અને કૉલેજના ખુલ્લા મેદાનમાં પાર્ટીઓનું આયોજન થાય છે. અહીં જેમ તહેવારમાં ગણપતિ બાપાની મૂર્તિ રસ્તા પર પડદા નાંખીને રાખવામાં આવે છે, તેમ ત્યાં પાર્ટીમાં એવી રીતે પડદો બાંધીને પ્રોજેક્ટર પર છેલ્લામાં છેલ્લી ફિમ્સ જોવામાં આવે છે. ત્યાંની સ્કૂલ્સમાં બ્લ્યુ બુક્સ અને બ્લ્યુ ફિમ્સ ખૂબ જ સુલભ હોય છે. બાકી રહેલું કામ કોકેન, હેરોઇન, મેરી જુઆના, બાર્બીયૂઝ જેવા કેફી પદાર્થો પૂરું કરી દે છે. આ બધું પણ ત્યાંની સ્કૂલ્સમાં છૂટથી હરે ફરે છે. ફિલ્મો, ઘોંઘાટિયું સંગીત, લાઉડ પોપ મ્યુઝિક, ડાન્સિંગ પાર્ટીઓ વગેરે અહીંના ટુડન્ટ્સના મુખ્ય શોખો છે. ત્યાંના ટુડન્ટ્સમાં એક ખાસ પ્રકારની પાર્ટી પ્રચલિત છે, જેનું નામ છે બિન્જ ડ્રેિકિંગ. આ પાર્ટીમાં ઝડપભેર એક શ્વાસે ટીનના ટીન બિયર પી જવાની સ્પર્ધા થાય છે. આ માહોલમાં કોઈ નવો ટુડન્ટ આવે તો એ તેની આખરી પાર્ટી થઈ જાય. દર વર્ષે અમેરિકામાં ૫૦ ટુડન્ટ્સ આ રીતે મિથાઈલ આલ્કોહોલથી કરે છે અને સેંકડો ટુડન્ટ્સ હોસ્પિટલ ભેગા થાય છે. પાર્ટીના અંતે બિયરના કેન્સ અને ટીન્સનો જે ઢગલો થાય છે, તેને જોઈને પણ આપણી આંખ ફાટી જાય તેવો એ ખડકલો હોય છે. ટુડન્ટ્સ માટે આરોગ્યનું જોખમ લાવતો અને જીવલેણ નીવડતો દ્ર એવો આ ક્રેઝ છે, જેની અમેરિકા પાસે કોઈ જ દવા નથી. અમેરિકાની તમામ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પણ આ દૂષણો છે. Now, The picture is clear. જે પોતાના દીકરા કે દીકરીને આ બધાં જ દૂષણોથી ખરડાયેલી હાલતમાં જોવા તૈયાર હોય તેણે જ અમેરિકા જવું જોઈએ. જો એવી તૈયારી ન હોય તો અમેરિકાને અહીંથી જ રામ રામ કરી દેવું જોઈએ. અમેરિકા જતાં પહેલાં _ ૨૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ Transportation અને અમેરિકા અમેરિકામાં પાકા રસ્તાઓ અને હાઇવેઝની કુલ લંબાઈ ૪૦ લાખ માઈલ છે. રસ્તાઓ જેટલા સારા અને સીધા હોય એટલી ઍક્સીડન્ટ્સની શક્યતા વધી જાય છે. હવામાન ખરાબ હોય, ત્યારે હાઇવેઝ પર સ્લો ડ્રાઇવિંગ કરવું એવો ત્યાંનો કાયદો છે, પણ ઘણાં લોકો એ કાયદાનો ભંગ કરીને ફાસ્ટ ચલાવે છે. આવી ગાડીનો જ્યારે ઍક્સીડન્ટ થાય, ત્યારે પાછળ આવતી ગાડીઓ પણ એકની પાછળ એક ઠોકાતી જાય છે અને મોટો અકસ્માતકાંડ સર્જાય છે. થોડા સમય પહેલા આવા એક અકસ્માતમાં ૯૪ કાર અથડાઈ હતી. ૧૮ અમેરિકાની સૌથી લોકપ્રિય રેલ્વે કંપની છે એમટ્રેક. પણ એની ય રેલસેવા ઘણી વાર ભારતીય રેલ્વેને સારી કહેવડાવે એટલી રેઢિયાળ બની જતી હોય. કોઈ કારણસર વ્યવહાર ખોરવાયો, તો પછી કલાકોના કલાકો સુધી તમે અટવાઈ જાઓ એવી કફોડી સ્થિતિ સર્જાતી હોય છે. લાંબાં અંતરની ટ્રેનોમાં ઘણી વાર આવું બને છે. આવા સમયે રેલ અધિકારીઓ ટ્રેન અટકવાનું કારણ, આશરે કેટલું મોડું થશે વગેરે માહિતી આપતા હોય છે. અમેરિકાનું હવામાન વારંવાર બગડતું રહે છે. તેથી જ્યારે ત્યાં થન્ડર સ્ટોર્મ/હરીકેન/ટોર્નેડો (વાવાઝોડું કે ચક્રવાતી તોફાન) થાય ત્યારે વિમાની ઉડ્ડયનો ઠપ્પ થઈ જાય છે. ઉતારુઓની હાલત કફોડી બની જાય છે. વિમાન જ્યાંથી આવવાનું હોય એ શહેરમાં ભારે વરસાદ કે તોફાનને કારણે વિમાનીસેવા અટકી પડી હોય, તો તેની અસર આજુબાજુનાં રાજ્યોના ઍરપૉર્ટ્સને પણ થાય છે. મોટી ઍરલાઇન્સની જેમ નાની ઍરલાઇન્સો ઝડપથી વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરી શકતી નથી. એટલે સસ્તી ટિકિટવાળા ઉતારુઓ કલાકો સુધી રઝળી પડે. આજે પહોંચનાર કાલે ય પહોંચે. ઍરલાઇન્સવાળા તેમને હોટલ-ઉતારો અને ભોજન આપે એટલું આશ્વાસન ખરું, પણ મોડા પડવાથી જે જે કામો બગડ્યાં ને નુકસાન થયું તેનું શું ? એનો જવાબ ઉતારુઓએ જાતે શોધી લેવાનો રહે. અમેરિકા જતાં પહેલાં ૨૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ Subway અને અમેરિકા ન્યુયૉર્કની સબ-વે સિસ્ટમ એ ભૂગર્ભ રેલ્વેનું ઘણું વ્યાપક અને મોટું જાળું છે. જેમાં અલગ-અલગ દશ જેટલી લાઈનો છે. આ સબ-વેમાં રોજના લગભગ ૩૫ લાખ જેટલા ઉતારુઓ મુસાફરી કરે છે. તેમાં જે લાઈનો બ્રુકલીન, બ્રોન્કસ કે હલ્મ જેવા વિસ્તારોમાંથી પસાર થતી હોય, તો ત્યાં મગિંગ (ચાલુ ટ્રેને લૂંટફાટ) અને હિંસાનો ડર વધુ હોય છે. એ વિસ્તારની ટ્રેનો અન્ય વિસ્તારો કરતાં વધુ ગંદી હોય છે. અહીં ભિખારીઓ, બેઘર રખડુઓ તથા ગુનેગારો જોવા મળે છે. શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓ પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરે છે. સબ-વેની ગુનાખોરીને ડામવા માટે રેલ્વવાળા કરોડો ડૉલર ખર્ચે છે, છતાં પણ તેઓ તેને નાબૂદ કરી શક્યા નથી. રોડ-ટ્રાફિકની ગીચતાથી કંટાળીને લોકો નજીકના સ્ટેશને કાર છોડીને સબ-વે પસંદ કરે, અને સબ-વેમાં ઉપરોક્ત અસામાજિક તત્ત્વોનો ભોગ બને, ત્યારે ખરેખર ઉલમાંથી ચૂલમાં પડ્યાની લાગણી થાય છે. સબ-વેમાં મુસાફરી કરવા માટે મશીનમાં ડૉલર નાંખવાનો હોય છે. સિક્કો નાખો એટલે રસ્તો ક્લિયર થાય. જ્યારે ધસારો હોય અને પોલીસ હાજર ન હોય ત્યારે કૂદકો મારીને ભાડું ચૂકવ્યા વિના પ્રવાસ કરનારાય ઘણા હોય છે. (અમેરિકન શિસ્તના ચાહતોને વિનંતિ : Point to be noted.) અમેરિકાના શહેરોમાં રહેતા લોકો એક બાજુ ડબલ જૉબ અને ઓવરટાઈમ કરે છે. ઘડિયાળના કાંટે કાંટે દોડાદોડ કરે છે. રોજેરોજ પોતાની ગાડીની કે ઘરની સફાઈ કરવાનો તો તેમની પાસે સમય નથી જ, સંતાનો સાથે વાત કરવાનો પણ તેમની પાસે સમય નથી. આ સ્થિતિમાં શહેરી ટ્રાફિકની ગીચતા અને ટ્રાન્સ્પોર્ટેશનની હાડમારીઓ જ્યારે તેમના સમયને ચાઉ કરી જાય છે, ત્યારે ખરેખરી ટ્રેજેડી થઈ જાય છે. અમેરિકા જતાં પહેલાં ૨૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦) Cost અને અમેરિકા અમેરિકામાં પીવાનું પાણી-મિનરલ વૉટર મોંઘું છે, અને કોક જેવા ઠંડાં પીણાં સસ્તા છે, અહીં બિયર કદાચ સૌથી વધુ સસ્તા છે. અમેરિકાના કોઈ પ્રતિષ્ઠિત સ્ટોરમાંથી સારી ગુણવત્તાનો સૂટ ખરીદવા કરતાં મુંબઈના કચીન્સ કે બડાસાબ જેવા ટોચના ટેલર્સ પાસેથી મોંઘામાં મોંઘો સૂટ સીવડાવવો સસ્તો પડે. અમેરિકામાં પ્રતિષ્ઠિત બ્રેન્ડના ટાઇઝ, શૂઝ અને પરફ્યુમ્સ ખૂબ મોંઘા હોય છે. જ અમેરિકામાં બોસ્ટોનિયઝ કે જોન્સ એન્ડ મર્ફીના શૂઝ કરતાં મુંબઈના દાઉદ, મેટ્રો કે રિગલના શૂઝ સસ્તા પડે. આ ડાઉનટાઉનથી દૂર ઉપનગરીય વિસ્તારોમાં સારો ફલૅટ ૬/૧૨ મહિનાના લીઝ પર લેવો હોય તો ૭૦૦-૮૦૦ ડૉલર થાય. ડાઉનટાઉનમાં એ જ લૅટ ૧૦૦૦ થી ૧૨૦૦ ડૉલરમાં પડે. ન્યુજર્સીના જૂના મકાનમાં નાનો ફ્લેટ પણ ૫૦૦-૫૫૦ ડૉલરથી ઓછામાં ન મળે. અને જો ઑનરશીપમાં જવું હોય, તો ૧ લાખ ડૉલરથી ૮ થી ૧૦ લાખ ડૉલરની તૈયારી રાખવી પડે. સામાન્ય નાગરિકની દશા અહીં એવી છે, કે તેની માસિક આવકનો ૪૦ થી ૪૫ ટકા ભાગ તો લૂંટના ભાડા અથવા હાઉસના મોરગેજ (હખા) ભરવામાં જતો રહે છે. વર્ષે ૨૫,૦૦૦ ડૉલરનું વેતન ધરાવતો નાગરિક એકલા હાથે ભાડું કદાચ ભરી શકે, પણ વર્ષને અંતે તેની પાસે કોઈ ઝાઝી બચત ન રહે. અમેરિકામાં આવક કરતાં ભાડાનો દર વધુ ઝડપે ઊંચો જઈ રહ્યો છે. તેથી ઓછી આવકવાળા પ૩ લાખથી વધુ ભાડૂઆતો પોતાની આવકની અડધોઅડધ રકમ ભાડા રૂપે ચૂકવે છે. અથવા તો ઊતરતી કક્ષાના સબસ્ટાન્ડર્ડ મકાનોમાં વસે છે. ૨૩ અમેરિકા જતાં પહેલાં Page #24 -------------------------------------------------------------------------- ________________ ખિસ્સાને પોસાય એવા રહેઠાણના અભાવની સમસ્યા એ અમેરિકા માટે યક્ષપ્રશ્ન છે. અમેરિકાનું ગૃહનિર્માણ મંત્રાલય તેના અહેવાલમાં આ સમસ્યાઓના કોઈ ચોક્કસ ઉપાયો સૂચવી શક્યું નથી. Corruption અને અમેરિકા અમેરિકામાં દવા ઉત્પાદકોએ રાજકીય ફાળામાં ૧૮૬ લાખ ડૉલર આપ્યા અને તેથી તેઓ પેટન્ટ હક્કોની મુદત લંબાવી આપવા માટેની ભારે દબાણવાળી લડાઈમાં જીતી ગયા. જો મુદત પૂરી થાય તો તેમણે અબજો ડૉલર ગુમાવવા પડે, વધારાની મુદતમાં ઘરાકોના ખિસ્સામાંથી ઊંચી કિંમતરૂપે ૬૨૦ કરોડ ડૉલર જશે. ૨૧ અમેરિકામાં ઓટો-સ્ટીલ ઉદ્યોગે રાજકીય ફાળામાં ૫૭ લાખ ડૉલર આપ્યા અને પરિણામે વાહનોને વધુ ‘ફ્યુઅલ ઍફિસિયન્ટ બનાવવાની જવાબદારીથી તે છૂટી ગયો. તેથી અમેરિકન ઘરાકોના ખિસ્સામાંથી દર વર્ષે ૫૯૦૦ કરોડ ડૉલર જશે એવું ત્યાંના ‘કોમન કોઝ’ મૅગેઝિનમાં બતાવવામાં આવ્યું હતું. સેન્ટર ફોર રિસ્પોન્સિવ પોલિટિક્સ(CRP)ના આંકડા અનુસાર - અમેરિકાની કન્સ્ટ્રક્શન અને રોડ બાંધકામ કંપનીઓએ કૉંગ્રેસમેનોને ફરી ચૂંટણી લડવા માટેના ફાળામાં ૫ લાખ ડૉલર આપ્યાં. એ પક્ષ સત્તા પર આવ્યો અને હાઉસ ટ્રાન્સપોર્ટેશન કમિટીએ ૨૧૭ અબજ ડૉલરના હાઇવે પેકેજ પર સર્વાનુમતિએ મંજૂરી આપી દીધી. અમેરિકામાં વસ્તુની પડતર કિંમત ઉપર નફાનું પ્રમાણ ઘણું ઊંચું છે. પાંચ ડૉલરની વસ્તુ પચ્ચીશ ડૉલરમાં મળતી હોય છે. નાપસંદ વસ્તુ રિટર્ન કરવાની છૂટ હોય એટલે ઘરાક રાજી થાય છે, ખરીદી કરવા લલચાય છે, પણ હકીકતમાં એ છેતરાતો હોય છે. આ પણ એક જાતનો છડે ચોક ભ્રષ્ટાચાર છે. અમેરિકા જતાં પહેલાં ૨૪ 我 Page #25 -------------------------------------------------------------------------- ________________ હવાલદારને કે સરકારી નોકરને લાંચ ન આપવી પડે એટલે અમેરિકામાં ભ્રષ્ટાચાર નથી એવું માની લેવું એ મૂર્ખાઈ ભરેલું છે. મિલિયન્સ ઑફ મિલિયન્સ ડૉલરના ભયાનક ભ્રષ્ટાચારોએ ત્યાંની જનતાને ભરડામાં લીધી છે. અમેરિકાનો એક વર્ગ ગરદન સુધી આવી ગયેલા પાણીની સપાટીથી ગરદન ઉપર રહે, એની ભરપૂર ચિંતા અને મજૂરીમાં જ જિંદગી પસાર કરી રહ્યો છે અને આ વર્ગની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ૨૨) Colour-gap અને અમેરિકા અમેરિકામાં કાળી પ્રજાને વર્ષો સુધી ગુલામ રહેવું પડ્યું અને અન્યાયો સહન કરવા પડ્યા. છેવટે કાયદાએ ત્યાંની ગોરી પ્રજા અને કાળી પ્રજાને સમાન દરજ્જો આપ્યો. આજે અમેરિકન કંપની કે સ્ટોરમાં નોકરી કરનાર માટે બહારથી રંગભેદ નથી, પણ અંદરથી ગોરી ચામડીની તરફદારી સ્પષ્ટ છે. લાયકાત સરખી હોય તો પણ જાબમાં પહેલી પસંદગી ધોળિયાની થાય. સમાન લાયકાત હોય ધોળિયાને પગાર વધુ મળે, એ રીતે નિમણૂક થાય. આપણાં મા-બાપ ઇન્ડિયાથી આવતાં હોય તો રજા મળે નહીં. પણ એનો ધોળો કૂતરો આવતો હોય તો તરત રજા મળી જાય. આમ છતાં ત્યાંની ભારતીય પ્રજા કાયમ ભારતની ટીકા કરે અને ધોળિયાઓ તેમનો ભાવ ન પૂછતા હોવા છતાં પણ તેઓ પોતાને સવાયા અમેરિકન માને. એનું કારણ સમજાય એવું નથી. ધોળા રંગથી આટઆટલા અપમાનિત થયા પછી પણ એના પ્રત્યેનો જ ઢોળાવ એય ત્યાંના રંગભેદની નીતિનું જ પરિણામ માનવું કે કેમ ? એ એક સંશોધનનો વિષય બની જાય છે. સમાન લોકશાહી અને સમાન હક્કોના બણગાં ફૂંકનાર આ દેશનું મહત્તમ વહીવટીતંત્ર ધોળિયાઓના હાથમાં છે. તેમણે ભારતીયોને અલગ વર્ગમાં મૂકેલા છે. બાકીની પ્રજાના તેમણે ચાર વર્ગ પાડેલા છે. (૧) હિસ્પેનીક (૨) એશિયન પેસિફિક આઇલેન્ડર્સ (૩) અમેરિકન ઈન્ડિયન (રેડ ઇન્ડિયન - અલાસ્કન નેટીવ) (૪) આફ્રિકન અમેરિકન. ૨૫. અમેરિકા જતાં પહેલાં Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્કીન-કલર એ લાયકાતનું માપદંડ નથી. આમ છતાં અમેરિકામાં આડકતરી રીતે એ લાયકાતનું માપદંડ બની ગયું છે. આ સ્થિતિમાં અવ્યવસ્થા અને અન્યાય આ બંને સહજ બની જાય છે. આ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. માપદંડની બાબતમાં જોઈએ તો અમેરિકનો કરતાં ભારતીયો લાખ દરજ્જ સારાં છે. અમેરિકાની પ્રામાણિકતા ઉપર નજર કરશું તો આ વાત સારી રીતે સમજાઈ જશે. ૨૩) Honesty અને અમેરિકા અમેરિકનો સાથેના વ્યવહારમાં ખૂબ કાળજી રાખવી પડે, નહીં તો તમે છેતરાઈ જ જાવ. એ લોકો તમારી નાની સરખી ભૂલ શોધીને તમને ચૂકવવાની રકમ આપવાનું ટાળી દે. અમેરિકામાં દૂધ-શાકથી માંડીને માલમિલકત સુધીની વસ્તુઓમાં જુદા જુદા વિસ્તારોમાં જુદો જુદો ભાવ જોવા મળે. એક જ વિસ્તારમાં પણ જુદા જુદા સ્ટોરે જુદો જુદો ભાવ હોય. એક જ કંપનીની વસ્તુમાં પણ જુદા જુદા વેપારીએ ભાવોના મોટા ફેરફારો હોય. ત્યાં વીમાની જુદી જુદી કંપનીઓ હોય છે. તેમાં પ્રિમિયમની રકમ જુદી જુદી હોય છે. એક જ કંપનીના પણ જુદા જુદા એજન્ટે જુદી જુદી રકમ હોય છે. તેમાંય ફક્ત નીચા દર જઈને કંપની પસંદ કરી હોય ને એ કંપની ફડચામાં જાય, તો વીમા પૉલિસી તો નકામી થઈ જ જાય, ભરેલી રકમ પણ જાય. ત્યાં શેરબજારમાં પણ કોઈ નિયત ધોરણ નહીં. દલાલ દીઠ અલગ અલગ દલાલી હોય. દલાલી દર નીચો લાગે, પણ સાથે સાથે બીજા પણ આંકડા નીકળતા જાય જેને છૂપા-ખર્ચા કહેવાય. સરવાળે તમારે પસ્તાવું પડે. અહીં કોઈ પણ ડીલ કરતાં પહેલા પૂરી ચોખવટ કરવી પડે, બધું લેખિત લેવું પડે. અહીં તમે સતત સતર્ક ન રહો, જાગૃત અને ચકોર ન રહો તો કોઈ તમને બરાબર નવડાવી જાય. અહીં પોલીસ-ખાતામાં પણ ભ્રષ્ટાચાર છે. હૉસ્પિટલોમાં દવાઓ અને અમેરિકા જતાં પહેલાં Page #27 -------------------------------------------------------------------------- ________________ અન્ય માલ-સામગ્રીઓનો ખોટી રીતે વધુ ઉપયોગ કરવામાં આવે છે. મેડિકેર યોજના હેઠળ જે સ્ટોર દવાઓ આપે છે. તેઓ સરકારને મોકલાવાતા બિલોમાં ગોટાળા કરે છે. બિઝનેસ કરનારાઓ ઇન્કમટેક્સમાં સારી એવી ચોરી કરે છે. વસ્તુ ખરીદીને રિટર્ન કરી શકાતી હોવાથી મોંઘો સૂટ ખરીદીને પ્રસંગ પતાવીને પાછો આપી દેવો કે કૅમેરાનો ઉપયોગ કરીને પાછો પધરાવી દેવો, અલબત્ત પૂરેપૂરી કિંમત પાછી લઈને, એવી ઘણી સિસ્ટમ્સ (!) ત્યાંનાં ઘણાં લોકોએ અપનાવી છે. સેનેટ હાઉસના તબક્કે જ્યાં મિલિયન્સ અને મિલિયન્સના શસ્ત્રાસ્ત્રોની વાત હોય, ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ગજબ મોટા સ્કેન્ડલ્સ થતાં હોય છે. Froad અને અમેરિકા ભારતની સરખામણીમાં અમેરિકાની ધરતી વધુ લપસણી છે. અહીં જાત જાતના છટકાઓ જાત જાતના માધ્યમે તમારા માટે તૈયાર છે. અહીં તમારા સરનામે પોસ્ટમાં બે ચેક આવે છે. એના પર સાઇન કરીને તમે હજાર/૩ હજાર/૫ હજાર ડૉલરનો વ્યવહાર કરી શકો. પણ જેવો એ ચેક બૅન્કમાં જાય એટલે તમારા ઉપર ઊંચા વ્યાજ દરની લોન લાગુ થઈ જાય. અહીં એવા પત્રો આવે છે તમે વિજેતા છો. તમને ફલાણી હોટલ કે રિસોર્ટમાં બે-ચાર દિવસ ફ્રી રહેવા મળશે. તમે ભૂલેચૂકે રાજીના રેડ થઈને ત્યાં પહોંચી ગયા તો ત્યાં તમને વિવિધ રીતે નવડાવવા માટે એમણે વિવિધ પ્રકારના ફુવારા તૈયાર રાખ્યા હોય છે. વીમા કંપનીના અને ફોન કંપનીના એજન્ટો લોકોને ફસાવવા માટે ફોન દ્વારા સંપર્ક કરતાં હોય, ખોટા ઇનામોના પ્રલોભનોની કતાર લાગી હોય, અવનવા ક્રેડિટ કાર્ડોના ફૉર્મ્સ પોસ્ટ દ્વારા આવી આવીને તમને આકર્ષતા હોય... Beware of America. ૨૪ અમેરિકામાં છેતરપિંડીનું એક સરસ માધ્યમ છે વળતર. કૉફીના કપથી માંડીને મોઢાના દાંત સુધીનું જે કાંઈ પણ તૂટે, તેના માટે અહીં વળતરનો દાવો કરવામાં આવે છે. તમારી બેકાળજીથી કે સાબિત કરેલી અમેરિકા જતાં પહેલાં ૨૭ = Page #28 -------------------------------------------------------------------------- ________________ બેકાળજીથી જેને જેટલું નુકસાન થાય તેનું વળતર તમારે આપવું પડે. વાહનઅકસ્માત જેવા કિસ્સામાં જો “વળતર’નો ગાળિયો તમારા ગળે આવે, તો મિલકતો વેચવાનો અવસર આવી શકે. ભારતમાં ખૂબ જ બેઇમાની છે. અહીંના લોકો ધુતારા છે, અમેરિકાના લોકો ખૂબ જ પ્રામાણિક છે,” આવું બધું તે લોકો જ બોલતાં હોય છે. જેમણે અમેરિકાને ઉપરછલું જ જોયું હોય છે. ઉપરછલ્લી દૃષ્ટિએ ત્યાંના લોકો શિષ્ટ અને મળતાવડાં લાગે છે, સભ્ય અને પ્રામાણિક લાગે છે, પણ તેમની કપટવૃત્તિ અને દગાબાજીનો અનુભવ થાય ત્યારે ભલભલો માણસ છક્કડ ખાઈ જાય છે. (૨૫) Credit Cards અને અમેરિકા અમેરિકામાં દર થોડા દિવસે ટપાલમાં નવા ક્રેડિટ કાર્ડના કાગળો આવતાં હોય છે. તેમાં લખ્યું હોય છે : “અભિનંદન, તમે અમારા ક્રેડિટ કાર્ડ માટેના સારા કંફ્યુમર સાબિત થયા છો, એટલે પ્રી-એપ્રુડ ક્રેડિટ કાર્ડનું ફૉર્મ તમને મોકલાવ્યું છે. આમાં સાઈન કરી પાછું મોકલાવો એટલે તરત જ તમને ક્રેડિટ કાર્ડ મોકલાવી આપશું. તમને ૩૦૦૦ ડૉલર સુધીની લિમિટ છે.” શાણો માણસ હોય એ તરત જ આવા કાગળોના ટુકડા કરીને કચરા ટોપલીમાં નાંખી દે છે. આના કારણો સમજવા જેવા છે. શૉપિંગ કરીને જે ડૉલર ચૂકવે છે, તેને બરાબર ખ્યાલ આવે છે કે આટલા ડૉલર વપરાયા, ક્રેડિટ કાર્ડ એવું શીખવાડે છે કે “હમણાં તો શોપિંગ કરો, હમણાં ક્યાં ડૉલર આપવાના છે? એ તો પાછળથી જોયું જશે.” આ રીતે ક્રેડિટ કાર્ડ્સના રવાડે ચડીને લાખો અમેરિકનોએ ભારે નુકસાનનો સોદો કર્યો છે. માણસે બેન્કમાં રકમ રાખી હોય, તેના પર તેને ૩% થી ૫% જ વ્યાજ મળે છે. જ્યારે ક્રેડિટ કાર્ડના વપરાશથી તેના પર જે દેવું થાય છે, તેના પર તેને ૧૩% અમેરિકા જતાં પહેલાં Page #29 -------------------------------------------------------------------------- ________________ થી ૧૫% વ્યાજ ચૂકવવું પડે છે. આજે અમેરિકામાં કુલ Consumer credit debt સેંકડો બિલિયન ડોલર્સ છે. એમાં ય જો ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય, તો કોઈ લેભાગુ તેનાથી ૪/૫ હજાર ડૉલરની ખરીદી કરી આવે. એટલે તમે બરાબર ફસાઈ જાઓ. ક્રેડીટ કાર્ડ ખોવાઈ જાય, એની ટ્રેજેડીમાં તમારા ખભે હાથ મૂકવા માટે ત્યાંની ઈંશ્યોરન્સ કંપનીઓ તૈયાર છે. તમારે પહેલાથી તમારા ક્રેડીટ કાર્ડ્સનો વીમો કઢાવી રાખવાનો. પણ જ્યારે તમે એના માસિક પ્રિમિયમ્સ ભરવાના ચાલુ કરો, ત્યારે તમને લાગે છે કે ખભા પરના એ હાથે તમારું ગળું પકડી લીધું છે. અમેરિકામાં એવા પણ સગૃહસ્થો છે, જેમણે એક દેવું પૂરું કરવા માટે બીજું ક્રેડીટ કાર્ડ લીધું હોય અને એમ કરતાં કરતાં ક્રેડીટ કાર્ડ્સની લાંબી લચક લંગાર થઈ ગઈ હોય. હવે તેઓ એક ખૂબ મોટું દેવું કરીને નાના-નાના બધાં જ દેવા ભરપાઈ કરી દેવાનો પ્લાન બનાવી રહ્યા છે. ક્રેડિટ કાર્ડ્સ એ વિષચક્ર છે, એવું તેમને સમજાયું, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું છે. એલચી : અમેરિકા ગયા પછી તમે ક્રેડિટ કાર્ડ્સથી બચી શકશો ? કદાચ તમે બચી જશો તોય તમારા સંતાનો બચી શકશે ? કદાચ તમે બધાં બચી જાઓ, તોય ત્યાંના નહીં બચેલા લોકોથી તમે બચી શકશો ? Facilities અને અમેરિકા જાણકારો અમેરિકા જવા ઇચ્છુક વ્યક્તિને એક સચોટ સલાહ આપે ‘અમેરિકામાં જામવું હોય તો ત્રણ વાતો યાદ રાખવાની છે ચાલશે ભાવશે અને ફાવશે. બધું જ ચલાવી લેવાનું, બધું જ ફવડાવી લેવાનું અને ૨૬ - 李 બધું જ પ્રિય બનાવી લેવાનું. તમારી ઇચ્છા પ્રમાણે જ બધી વસ્તુઓનો આગ્રહ કર્યો, તો પછી અમેરિકા તમારા માટે નથી.’ ‘અમેરિકા તો ધરતીનું સ્વર્ગ છે. ત્યાં તો ખૂબ જલસા છે.' વગેરે અમેરિકા જતાં પહેલાં - ૨૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણાઓ ઉપર આ સચોટ સલાહ બરાબરની ચોટ લગાડી દે છે. એ સલાહ ૧૦૦% સાચી છે, કારણ કે - (૧) ભારતમાં મધ્યમવર્ગના લોકો પણ ઘરમાં કામવાળી દ્વારા ઝાડું-પોતા, કપડાં ધોવા, વાસણ ઉટકવા વગેરે કાર્યો કરાવી શકે છે. અમેરિકામાં એ શક્ય નથી. જમ્યા પછી પત્ની ટી.વી. જોતી હોય અને પતિ વાસણ ઉટકતો હોય, એવું દશ્ય પશ્ચિમના દેશોના ઘર-ઘરમાં સામાન્ય છે. ત્યાં ઘરના એક પણ કામ માટે નોકર રાખવો પરવડે તેમ જ નથી. ભારતમાં ઘેર બેઠાં દૂધ આવી જાય અને મહિના પછી તેનો હિસાબ પણ ઘરે આવીને દૂધવાળો લઈ જાય છે. અમેરિકામાં આવી સગવડ નથી. ત્યાં દૂધ માટે ૫ થી ૧૦ કિ.મી. દૂર મોટા મોલમાં કે પેટ્રોલ પંપમાં જવું પડે. આ રીતે દરરોજ દૂધ લેવા જવું પોસાય નહીં, એટલે અઠવાડિયા સુધી ફ્રીઝમાં રાખેલું દૂધ વાપરવું પડે છે. દરરોજ ઘરના આંગણા સુધી આવતી શાકની રેંકડી એ ભારતમાં સુલભ છે. અમેરિકામાં જે કથા-વ્યથા દૂધની છે, એ જ શાકની પણ છે. ધોબી ઘરે આવીને કપડાં લઈ જાય અને ઈસ્ત્રી કરીને પાછા આપી જાય. મહિને આવીને હિસાબ પણ લઈ જાય, એવું અમેરિકામાં વિચારી પણ ન શકાય. ત્યાં તમારે જ લોન્ડ્રી સુધી લાં....બા થવું પડે. અહીં તમારી કાર કે બાઈક તમારા ઘરે જ ધોઈ આપવાની સગવડ છે. ત્યાં દરેક જણે પોતાની કાર જાતે જ ધોવી પડે. જોકે રોજ રોજ આવી જાત-સેવા કરવાનો તેમની પાસે સમય પણ નથી. એટલે... જવા દો એ વાત. (૩) (૫) અમેરિકા જતાં પહેલાં ૩૦ - Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૭) Problems અને અમેરિકા ભારતમાં સ્કૂલે જતાં નાનાં બાળકોને સ્પે.રિક્ષા/વાન કે બસમાં બેસાડીને તેમની મમ્મી નિશ્ચિત થઈ જાય છે. આ બાબતમાં U.S.ની મમ્મીઓ સારી એવી અનલકી છે. ત્યાં ૧૦ થી ૫૦ કિ.મી. સુધીની દૂરની સ્કૂલમાં જાતે જ બાળકને મૂકી આવવું પડે અને સ્કૂલ પૂરી થયે ત્યાંથી લઈ આવવું પડે. પબ્લિક બસમાં મોટા છોકરાઓ જઈ શકે, પણ ભાડૂતી સ્પે. કારની સેવાના અભાવે નાનાં બાળકોને લેવા-મૂકવા જવાની ખરેખરી ઉપાધિ છે. ખાસ કરીને ત્યાં સંયુક્ત પરિવારનો અભાવ છે + મમ્મીપપ્પા બંનેને જૉબ કરવી જ પડતી હોય છે, ત્યારે આ ઉપાધિમાં તેઓ કઈ રીતે સમાધિ રાખતા હશે એ કલ્પનાનો વિષય છે. ભારતમાં કારખાનાં, ઑફિસ કે વેપાર-ધંધાના માલિક તરીકે તમે ઘણી સ્વતંત્રતા ભોગવી શકો છો. તમારી નીચે મૅનેજર વગેરે પર વિશ્વાસ રાખીને કામ લઈ શકો છો. ગમે ત્યારે મોડા આવી શકો, વહેલા જઈ શકો, વચ્ચે કોઈના બેસણામાં જઈ આવી શકો... વગેરે.. વગેરે. અમેરિકામાં આ બાબતમાં પૂરેપૂરી ગુલામી છે. ત્યાં નાની ફૅક્ટરી, ઑફિસ કે દૂકાનના માલિકો નીચેના માણસોના વિશ્વાસે કામ સોંપી શકતા નથી. સોપે તો માલ ચોરાઈ જાય કે ડૉલરની ઉચાપત થઈ જાય. એટલે માલિકે પૂરેપૂરો સમય હાજર રહેવું બેહદ જરૂરી બને. ત્યાં તમારા ઘણા માણસ હોય, તો ય તમે એકલા હો. સાવ એકલા. ભારતમાં પાડોશીઓ સાથે મીઠાં સંબંધ હોય છે. તેઓ આપણાં સુખદુઃખમાં ભાગીદાર બને. “પહેલો સગો પાડોશી” – આ સુખ અમેરિકામાં નથી. વાતચીતમાં તેઓ નમ્ર અને વિવેકી લાગે, પણ નાની વાતમાંય તેઓ ઝઘડો કરી બેસે. બાળકો રમતાં હોય ને ઘોંઘાટ થાય કે બોલ એના કંપાઉન્ડમાં જતો રહે તો પણ વાંધો લે, એવું વલણ ત્યાં જોવામાં આવે છે. વિચિત્ર પાડોશીથી ત્યાં સાવધાન રહેવું પડે છે. પાડોશીની કનડગતથી મકાન વેચી દેવું પડે, એવું પણ ત્યાં બન્યા કરે છે. - ૩૧ અમેરિકા જતાં પહેલાં Page #32 -------------------------------------------------------------------------- ________________ Labour અને અમેરિકા ભારતમાં જે માણસ કારખાનાનો કે ધંધાનો માલિક છે, તે અમેરિકા જાય તો ત્યાં તે મજૂર છે. અમેરિકામાં ૯૦% માણસો ખરેખર મજૂર જ છે. તેઓ ભલે સભ્ય પોષાક પહેરીને કારમાં બેસીને મજૂરીએ જાય છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિ હંમેશાં દયામણી જ હોય છે. પતિ-પત્ની બંને મજૂરી કરે. તો જ પૂરું થાય, એટલે પત્નીએ મજૂરણ બનવું જ પડે છે. નાનાં બાળકોને ઘોડિયાઘરમાં મૂકીને સ્ત્રીએ મજૂરીએ દૂર દૂર જવું પડે છે અને આખો દિવસ કામ કરવું પડે છે. ભારતમાં ખેતરમાં કે કારખાનામાં કામ કરતાં માણસો ઘણા સ્વતંત્ર છે. તેઓ વાતો કરી શકે, સંગીત સાંભળી શકે, કોઈ મળવા આવે તો કામ છોડીને થોડી વાર તેની સાથે વાત કરી શકે. અચાનક કોઈ કામ આવ્યું તો ચાલુ ફરજે બહાર જઈને કામ પતાવી આવે. આવી કોઈ પણ સ્વતંત્રતા અમેરિકન મજૂરને નથી. ત્યાં તે ચાલુ કામમાં બે-ચાર મિનિટ પણ બેસી ન શકે. સતત ઊભા ઊભા જ કામ કરવું પડે. કોઈની સાથે વાત કરે તો તેનું આવી બને, તેને કાઢી જ મૂકે. અમેરિકામાં આર્થિક વ્યવહારોનું કેન્દ્રીકરણ થઈ ચૂક્યું છે. ઉત્પાદન પણ મોટી કંપનીઓ કરે, વેપાર પણ મોટી કંપનીઓ જ કરે, એટલે જંગી મલ્ટીનેશનલ કંપનીઓના હાથમાં જ આખું અમેરિકા છે. ત્યાંની પ્રજામાંથી Min. ૯૫% લોકો આ મોટી કંપનીઓના ગુલામ છે. તેઓ પોતાની સ્વતંત્રતા અને સ્વતંત્ર વિચારસરણી ખોઈ બેઠા છે. ત્યાં ખાવાપીવાની ચીજો પણ જંગી મોટી કંપનીઓ જ બનાવે અને વેચે, તેથી અમેરિકાની સ્ત્રીઓને હવે દૂધમાંથી દહીં બનાવતા પણ આવડતું નથી. એ માટે દૂધને ૫૦૦-૭૦૦ કિ.મી. દૂર મોકલવું પડે છે. સ્ત્રીઓને ઘરકામ છોડીને કોઈની વેઠ કરવા માટે મજૂરણ બનવું પડે એ ત્યાંના વ્યક્તિ સ્વાતંત્ર્યનો ખરો ચહેરો છે. અમેરિકા જતાં પહેલાં ૩૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૯)) Misunderstanding અને અમેરિકા અમેરિકાથી થોડા દિવસ માટે વતનમાં આવેલો માણસ ફાંકડું ઈંગ્લીશ બોલતો હોય એના હાથ પર ગોલ્ડ બ્રેસલેટ હોય, એણે જિન્સ અને ટિશર્ટ પહેર્યા હોય. પરફ્યુમ છાંટ્યું હોય. પોતાની ત્યાં કેવી આલિશાન કાર છે અને ત્યાં પોતે કેવી મોજમજા કરે છે, એની એ બડાઈ મારતો હોય અને ધૂમ પૈસા ખર્ચતો હોય. એ બધું જોઈને અહીંના લોકોને અમેરિકાનું આકર્ષણ થાય છે. પણ એ ત્યાં ઝાડું મારે છે કે હોટલમાં થાળીઓ ધોવે છે, એ વિષે એ લોકોને કશી જ ખબર હોતી નથી. બહુ બહુ તો “જૉબ કરું છું.” એટલું એ કહેશે, પણ એ કઈ કંપનીમાં છે ? એની નોકરી કેવી છે ? એનો વાર્ષિક પગાર કેટલો છે ? અમેરિકાના ધોરણ મુજબ એ પગાર કેટલો કહેવાય? એ વિષે એ કદી નહીં કહે. અમેરિકા કે યુરોપની મુલાકાત લેનારા ત્યાંના મોટાં શહેરો, વિશાળ રસ્તા, હજારો કાર, મોટા મોટા સ્ટોર્સ અને તેમાં મળતી લોભામણી વસ્તુઓ વગેરે સમૃદ્ધિ જુએ છે અને માની લે છે કે ત્યાંના લોકો બહુ સુખી છે. પણ ખરેખર ઊંડો અભ્યાસ કરવામાં આવે, તો ખ્યાલ આવે છે કે ત્યાંની ૯૦% પ્રજા હેરાન-પરેશાન છે અને અતિશય ટેન્શનમાં જીવે છે. અહીંની મધ્યમ વર્ગની સ્ત્રીઓને પણ જે સુખ છે, તે ત્યાં ૯૦% પ્રજાને બિલકુલ નથી. અમેરિકાના ૮૦ લાખ નાગરિકોની વાર્ષિક કોટુમ્બિક આવક ૪૫ હજાર ડૉલરથી વધારે છે. આમ છતાં ઘણી વાર તેમને ઍપાર્ટમેન્ટનું ભાડું, તબીબી ખર્ચ અને અન્ય પાયાની જરૂરિયાતોનો ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી પડે છે. ગરીબોની હાલત તો કફોડી છે જ, આર્થિક રીતે સધ્ધર પરિવારોનેય નાણાકીય અસ્થિરતાનો સામનો કરવો પડે છે. મોટા મોર્ગેજ, અંગત દેવું, ખર્ચાળ મોટા શહેર, તબીબી ખર્ચ ક આ બધાં સાથે સ્ટ્રગલ કરતો ત્યાંનો ખાધેપીધે સુખી ગણાતો માણસ કદાચ અહીંના ગરીબ કે ભિખારી કરતાં પણ વધુ ખરાબ સ્થિતિમાં જીવતો હોય છે. ૩૩ અમેરિકા જતાં પહેલાં Page #34 -------------------------------------------------------------------------- ________________ Aloneness અને અમેરિકા વતનમાં છાપાંવાળોય કેમ છો ? કહી જાય છે. દૂધવાળોય આત્મીય બની જાય છે. નોકર ઘરના સભ્યનું સ્થાન લઈ શકે છે. ટપાલીય ‘ઓળખીતો’ હોય છે. વિના કારણ પણ વાતચીત કરતાં પ્રેમાળ માનવીઓ એ ભારતનું સ્વર્ગ છે. અમેરિકામાં એની કલ્પના પણ ન થઈ શકે. અહીં તો ખપ પૂરતું કામ અને બધું સૂમસામ. યાદ આવે કોલરિજ Alone Alone on a lonely sea. આખા ઘરમાં એકલી સ્ત્રી જ રહેતી હોય કે એકલો પુરુષ જ રહેતો હોય એવા એક સભ્યના પરિવારો અમેરિકામાં મોટી સંખ્યામાં છે. એમના સુખ-દુઃખમાં સહભાગી થનાર તો કોઈ નથી જ, એમની વ્યથા સાંભળનાર પણ કોઈ નથી. અમેરિકાના રસ્તાઓ પર જોઈએ તો કેટલાંય સ્ત્રી-પુરુષો કાર ડ્રાઇવ કરતાં એકલાં બડબડતાં હોય છે. આને જાત સાથેનો સંવાદ જરૂર કહી શકાય, પણ ઉપનિષદો જેને ‘આત્મસંવાદ' કહે છે એ તો આ નથી જ. 30 પોતાના પ્રશ્નો પોતે જ સૂલઝાવવાના હોવાથી ત્યાંનો માણસ એકલતા અનુભવે છે. એકના એક વિચારો એના મગજમાં સતત ઘુમરાયા કરે તો એ ડિપ્રેશનમાં સરી પડે છે. માનસિક બીમારીઓ એના પર કબજો મેળવી લે છે. આ પરિસ્થિતિ લાંબો સમય રહે તો તે માણસ સિઝોફ્રેનીઆનો ભોગ બને છે. ક્યારેક હિંસક બને છે. હાથમાં પિસ્તોલ આવી જાય તો આડેધડ અર્થહીન હત્યાઓ કરતાં પણ તે અચકાતો નથી. કુટુંબ અને સમાજ વગર બે જ વ્યક્તિ સુખેથી જીવી શકે - એક યોગી અને બીજો પાગલ. અમેરિકાનો માણસ ખૂબ દુઃખી છે, કારણ કે એ એકલો છે. Mathew Arnold કબૂલાત કરે છે We mortal millions, live alone. અમેરિકા જતાં પહેલાં ૩૪ 我 Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૧) Weather અને અમેરિકા અમેરિકન ચિંતક હેન્રી ડેવિડ થોરોએ કહ્યું છે : “કુદરતની વધુ મહેર આપણે નથી મેળવી શક્યા.” બરફ, અગ્નિ, પવન, પાણી, ભૂકંપોની ધ્રુજારીઓ અને જ્વાળામુખીની ગર્જનાઓ. નિસર્ગના આ વિવિધ રૂપોનો સોથી વધુ પ્રભાવ અમેરિકામાં દેખાય છે. કેલિફોર્નિયાનો ધરતીકંપ હોય, હવાઈ ટાપુનો જ્વાળામુખી હોય કે ટેક્સાસથી મેઈન સુધી ફૂંકાતા હરિકેન્સ કે ટોર્નેડોઝ હોય, કુદરતના રોદ્ર સ્વરૂપની ઝલક અહીં અવારનવાર જોવા મળે છે. અમેરિકામાં બે જ ઋતુ છે – શિયાળો અને ઉનાળો. વરસાદ ગમે ત્યારે આવતો રહે. કેલિફોર્નિયાબોસ્ટન, બફેલોનો શિયાળો વધુ આકરો પડે. ન્યુ જર્સી-હ્યુસ્ટન-ટેક્સાસનો ઉનાળો ભારે પડી જાય. શિયાળામાં બોર બોર જેવા કરા નુકસાન પણ કરે. ક્યારેક અહીં કરાના તોફાનો હોય, તો ક્યારેક પાણીની અછત પણ હોય. વરસાદ ખેંચાઈ જાય ત્યારે પાણીની કટોકટી જાહેર કરીને પાણી ઉપર કાપ મુકવામાં આવે. તે સમયે લોન પર પાણી છાંટવાની બંધી લાદવામાં આવે. હરિકેનના પગલે પૂર પણ આવે, વધુ પડતાં વરસાદથી કે બરફ પીગળવાથી પણ પૂર આવે અને જાન-માલનું નુકસાન થાય. કુદરત અહીં ક્યારે રૌદ્ર સ્વરૂપ લેશે અને વીજળીની ઝડપે સપાટો બોલાવશે, તેનો કોઈ ભરોસો નહીં. બરફવર્ષા થતી હોય ત્યારે કાર ગોળ ગોળ ચક્કરમાં ફરવા લાગે અને ઍક્સીડન્ટ થઈ જાય. ક્યારેક કાર ઢંકાઈ જાય કે આખે આખી દટાઈ જાય એટલો બરફ પડે. સારા હવામાનમાં ઠંડીનાં કપડાં લીધા વિના માણસ બહાર નીકળ્યો હોય અને અચાનક હિમવર્ષા થવા લાગે. બિચારાની સ્થિતિ કફોડી થઈ જાય. ઘણી વાર બરફના ઢગલા નીચે દટાયેલી કારમાં માણસ થીજીને મૃત્યુ પામે. હિમઝંઝાવાતમાં ફસાય તો તો બચવું મુશ્કેલ. કલાકના ૧૨૦૧૨૫ કિ.મી.ની ઝડપે હિમ વાયરો ફૂંકાય. હિમવર્ષાથી આંધી એટલી ઘેરી બને કે આજુબાજુ કશું જ દેખાય નહીં. તાપમાન શૂન્યથી નીચે ૪૦-૫૦ ડિગ્રી ઊતરી જાય. અમેરિકાની કાતિલ ઠંડી પ્રતિવર્ષ હજારેક માણસોનો ભોગ લે છે. ઘણી વાર અસહ્ય ગરમીનો ઝપાટો પણ જીવલેણ બની જાય છે. ૩૫ અમેરિકા જતાં પહેલાં Page #36 -------------------------------------------------------------------------- ________________ (32) Elegal Residency WG WISI અન્ય દેશોમાંથી ગેરકાયદેસર આવીને વસેલા માણસોને કારણે જે હકથી વસેલા છે, તેઓને આર્થિક મુશ્કેલીઓ અનુભવવી પડે છે. તેઓને જૉબ મળતી નથી તેથી અમેરિકાની ટૅક્સની આવક પણ ઘટી છે. પરિણામે આર્થિક પાસું નબળું થતું જાય છે. પ્રજાને સરકાર તરફથી મળતી રાહતોમાં કાપ મુકાતો જાય છે. આ પરિસ્થિતિમાં સરકારે કેટલીક ખાસ એજન્સીઓને રાખી છે, જેઓ ગેરકાયદેસર રહેનારાઓને પકડે છે અને તેમના દેશમાં પરત મોકલે છે. તેમને જેઓ જૉબ પર રાખે, તેમને દંડ અને સજા કરવામાં આવે છે. બીજી બાજુ જેઓ ત્યાં ગેરકાયદેસર વસે છે, તેઓ સોશિયલ સિક્યુરિટી વગેરે રાહત યોજનાઓના લાભથી તો વંચિત રહે જ છે, નોકરીમાં પણ તેમનું શોષણ કરવામાં આવે છે. ગ્રીનકાર્ડ ધારકને કલાકના ૬ ડૉલર અપાતા હોય, તો ગ્રીન કાર્ડ વગરનાને કલાકના ૩ ડૉલર જ મળે. તેમની મજબૂરી છે, તો એ મજબૂરીનો ગેરલાભ ઉઠાવવા માટે અમેરિકનો તૈયાર જ છે. તોય અમેરિકાને સમજ્યા વિના ગાંડી દોટમાં લાખો રૂપિયા ખરચીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઠલવાતાં લોકોની કમી નથી. અમેરિકામાં ગ્રીનકાર્ડવાળા કે ગ્રીનકાર્ડ વગરના બંને દુઃખી જ છે. તોય આ સત્યથી અજાણ અહીંના લોકોએ ગ્રીનકાર્ડને જાણે સ્વર્ગનો પરવાનો હોય એવો દરજ્જો આપી દીધો છે. આ સંદર્ભમાં એક વાત જાણવી બહુ જ રસપ્રદ છે કે ત્યાંના કાયદા મુજબ ગ્રીનકાર્ડ ધારક ૧૮ થી ર૬ વર્ષની વ્યક્તિને યુદ્ધના સમયે આવશ્યકતા અનુસાર ફરજિયાત યુદ્ધમાં જવું પડે. વિયેતનામ યુદ્ધ વખતે આપણા ગુજરાતી પરિવારોએ આ કારણથી પોતાના દીકરાઓને કેનેડા, ઈંગ્લેન્ડ કે ગુજરાત મોકલી દીધા હતા. I mean ભગાડી દીધા હતા. કાલે કદાચ ભારત-અમેરિકાનું યુદ્ધ થાય, તો ત્યાં રહેલા ભારતીયોએ ભારતની જ સામે બંદૂક તાકવી પડે એવી ગોઠવણ ત્યાંના ગ્રીનકાર્ડમાં કરેલી છે. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં આવી સ્થિતિ હતી જ. ગુલામીનું આથી મોટું પ્રમાણપત્ર બીજું શું હોઈ શકે ? અમેરિકા જતાં પહેલાં _ ૩૬ Page #37 -------------------------------------------------------------------------- ________________ Greencard અને અમેરિકા ભારતમાં સફેદ લૂંટ કરવા માટેનું કોઈ ખતરનાક હથિયાર હોય તો એ અમેરિકાનું ગ્રીનકાર્ડ છે. ગ્રીનકાર્ડ ધરાવતી વ્યક્તિ સાથે ભારતનાં મા-બાપો આંખ મીંચીને સારાં સારાં દીકરા-દીકરીઓને પરણાવી દે છે. અમેરિકામાં ઘૂસવાના એક માત્ર લક્ષ્ય સાથે. પણ પછી આખી જિંદગી ‘કજોડાંને’ કારણે બરબાદ થઈ જાય, કે છૂટાછેડાના પ્રશ્નો ઊભા થાય, એની ચિંતા કોઈ કરતું નથી. ગીતાબહેન ભટ્ટ ખરું જ કહે છે 33 અરે જેવી તેવી કામિની, જેને ગ્રીનકાર્ડ લાગ્યું હાથ, રંક હો કે અપંગ હો, પણ લઈ આવે ડૉક્ટર સાથે. ક્યારેક એવુંય બને છે, કે અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવતો યુવક ત્યાં પરણેલો હોય. એને એક-બે બાળક પણ હોય, વધુમાં ત્યાં બીજું લફરું પણ ચાલતું હોય, એને હકીકતમાં પત્ની નહીં પણ કામવાળી, આયા કે રસોયણ જોઈતાં હોય. કોડભરેલી પરણેતરને ઘરમાં પૂરીને લોક કરીને એ જોબ પર જતો રહે, એને ફોન પણ ન કરવા દે, તો અમેરિકા એના માટે અંધાર-કોટડીથી વિશેષ કંઈ જ નથી. ભારતમાં જે કન્યાઓ ચાનો કપ સુધ્ધાં સાફ ન કર્યો હોય, નોકરચાકર ને સુખ-સાહેબી વચ્ચે ઉછરેલી હોય, એ કન્યા જ્યારે અમેરિકામાં પોતાની પ્લેટ ને વાસણો માંજે કે કોઈ સ્ટોરમાં ખડે પગે સવારથી સાંજ ઊભા રહેવાની નોકરી કરે, ત્યારે એની આંખોમાંથી ટપોટપ આંસુ પડતાં હોય છે. ખરું ‘અમેરિકા’ આ છે. બીજી બાજુ ગ્રીનકાર્ડ જોઈને ત્યાંની છોકરી સાથે અહીંનો યુવક પરણ્યો હોય, એ યુવક થોડો નબળો હોય, તો એ છોકરી એને નોકરની જેમ ઊઠબેસ કરાવે અને માનસિક ત્રાસ આપે. એ છોકરો ડિપ્રેશનનો ભોગ બની જાય. ત્યાંના શાણાં છોકરાછોકરીઓ ત્યાંનાં છોકરા/છોકરીની ટેવો-કુટેવો જાણતાં હોય છે. તેથી તેઓ ભારતીય પાત્રને પસંદ કરે તે દેખીતી વાત છે, પણ આમાં ગ્રીનકાર્ડનું માપદંડ કપટકાંડ સર્જી દે છે. અમેરિકા જતાં પહેલાં ૩૭ Page #38 -------------------------------------------------------------------------- ________________ (38) T.V. અને અમેરિકા અમેરિકામાં સેંકડો ચેનલો કાર્યરત છે. આખો દિવસ ફિલ્મો જોઈ શકાય એટલી ફિલ્મ ચૅનલો ટી.વી. પર પ્રસારિત થાય છે. કેબલ ટી.વી. પર બતાવાતી મોટા ભાગની ફિલ્મો જાતીયતા અને હિંસાની ગંદકીથી ખદબદતી હોય છે. ૮૦% અમેરિકનો માને છે કે ટેલિવિઝનનું સ્તર ખૂબ જ ઊતરતું છે. હિંસા, ચોરી, લૂંટ અને બળાત્કારો તેમાં ઠાંસી ઠાંસીને ભરેલાં છે. એવરેજ અમેરિકનો ૧૬ વર્ષની ઉંમર થાય, ત્યાં સુધીમાં ટી.વી. પર ૨ લાખ હિંસાનાં દૃશ્યો જોઈ ચૂક્યાં હોય છે અને ૩૩ હજાર ખૂન જોઈ ચૂક્યા હોય છે. એક કલાકે ત્યાંનું ટી.વી. એવરેજ ૩૦ હિંસાનાં દશ્યો પીરસી રહ્યું છે. રોજ રાતે બે મર્ડર જોઈને અમેરિકનો ગુડ-નાઇટ કહે છે. - આ પરિસ્થિતિમાં બાળકોના મન પર વિશેષ વિકૃત અસર પડે છે. મર્ડરો જોઈ જોઈને મર્ડર કરવાનો શોખ પોતાની મમ્મી ઉપર જ પૂરો કરનાર બાળક એ અમેરિકન ટી.વી.ની પેદાશ છે. શાળાનાં બાળકોથી માંડીને સગા પિતાને રિવૉલ્વરથી શૂટ કરી દેતું ત્યાંનું બાળક હકીકતમાં ટી.વી.નું અનુસરણ જ કરતું હોય છે. ગંદકીને જોઈ જોઈને ત્યાંના બાળકો તેમના મનની પવિત્રતા ગુમાવી બેઠા છે. કાચી ઉંમરે ગલીચ કૌભાંડો કરતાં ત્યાંના બાળકોએ તેમનું બાળપણ તો ખોયું જ છે. ચિત્ર-વિચિત્ર બીમારીઓ અને કૉપ્લિકેશન્સના ભોગ બનીને તેમનું યોવન પણ ખોયું છે. ટી.વી. સાથે ચીટકી રહેવાના કારણે ત્યાંના બાળકોની રચનાત્મક શક્તિ અને સર્જનાત્મક શક્તિ પર અવળી અસર થાય છે. ટી.વી. માટે અમેરિકામાં એક શબ્દ પ્રચલિત છે, ઈડિયટ બોક્સ. આમ છતાં ય ત્યાં ત્રણ જણના પરિવારમાં આઠ ટી.વી. હોય એવા દાખલા છે. ત્યાંના સમજું માતા-પિતાઓ બાળકોના સંસ્કારોને બચાવવા માટે કેનેડાના એવા જંગલ-સાઈડના વિસ્તારોમાં રહેવા જવા ઇચ્છે છે, જ્યાં ટી.વી. હોય જ નહીં. પણ એવાં સમજું કેટલા ? સમજું માટે પણ આ પોસિબલ કેટલું? શું લાગે છે તમને ? તમારો નંબર શેમાં લાગશે ? અમેરિકા જતાં પહેલાં Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૫) Culture અને અમેરિકા એક બાજુ અમેરિકામાં ભારત જેવી સુવ્યવસ્થિત પ્રાચીન સંસ્કૃતિનો અભાવ છે. બીજી બાજુ ત્યાંનું સેન્સરશીપ વિનાનું મીડિયા-તંત્ર ટી.વી., થિયેટર, છાપાં, મૅગેઝિન... બધાં જ પ્રકારે છડે-ચોક નગ્નતાનું પ્રદર્શન કરી રહ્યું છે. ત્રીજી બાજુ ઊગતી પેઢીમાં સત્સંસ્કારોનું સિંચન કરવા માટે ત્યાંનાં મા-બાપો પાસે એક મિનિટ પણ નથી. દાદા-દાદી જેવી વસ્તુ અમેરિકામાં તો છે જ નહીં અને યા તો ત્યાંની મનસ્વી વિચારસરણી ધરાવતી પેઢી માટે સાર્થક નથી. ચોથી બાજુ ટૅકનૉલૉજીના નવા આયામો - ઇન્ટરનેટ, આઇ-ફોન, આઇ-પોડ વગેરેએ રહ્યુસહ્યું કામ તમામ કરી દીધું છે. પાંચમી બાજુ ત્યાંના વિકૃત સમાજમાં રસ્તાઓ, જાહેર સ્થળો, બીચો, રેલ્વે સ્ટેશનો, જ્યાં જાઓ ત્યાં બીભત્સ દેહ-પ્રદર્શન અને નિર્લજ્જ જાતીયચેષ્ટાઓનું દૃશ્ય સુલભ હોય છે. આટ-આટલી હોનારતો ઓછી હોય એમ.... છઠ્ઠી બાજુ ત્યાંની સ્કૂલોમાં બાળકોને ૧૩-૧૪ વર્ષની ઉંમરથી જ જાતીય શિક્ષણ અપાય છે. જે હકીકતમાં ૨૩-૨૪ વર્ષના છોકરાઓને આપવું પણ યોગ્ય નથી હોતું. સ્કૂલનું હોમવર્ક કરતો છોકરો મોટેથી તેના ફકરાઓ વાંચીને મા-બાપને તેના વિષે પ્રશ્ન કરે, ત્યારે તેમની સ્થિતિ ખરેખર કફોડી થઈ જતી હોય છે. કુમળી વયનાં બાળકો જાતીય શિક્ષણ પામીને તરત જ એનો પ્રયોગ કરવા માટે તલપાપડ બને છે. ક્લાસમાંથી ટિચર્સ વિદાય લે ત્યારે ઘણી વાર બીજા સ્ટુડન્ટ્સની નજર સામે જ આવા પ્રયોગો થાય છે, તો ઘણા કિસ્સામાં સ્ટુડન્ટ્સ સાથે ટિચર્સના વ્યભિચારો ચાલતાં હોય છે. ઘણી સ્કૂલોમાં અંદર જ ગર્ભપાતની કે ઘોડિયાઘરની વ્યવસ્થા છે. તો ઘણી સ્કૂલોમાં સંતતિ-નિયમનનાં સાધનો આપવામાં આવે છે. કુંવારી માતાઓનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. અહીંની પ્રજાને મન જાતીય અમેરિકા જતાં પહેલાં ૩૯ Page #40 -------------------------------------------------------------------------- ________________ વાસના અને પ્રેમ દ્ન એ બંને એક જ વસ્તુ છે. જાતીય આકર્ષણ ઊભું કરવા માટે ત્યાંની છોકરીઓ અને સ્ત્રીઓ નિર્લજ્જ પહેરવેશથી માંડીને શારીરિક અવયવોનાં ઑપરેશનો સુધીના ધતિંગ કરે છે. ત્યાંનાં છાપાંઓમાં આવતી સજાતીય/વિજાતીય સંબંધો બાંધવા માટેની અઢળક જાહેરાતો ત્યાંના લોકોના વિકૃત માનસનો ખ્યાલ આપે છે. What do you think ? તમારું સંતાન બચી જશે ? શાબાશ, તમને શેખચિલ્લી સિનિયર કહેવા પડશે. ૩૬ Character અને અમેરિકા ૧૬ વર્ષની ઉંમરે છોકરી એના બૉયફ્રેન્ડ સાથે ડેટિંગ પર જાય, એ અમેરિકામાં ઑફિસિયલ વસ્તુ છે. દીકરી અઢાર વર્ષની થાય એટલે એ પોતાના રૂમમાં ગમે તે બૉયફ્રેન્ડને રાતે લાવી શકે. મા-બાપથી કાંઈ કહી શકાય નહીં. ઉંમરલાયક દીકરી રોજેરોજ નવા નવા છોકરાને ઘરે લાવે અને રાત્રે પોતાના રૂમમાં જ રાખે, તો પણ મા-બાપથી ના ન જ પાડી શકાય એવા અમેરિકા અને યુરોપના કાયદા છે. અઢાર વર્ષની ઉંમર પછી ત્યાંનાં છોકરા-છોકરીઓ મા-બાપ સાથે રહેતાં હોય, એ પણ એક આશ્ચર્ય ગણાય. સ્વતંત્રતાના નામે ત્યાં સ્વચ્છંદતા ચરમ સીમાએ પહોંચી છે. ત્યાં રહેતા ભારતીય પરિવારો આ દૂષણોથી મુક્ત હશે, એવી મુક્ત કલ્પના કરવાની સ્થિતિ જ નથી રહી. ડલ્લાસ-ટેક્સાસમાં હાઈસ્કૂલમાં ભણતી એક ભારતીય છોકરી પોતાની રૂમમાં બૉયફ્રેન્ડ્સ સાથે રાતે ફિલ્મ જોઈ રહી હતી. સારો એવો ઘોંઘાટ થઈ રહ્યો હતો. એના પિતાએ સવારે વહેલા ઊઠીને કામ પર જવાનું હતું. એમણે દીકરીને અવાજ કરવા બદલ ઠપકો આપ્યો. બૉયફ્રેન્ડ્સે એ છોકરીને ચડવણી કરી. ‘તારો બાપ અમારી હાજરીમાં તારું આવું અપમાન કરે, એ તું કેમ સહન કરી લે છે ? ઠોકી દે એના પર કેસ.’ પેલીએ પોલીસને ફોન કર્યો. દીકરીને માનસિક રીતે એબ્યુઝ કરવા બદલ પિતાને ૭ વર્ષની જેલ થઈ. પરિવારમાં કમાનાર અમેરિકા જતાં પહેલાં 幾 ૪૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ એ એક જ હતી. આખું ઘર ભારે દુઃખમાં ગરકાવ થઈ ગયું. રડી રડીને એ છોકરીની આંખો સૂઝી ગઈ, પણ હવે કોઈ ફેરફાર થઈ શકે તેમ ન હતું. ત્યાંની હાઈસ્કૂલો પણ દારૂ, ડ્રગ્સ અને જાતીય સતામણીઓથી ખદબદે છે. ત્યાંના વંઠેલ વિદ્યાર્થીઓની ટોળકીઓ પોતે કેટલી વધુ છોકરીઓ સાથે શરીરસંબંધ બાંધ્યો ૬ તેની સ્પર્ધામાં ઊતરે છે. ઘણી વાર આવી ઘેલછા બળાત્કારમાં પરિણમે છે. તમે કદાચ ત્યાં તમારાં સંતાનોને બચાવી લેવા માટે મરણિયા પણ બનો, પણ ચારે બાજુ ગટરની ભારે બદબૂ આવતી હોય ત્યાં મોંઘીદાટ અગરબત્તી પણ શું કામ લાગશે ? Marriage અને અમેરિકા કોઈ પણ સમાજના શારીરિક આરોગ્ય, ભાવનાત્મક આરોગ્ય અને આર્થિક આરોગ્યની પારાશીશી લગ્નસંસ્થા છે. હચમચી ઉઠેલી અને જાતીય સ્વચ્છંદતાથી તૂટી રહેલી લગ્નસંસ્થા એ અમેરિકાની સૌથી ગંભીર સમસ્યા છે. ૩૭ ૧૯૯૦ના દાયકાના પ્રારંભે અમેરિકાના બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ જાહેરમાં એવી હિમાયતો કરી હતી કે ‘પતિ, પત્ની અને બાળકો સાથેના પરિવારો અને લગ્નના શક્તિશાળી બંધનો રાષ્ટ્રના હિતમાં છે.’ એ સમયે ત્યાંની પ્રજાને આ વિધાનો વિવાદાસ્પદ લાગ્યા હતાં. પણ આજે લગ્નનો દર તળિયે જઈને બેઠો, ત્યારે એ વાત સાચી લાગે છે. ૧૯૬૦માં ત્યાં ૧૦૦૦એ ૭૩ કન્યાઓ પરણતી હતી. ૧૯૯૬માં ૧૦૦૦એ ૪૯ કન્યાઓ પરણતી હતી અને અત્યારે આ દર સૌથી નીચો છે. માતા-પિતાની સંયુક્ત છત્રછાયામાં ઊછરતાં બાળકોનું પ્રમાણ જેટલું વધુ, એટલું બાળકોને સ્પર્શતી સામાજિક સમસ્યાઓનું પ્રમાણ ઓછું એ હકીકત અમેરિકન સમાજ સમક્ષ સ્પષ્ટ થઈ છે આમ છતાંય પરણનારાઓ અમેરિકા જતાં પહેલાં ૪૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઘટતાં જ જાય છે. કુંવારી માતાઓની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે. લગ્નજીવન પણ અગાઉ કરતાં ઓછું સુખી અને ઓછું ટકાઉ નીવડી રહ્યું છે. છૂટાછેડાનું પ્રમાણ ઊંચે ને ઊંચે જઈ રહ્યું છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ ત્યાંની જાતીય સ્વતંત્રતા છે. લગ્ન પૂર્વે સ્ત્રી-પુરુષે જાતીય સંબંધોથી દૂર રહેવું જોઈએ એવા નૈતિક મૂલ્યોનું અમેરિકન સમાજમાં કોઈ જ મહત્ત્વ નથી. અહીં નગ્ન હોવું એ શરમજનક નથી, જાહેર સ્થળને બેડ-રૂમ માનીને ચાલવું એ પણ શરમજનક નથી અને કુંવારી માતા હોવું એ પણ શરમજનક નથી. એલચી :- અમેરિકા ડૉલરનું ડિવેલ્યુએશન કરી કરીને ભારત પાસેથી “શરમ”ની લોન લેતું રહે, તો જ એનું ઠેકાણું પડે એવું નથી લાગતું? (30) Divorse અને અમેરિકા અમેરિકામાં સ્ત્રી જૉબ પર જતી હોય, તેને એક સહજ પ્રશ્ન કરવામાં આવે છે - “તું પરણેલી છે ? તારે કેટલામો પતિ છે ?” પુરુષને પૂછવામાં આવે છે – “તું પરણેલો છે ? તારે કેટલામી પત્ની છે ?” શાળાનાં બાળકો ત્યાં નેચરલી બોલતાં હોય છે “આ મારી બીજી ત્રીજી મોમ છે. આ મારા બીજા ત્રીજા ડૅડ છે. એક જ પતિ/પત્નીની વાત સાંભળીને ત્યાંના લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે... આટલું બધું લાંબું ચાલ્યું શી રીતે ? અમેરિકામાં લગ્ન-છૂટાછેડા-લગ્ન.. આ એક સહજ વણથંભી પ્રક્રિયા છે. ત્યાં છૂટાછેટા પણ લગ્ન જેટલા જ આસાન છે. લગ્નજીવનમાં પણ લગ્નબાહ્ય સંબંધો અને જીવનસાથી સાથે બેવફાઈ એ ત્યાં સામાન્ય ગણાય છે. છૂટાછેડાની સીધી અસર બાળકો પર થાય છે. સાવકા મા-બાપની સમસ્યાઓ કુમળા બાળકનું જાણે ગળું મરડી નાખે છે. મા નવા પતિ સાથે રહેતી હોય કે બાપ બીજી પત્ની સાથે રહેતો હોય, ત્યારે બાળકની સ્થિતિ ખૂબ જ કફોડી બની જાય છે. બાળકને સ્વસ્થ સમાજના જવાબદાર નાગરિક અમેરિકા જતાં પહેલાં ૪૨. Page #43 -------------------------------------------------------------------------- ________________ બનાવવા માટે પણ સ્ટેબલ લગ્નજીવન અનિવાર્ય હોય છે. સ્ટેબિલિટીના અભાવે અમેરિકામાં પ્રેમવિહોણાં બાળકોની સંખ્યા વધતી જાય છે. આ એક માંદલા સમાજની નિશાની છે. અમેરિકાના ભવિષ્ય માટે આ એક મોટો ભયસંકેત છે. અમેરિકનો આત્મકેન્દ્રી છે, તેમને પોતાના સુખ ચેન વધુ વહાલા છે. બાળકો તો પોતાની રીતે મોટા થઈ જશે, એમાં શું ? આવું ભોક્તાવાદી માનસ અમેરિકાની ઘોર ખોદી રહ્યું છે. ત્યાંના રવાડે ચડીને હવે આપણી છોકરીઓ પણ ત્રણ-ત્રણ લગ્નો કરતી થઈ ગઈ છે. પહેલાને છૂટાછેડા આપીને બીજા સાથે લગ્ન કરે છે. પછી તેનેય છૂટાછેડા આપીને ત્રીજા સાથે લગ્ન કરે છે. એ ‘વર’ને ઘરે બોલાવી એનો ઉપયોગ કામવાળા જેવો કરે છે અને ચોથા સાથે અનૈતિક સંબંધો ચાલુ રાખે છે. ગુજરાતી પ્રજા અમેરિકાનું લેબલ જોઈને પરણવા માટે લાઇન લગાડે છે, ત્યારે હકીકતમાં તે મૂર્ખ બનતી હોય છે. Women અને અમેરિકા અમેરિકામાં લગ્નના બંધનોની શિથિલતાનાં પરિણામોનું બિહામણું રૂપ સૌથી વધુ સ્ત્રીઓને સતાવે છે. સ્વતંત્રતાની કિંમત તે માનસિક તાણની તીવ્રતાનો ભોગ બનીને ચૂકવે છે. આ માનસિક તાણને શમાવવા માટે તે દારૂ, સિગરેટ, ઘેનની ગોળીઓ અને કેફી દ્રવ્યો સુધ્ધાંનો આશરો લેતી જોવા મળે છે. ૩૯ હજારો અમેરિકન પુરુષોએ છૂટાછેડા લઈને કોઈ દિવસ તેમની છૂટાછેડા લીધેલ પત્ની અને બાળકોને કોર્ટે નક્કી કરેલી રકમની એક પાઈ પણ ચૂકવી નથી. કોર્ટે તો છૂટાછેડાના કેસમાં રકમ નક્કી કરી, કે પુરુષે છૂટાછેડા લીધેલી પત્ની અને બાળકોને મહિને આટલી રકમ આપવી, પણ તેનું પાલન થાય છે કે નહીં, તે જોવા માટે અને પાલન ન થતું હોય તો કરાવવા માટે અમેરિકા જતાં પહેલાં ૪૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ કોઈ જ જોગવાઈ નથી. કેટલાય પુરુષો તો શહેર છોડીને ગુમ થઈ જાય છે અને બીજા શહેરમાં નવો સંસાર વસાવે છે. પત્ની ૨કમ માંગવા જાય ક્યાં ? પોતે એકલાંય જીવવું હોય, તો મજૂરી કરી કરીને જાત ઘસી નાંખવી પડે એવા ત્યાંના માહોલમાં બાળકોને ઉછેરવા શી રીતે ? સલામતીનું શું ? લાગણીઓ અને અરમાનોનું શું ? એક બાજુ અમેરિકાથી ભારત પાછી ફરેલી પત્નીઓ અને ત્યક્તાઓના પણ ઘણા દાખલા છે, તો બીજી બાજુ હજારો સ્ત્રીઓના ખૂન તેમના પતિ દ્વારા કે નિકટથી તેઓ જેમના પરિચિત હતા, તેવા માણસો દ્વારા થાય છે. पिता रक्षति कौमार्ये भर्ता रक्षति यौवने ! पुत्रो रक्षति वार्द्धक्ये આ ભારતીય સંસ્કૃતિથી વંચિત બનીને અમેરિકન સ્ત્રીએ ઘણું બધું ગુમાવ્યું છે. કોમાર્યમાં એની રક્ષા કરનાર પિતા નથી. યૌવનમાં એની પડખે ઊભા રહેનાર પતિનો પત્તો નથી. એનું ઘડપણ આવે એની પહેલા તો એનો દીકરો ગાયબ થઈ ચૂક્યો હોય છે. જીવનનો આ સંઘર્ષ એકલા કાપ્યા સિવાય તેની પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી. This is the cost of American dream. ૪૦ Parents અને અમેરિકા અમેરિકામાં એવાં પણ મા-બાપો છે, જેઓ રહે છે તો સંતાનોની સાથે જ, પણ તેમની દશા ઘરના નોકર કરતાંય બદતર છે. ઘડપણમાં દરેક મા-બાપની એવી અપેક્ષા હોય, કે તેમના સંતાન તેમની સેવા કરે. તેના બદલે અમેરિકામાં તેમણે જ સંતાનોની સેવા કરવી પડે છે. તેમણે આયા/ બેબીસીટર તરીકે કામ કરવાનું, ઘરની સફાઈ વગેરે કરવાની, રસોઈ કરવાની... આટઆટલું કર્યા પછી ય સંતાનો તેમની સાથે ડૉલર-સેન્ટમાં વ્યવહાર કરે, તેમને મહેણાં-ટોણાં મારે, તેમને અપમાનિત અને હડધૂત કરે અને માનવતાને લજવે એટલી હદનો દુર્વ્યવહાર તેમની સાથે કરે. ન તેઓ કોઈને ફોન કરી શકે કે ન તો ફરિયાદ કરી શકે. અમેરિકા જતાં પહેલાં - ૪૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ મા-બાપને સરકારી પેન્શન અપાવવા માટે એ લોકો દોડધામ કરે, પછી પેન્શનના ૫૦૦-૬૦૦ ડૉલર પોતાના ખિસ્સામાં સરકાવી દે. માબાપને સેન્ટ-સેન્ટ માટે માંગણ બનવું પડે. કેટલાંક સંતાનો કોઈ મંદિરવાળાને મહિને ૧૦ ડૉલર આપીને માબાપને આખો દિવસ ત્યાં મૂકી આવે. કોઈ વગર નોતરે આવેલાં મા-બાપને ઍરપૉર્ટ પર લેવા જ ન જાય. કોઈ વખત એમનું ભરણ-પોષણ ન કરવું પડે, એ માટે એમને કોઈ બજારમાં લઈ જઈને ક્યાંક બેસાડીને ‘હમણાં આવ્યાં’ એમ કહીને જતાં રહે અને કદી પાછા આવે જ નહીં. વિદેશની ધરતી પર મા-બાપને ભગવાન ભરોસે રઝળતાં મૂકી દે. (આવો દાખલો ત્યાંના ગુજરાતી પરિવારનો પણ છે.) અમેરિકન લોકોને ઑવરટાઇમ કરીને પણ અઠવાડિયાના ૫૫-૬૦ કલાકનું કામ મળી જાય તો કરવું છે. આ સ્થિતિમાં ૬-૭ વર્ષના બાળકના માટેનો સમય ખોવાઈ જાય છે. પછી ઘડપણમાં તેઓ સંતાનો સાથે સમય ગાળવા ઇચ્છે, ત્યારે સંતાનો પાસે સમય હોતો નથી. અમેરિકામાં ટી.વી. બાપ છે અને ફ્રીઝ મા છે. ઘોડિયાઘરથી ઘરડાઘર સુધીની આ સંસ્કૃતિ છે, જેમાં ફાધર્સ ડે અને મધર્સ ડે વરસમાં એક જ વાર આવે છે. Childern અને અમેરિકા અમેરિકામાં એક મહિનાના બાળકને પણ અલગ રૂમમાં સુવાડવામાં આવે છે. એને ડાયપર પહેરાવી દીધી એટલે કામ પૂરું થઈ ગયું. હવે એ આખી રાત રડે તોય મા-બાપ એના પર ધ્યાન આપતાં નથી. ‘છો રડે, એ એની રીતે જીવતાં એકલાં રહેતા શીખી જશે.’ આવી એમની વિચારસરણી હોય છે. ત્યાં ત્રણ વર્ષના બાળકે પણ મા-બાપના બેડરૂમમાં આવવું હોય તો પહેલા ટકોરાં મારવા જરૂરી છે. ૪૧ ૪૫ અમેરિકા જતાં પહેલાં Page #46 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં બાળકો સ્કૂલથી ઘરે પાછા ફરે, ત્યારે ઘરમાં તેમની દેખભાળ કરનાર કોઈ હોતું નથી. બેબીસીટર કે ડે-કેર સેંટરમાં ઊછરેલાં બાળકોને ‘મા’ની મમતા કે દેખરેખ મળી શકતી નથી. નાનપણમાં જ ખરાબ વસ્તુઓ શીખીને નાની ઉંમરમાં જ તેઓ બાળસહજ નિર્દોષતા ખોઈ બેસે છે. તેઓ વધુ પડતા Aggrasive થઈ જાય છે. જેક્સન વીલે – ફ્લોરિડાના પિડિયાટ્રિક્સ કહે છે ‘આપણે બાળકોની એવી પેઢી સર્જી રહ્યા છીએ કે જે સ્વકેન્દ્રી, અપરિપક્વ અને અન્ય માટે વિચારવાના અભાવવાળી છે.’ જો મા-બાપની છાયામાં પણ ત્યાંનાં બાળકોની આવી સ્થિતિ હોય, તો ત્યાંની કુંવારી માતાના કે છૂટાછેડા લેનારી માતાનાં સંતાનોની તો કેવી સ્થિતિ હશે ! અમેરિકામાં પરણ્યા વિનાની માતાઓમાં ૭૦% વધારો થયો છે. ત્યાં દર ત્રણ બાળકમાંથી એક બાળક લગ્ન વિના જન્મે છે. અને તેમાંથી ૬૫% બાળકોના પિતા કોણ ? એ ખબર નથી. બીજી રીતે જોઈએ તો અમેરિકામાં દર પાંચ બાળકમાંથી એક બાળકને ખબર નથી કે એના પિતા કોણ છે ? ત્યાં બાળક સ્કૂલમાં દાખલ થાય, એટલે પહેલું એ શીખવાડવામાં આવે છે કે કંઈ પણ થાય, તો પોલીસને ૯૧૧ નંબર પર ફોન કરવો. ભૂલેચૂકે બાળક મા-બાપની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ કરે તો મા-બાપને જેલમાં જવું પડે. આ સ્થિતિમાં મા-બાપ શું કરશે ? માસ્તર મારેય નહીં ને ભણાવે ય નહીં ૬ એ કહેવતને સાર્થક કરશે. એટલે બાળકોના સંસ્કરણની રહીસહી શક્યતાય મરી પરવારશે. ૬ નિચોડ : હ્યુસ્ટન રાઇસ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી સ્ટીફન ક્લિનબર્ગના શબ્દોમાં કહીએ તો ‘અમેરિકામાં બાળકોની આખી પેઢી ઉપેક્ષાથી પીડાય છે.’ અમેરિકા જતાં પહેલાં ૪૬ 我 Page #47 -------------------------------------------------------------------------- ________________ Youngsters અને અમેરિકા અમેરિકામાં રહેલા સમજું ભારતીય માતા-પિતાઓ એવો પ્રયાસ કરે છે, કે તેમનાં સંતાનો ભારતીય ભાષા, સંસ્કાર, રીત-રિવાજો અને સંસ્કૃતિને જાળવી રાખે. આ વાત સારી છે, પણ તેમનાં સંતાનો અમેરિકાના રીતરિવાજો અને જીવનશૈલીને અપનાવવા માંગે છે. આ ખેંચતાણમાં છેવટે માતા-પિતાએ હાર માનવી પડે છે. ડૉલરની માયા છોડીને તેઓ સમયસર ભારતમાં આવી ગયા હોત તો સંતાનો બચી શકત, પણ એ સમય હવે જતો રહ્યો હોય છે. મુક્તસમાજના દૂષણોને ત્યાંનાં યુવક-યુવતીઓ સમજ્યાં નથી હોતાં. મોટાભાગનાં માતા-પિતાઓ પાસે તો એ સમજાવવાનો સમય પણ નથી. ૪૨ જે સંતાનોના અભ્યાસ માટે ભારતીય મા-બાપો ગૌરવ લેતાં હતાં, એ જ સંતાનો યા તો લગ્ન કરવાની ઘસીને ના પાડી દે અથવા તો લગ્નની બાબતમાં તેમને માથું ન મારવા કહે, ત્યારે તેઓ મોટું વકાસીને જોતાં રહી જાય છે. ગુજરાતી સંતાનો પણ મા-બાપને બિન્ધાસ્ત કહી દે છે, કે તેઓ પોતાને ફાવે તે ધોળિયા કે કાળિયા પાત્ર સાથે લગ્ન કરશે અને ફાવે ત્યારે કરશે. આ સમયે મા-બાપો અમેરિકા આવવાની ખરી કિંમત ચૂકવતાં હોય છે. બહાર તેઓ સંતાનોનો બચાવ કરે છે ‘આપણે ત્યાં એવા લાયક પાત્રો જ ક્યાં રહ્યા છે ? એમણે આખી જિંદગી વિતાવવાની છે. તેમનો જ નિર્ણય સાચો. આપણે તો તેઓ સુખી થાય એ જ જોવાનું. આપણે આપણી ફરજ પૂરી કરી...' વગેરે વગેરે. પણ તેમનો ચહેરો તેમના દિલના દર્દની ચાડી ખાધા વિના રહેતો નથી. અમેરિકાના યંગસ્ટર્સ અણસમજ અને સ્વચ્છંદતાથી ત્યાંનાં પાત્રોને પરણવા લાગ્યા, તેમાંથી કજોડાં જન્મી રહ્યાં છે. આવા લગ્નો બહુ ટકતાં નથી અને છૂટાછેડામાં જ્યારે ‘વળતર’નો આંકડો આવે, ત્યારે આખુંય ઘર નાણાકીય કટોકટીમાં ફસાઈ જાય છે. ૪૭ અમેરિકા જતાં પહેલાં Page #48 -------------------------------------------------------------------------- ________________ Child abuse અને અમેરિકા બાળકો સાથે થતાં દુર્વ્યવહારોના ઘણા પ્રકારો હોય છે. એમની દરકાર ન કરવી, એમને પૂરતું ખાવા-પીવાનું ન આપવું, એમને માનસિક ત્રાસ આપવો, એમની મારપીટ કરવી કે એમની જાતીય સતામણી કરવી. અમેરિકામાં દર વર્ષે આવા લગભગ ૧૦ લાખ બનાવ બને છે. થોડાં વર્ષો પહેલાની વાત કરીએ તો ત્યાં ૧૯૮૫માં ૮૧૨ બાળકોનાં ખૂન થયાં હતાં. ૧૯૯૦માં ૧૦૯૯ બાળકોના ખૂન થયાં હતાં. ૧૯૯૧માં ૧૧૯૫ બાળકોના ખૂન થયાં હતાં. ૧૯૯૨માં ૧૧૪૯ બાળકોનાં ખૂન થયાં હતાં. ૧૯૯૩માં ૧૨૯૯ બાળકોનાં ખૂન થયાં હતાં. આ આંકડો આજે ક્યાં જઈને પહોંચ્યો છે, તે એક સંશોધનનો વિષય છે. વધુ આઘાતજનક બાબત તો એ છે કે આમાં ૫૦% બનાવોમાં બાળકના ખૂન માટે જવાબદાર એની મા હતી. ૨૩% કેસોમાં બાળકના ખૂન માટે જવાબદાર એના પિતા હતા. ૧૦% માં એમની માતાઓના બૉયફ્રેન્ડ્સ હતા અને બાકીના કિસ્સાઓમાં બહારના લોકો હતાં. ૪૩ અમેરિકામાં એક ૫ વર્ષનો બાળક દ્ન એરિક. એના પર ૧૦ અને ૧૧ વર્ષના બે બાળકોએ દબાણ કર્યું, કે તે પીપરની ચોરી કરે. એરિકે સાફ ના પાડી દીધી. તે બંને બાળકો એરિકને એક મકાનના ચૌદમા માળે લઈ ગયા અને બારીમાંથી તેને નીચે ફેંકી દીધો. એરિકનો ૮ વર્ષનો ભાઈ તેની સાથે હોવા છતાં તે એને બચાવી ન શક્યો. ત્યાંનો એક ૩ વર્ષનો બાળક દ્ન જોસેફ. એની મા અમાન્ડા વોલેસ માનસિક રીતે અસ્વસ્થ હતી. એણે અનેકવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને જોસેફ પર ત્રાસ ગુજાર્યો હતો. ત્યાંની બાળકો માટેની કોર્ટ Juvenieમાં ૩ વર્ષમાં ૨૮ વાર તેનો કેસ ગયો. ત્યાં આવા કેસોના ઢગલા થયેલા હોય છે. ત્યાંના જજો પૂરતું ધ્યાન આપી શકતાં નથી. સગાંઓની ના હોવા છતાં અને જોસેફને દત્તક લેવા માટે એક યુગલ તૈયાર હોવા છતાં જજે એની મા સ્વસ્થ છે 4 એમ કહી એને જોસેફનો કબ્જો આપ્યો. એપ્રિલ ૧૯, ૧૯૯૩ના દિવસે માએ ઇલેક્ટ્રિક વાયરથી જોસેફને ફાંસીએ લટકાવી દીધો. Report - Judical system doomed Joseph. Joseph never had any chance of survival. અમેરિકા જતાં પહેલાં ४८ Page #49 -------------------------------------------------------------------------- ________________ ((જજ)) Relatives અને અમેરિકા અમેરિકા સ્થિત ભારતીયોના સ્વજનો કે નિકટના મિત્રો ભારતમાં ગંભીર માંદગીનો ભોગ બન્યા હોય, તો તેમને લાચાર થઈને માત્ર ફોનના આધારે બેઠાં રહેવું પડે. દરેક ઇમરજન્સી વખતે તો ભારત આવી શકાય તેમ નથી. ક્યારેક જૉબમાંથી રજા ન મળે, ક્યારેક પૈસાનો પ્રશ્ન હોય. માતા-પિતા કે સ્વજનનો અંતિમ સમય હોય અને એમની પાસે પહોંચતાં પહેલાં તેમનું મૃત્યુ થઈ જાય, એ દુઃખ તો જે જીરવે તે જ જાણે. મનમાં થાય કે ભારતમાં હોત તો તો સાથે જ રહેતા હોત અને નહીં તો બસ-ટ્રેન પકડીને તરત જ બીમાર માણસ પાસે પહોંચી જાત. આ ૧૦,૦૦૦ માઈલના અંતરે તો અમને સાચે જ વિખૂટા પાડી દીધા. થોડા દિવસ અહીં રહીને જ્યારે એ વ્યક્તિ અમેરિકા પાછી જતી હોય ત્યારે એને અસહ્ય દુઃખ થતું હોય છે. એ સમયે આખું ઘર દ્ર આખો પરિવાર લાગણીથી ભીનો ભીનો બની જતો હોય છે. જનાર વ્યક્તિને ફરી ફરી એ વિચાર આવે છે કે ઘરના વૃદ્ધો ફરી મળશે કે નહીં ? એ પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે કે આ બધાં આપણા પર આટલો પ્રેમ રાખતા લોકોને છોડીને ફરીથી પાછા જવા જેવું ત્યાં શું છે? મોટા રસ્તા, મોલ્સ કે ગાડી શું આવા પ્રેમની ખોટ પૂરી પાડી શકશે ? પણ હવે આ બધા વિચારો વ્યર્થ હોય છે. ભારત છોડીને અમેરિકા ગયા ત્યારે જ દાવ ખેલાઈ ગયો છે. હજી તો ઘરના મોરગેજના હતા ભરવાના છે, નોકરી ટકાવવાની છે, છોકરાઓને ભણાવવાના છે. હજી સંઘર્ષ બાકી છે અને મંઝિલ દૂર છે. (કદાચ, મંઝિલ શું છે એ જ ખબર નથી.) વિચારો ને વિચારોમાં પ્લેન અમેરિકા આવી જાય છે અને માણસ રોજિંદી જિંદગીમાં પરોવાઈ જાય છે. ૪૯ અમેરિકા જતાં પહેલાં Page #50 -------------------------------------------------------------------------- ________________ Emotions અને અમેરિકા માનવમાત્ર લાગણીશીલ હોય છે. પરિવાર, સગાં-સંબંધી, મિત્રો કે પાડોશી... એને કોઈ ને કોઈ આત્મીય જોઈએ છે. જ્યાં એના મનનો ઊભરો ઠાલવી શકાય. જેની પાસે સુખ-દુઃખની વાતો કરી શકાય, જેની સાથે ભૂતકાળનાં સંભારણાં વાગોળી શકાય. અમેરિકામાં આવા ‘આત્મીય’નો પત્તો મળતો નથી. પાડોશના ફ્લૅટમાં કોણ રહે છે એ ઘણી વાર ખબર ન હોય. અમેરિકામાં રહેતાં ભારતીય વડીલોને એકલતા કોરી ખાય છે. તેઓ કહે છે : ‘આના કરતાં મારો દેશ મારું ગામ દ્ન મારું વતન ને મારી શેરી શું ખોટાં હતાં ? ભલે એ ધૂળિયું છે, પછાત છે, પણ લાગણીઓ અને આત્મીયતાથી છલોછલ ધબકતું છે.’ ૪૫ અમેરિકામાં બધું છે પણ ભારત દેશ નથી. સામાની આંખમાં મળ્યાનો ઉલ્લાસ હોય, પ્રેમની ચમક હોય... છલકાતાં ને ઉભરાતાં પ્રેમ સાથે જીવવું, સંકળાઈને જીવવું... એક-બીજા વિના રહેવાય નહીં, જીવાય નહીં, જીવી શકાય નહીં. એનું નામ ભારત દેશ. અમેરિકામાં એનો પત્તો નથી, યાદ આવે પેલી ન્યુયોર્ક કવિતા : દોડતાં આ નગરમાં કોઈ માટે કોઈ રોકાય નહીં, પહેલા પૂછે કે કેમ છો, પછી ઉત્તર માટે કોઈ રોકાય નહીં. જયશ્રી મર્ચંટ (અમેરિકા) એક વસ્તુ સૌએ કબૂલ કરવી જ પડશે કે જ્યાં સમય નથી, ત્યાં લાગણી નથી અને ત્યાં માણસ પણ નથી. લાગણી તો ઠરવામાં છે, એ દોડવામાં શી રીતે હોઈ શકે ? અમેરિકાનો માણસ એ ભૂલી ગયો છે, કે સમય એ જ તો મારું અસ્તિત્વ છે. મારી પાસે સમય નથી તો એનો અર્થ એ જ છે, કે મારી પાસે ‘હું’ જ નથી. જો મનેય ‘હું’ ન મળી શકે, તો કોઈને તો ક્યાંથી મળી શકશે ? ગીતાબહેન ભટ્ટ ખરું કહે છે : દોડાદોડી હાયવોયમાં સમયનું કચડાવું અહીંયા, અહમ્ અને અહંકાર વચ્ચે પ્રેમ-ત્યાગ રૂંધાયા અહીંયા. અમેરિકા જતાં પહેલાં ૫૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાનાં વાહનોના ટાયરોમાં ટ્યૂબ નથી હોતી. સ્ટીલની ફ્રેમ અને ટાયર વચ્ચેના અવકાશમાં જ હવા પૂરવામાં આવે છે. જેમ ટ્યૂબ વગરના ટાયરોથી અહીં વાહન ચાલે છે, તેમ લાગણી વગરના હૃદયોથી અહીં શરીરો ચાલે છે. (૪૬), Selfishness અને અમેરિકા અમેરિકામાં જાણે માણસ માણસનો વેરી છે. યા એ કોઈને આશરો જ ન આપે અને કદાચ આપે તો એની પૂરી કિંમત વસૂલ કરીને રહે. આશ્રિતને નિચોવે. એના પર જાત-જાતના અંકુશો મૂકે... રાતે પંખો ચાલુ ન કરવો.. ટેલિફોન ન કરવો. ફ્રીઝમાંથી કાંઈ ન લેવાય. અહીં એક એક સેન્ટની ગણતરી છે. વધુ ને વધુ ડૉલર ભેગાં કરવાની ઘળી દોટ છે. અહીંનો માણસ માણસ સાથે માણસ જેવો વ્યવહાર કરવાનું ભૂલી ગયો છે. એને બધું સેન્ટ-ડૉલરની ભાષામાં જ સમજાય છે. અહીં માબાપ-દીકરો-દીકરી બધાં જ પોતાનું અલાયદું જીવન જીવવા ઇચ્છુક છે. પારિવારિક સંબંધો અહીં છે ખરાં, પણ આર્થિક સ્તરે. નૈતિક ધોરણે અધઃપતન છે. નિબંધ વ્યક્તિ સ્વાતંત્ર્ય પામવાની ઘણી મોટી કિંમત તેની પ્રજાએ ચૂકવવી પડે છે. એ કિંમત છે એનું છિન્નભિન્ન પારિવારિક જીવન. પારિવારિક મૂલ્યોનો અભાવ. જે ભારતીયોને અમેરિકાની હવા લાગી છે, તેઓ નોતરેલાં મહેમાનો સાથે પણ ઉષ્માહીન વ્યવહાર કરે છે. પરિવારના આગંતુક સભ્યો તેમને “માથે પડેલ મફતલાલ' લાગે છે. મ્યુઝિયમ જેવા જોવાલાયક સ્થળે મહેમાનને લઈ તો જાય, પણ પછી તેમની ટિકિટ કઢાવવાના પ-૧૦ ડૉલર બચાવવા કહે : “આ સ્થળ તો મેં પહેલા જોયું છે, તમે જોઈ લો. હું તમને ૩ કલાક પછી આવીને લઈ જઈશ.” અહીં ભારતમાં તેઓ આવે, ત્યારે તેમના માટે દોડાદોડી કરનાર અને બધી રીતનો ભોગ આપનાર વ્યક્તિ જ્યારે પોતે અમેરિકા જાય ત્યારે તેને આઘાત લાગે છે. ત્યાં સ્વાર્થ અને કંજૂસાઈ એને છેલ્લી પાટલીએ બેઠેલાં દેખાય છે. અમેરિકા જતાં પહેલાં |__ ૫૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ અમેરિકનોના મોઢે એક વાક્ય સહજ રીતે આવી જતું હોય છે ‘If I had a million dollars.' પૈસાનો સાવ મોહ ન જાય એ સમજાય, પણ સદા ને સર્વત્ર એક માત્ર પૈસાનો જ જયજયકાર હોય એ કેવું ? અમેરિકા પર ચોકડી મારી દેવા માટે આ એક જ પ્રશ્નાર્થ કાફી છે. Family અને અમેરિકા ૪૭ ચન્દ્રકાન્તભાઈ બક્ષી અમેરિકા ગયા, ત્યારે તેમણે ત્યાં એક અવિસ્મરણીય દશ્ય જોયું હતું. એક અમેરિકન ‘મા’એ એક બાળકને તેડ્યું હતું અને બેઅઢી વર્ષનું બીજું બાળક તેની બાજુમાં હતું. બંને દીકરાઓ ‘મા’ને એકીટશે તાકી રહ્યા હતાં. મમ્મી નિરાંતથી એક લોલીપોપ ચૂસી રહી હતી. આ દૃશ્યને યાદ કરીને ચન્દ્રકાન્તભાઈ ઉમેરે છે આવું દૃશ્ય અમેરિકામાં જ શક્ય છે. અમેરિકામાં વસતાં એક ભારતીય દ્ર હેમાંગ પટેલ. એમના મકાનમાલિકે બાયપાસ સર્જરી કરાવી. હૉસ્પિટલમાં તેમનું સારું એવું રોકાણ થયું. તેમનો દીકરો ૧૫ દિવસે એક ખાસ પદ્ધતિથી તેમની ખબર કાઢવા આવે. આ પદ્ધતિમાં એ પોતાની કારમાં ફૂલો લઈને આવે. પિતાના ઘર પાસે પોતાની કાર મુકી દે અને પછી પિતાની કાર લઈને હૉસ્પિટલ જાય. ફૂલો આપે. પિતાને ઘેર જઈ તેમની ગાડી ત્યાં મૂકી દે અને પછી પોતાની ગાડી લઈને જતો રહે. પિતૃભક્તિની આ અમેરિકન પદ્ધતિ આપણા જેવાને નહીં સમજાય. જ્યારે આપણને આ વસ્તુ સમજાશે, ત્યારે આપણે ભારતીય મટીને અમેરિકન થઈ ગયા હોઈશું. — એક ભાઈએ ગ્રીનકાર્ડનું પિટિશન નાંખીને બહેનને અહીં બોલાવી. બહેન ગ્રીનકાર્ડ લઈને પગભર થવા આવી. ફક્ત ૩-૪ મહિનામાં એણે ભાઈનું ઘર છોડવું પડ્યું. બહેને ભાઈ પાસે ૫૦૦ ડૉલર ઉછીના માંગ્યાં. ભાઈએ કહી દીધું કે દીકરીના લગ્નમાં વધુ ખર્ચો થઈ ગયો હોવાથી તને આપવા ૫૦ ડૉલર પણ નથી. એ ભાઈના ૩-૪ ઘરો હતાં. ૮-૯ લાખ ડૉલરની મિલકત હતી છતાં બહેનને બધી રીતે જાકારો મળ્યો. આજે વર્ષો થયાં, અમેરિકા જતાં પહેલાં પર Page #53 -------------------------------------------------------------------------- ________________ હવે બહેન કયાં સંયોગોમાં જીવે છે, તેના પર શું વીતે છે તેની દરકાર ભાઈએ કદી કરી નથી. કદાચ અમેરિકાના પરિવારમાં બે જ સભ્યો છે - (૧) હું (૨) ડૉલર. Seniors અને અમેરિકા અમેરિકામાં વૃદ્ધોને થોડી હમદર્દી બતાવો એટલે બધું જ ધોધની માફક નીકળી પડે. ૪૦ ઉપરની વય વાળાને પણ ત્યાં સ્થાયી થવું કઠિન પડે છે. કેટલાય પાછા આવ્યા છે. અને ગ્રીનકાર્ડ ફાડીને ભારતમાં સ્થિર થઈ ગયા છે. કેટલાકની સ્થિતિ વિચિત્ર છે હવે પાછા ફરીને શું કરવું ? અમેરિકાનું પેન્શન મળે નહીં અને સમાજ કદાચ વ્યંગ કરે કેમ? ગયા’તા ને અમેરિકા ? પાછા આવી ગયા ?' એ બિચારાઓની દશા ધોબીના કૂતરા જેવી થઈ જાય છે. ત્યાં તેઓ બીમાર પડે તો તેમને દવા આપનાર કોઈ નથી. સેવા કરનાર સંતાન પણ નથી અને ભાડૂતી માણસ પણ નથી. ૪૮ ત્યાંના વૃદ્ધાશ્રમમાં રહેતાં કે ઘરે રહેતાં મા-બાપો સંતાનોના ‘ટચ'માં આવે તો ય કેટલી કરુણ રીતે આવે, તેય જાણવા જેવું છે. (હકીકતમાં ન જાણવા જેવું છે.) એક દીકરાએ પાર્ટીનું આયોજન કર્યું. તેમાં સામેલ થવા માટે વૃદ્ધાશ્રમમાંથી ઘરડાં મા-બાપને બોલાવ્યાં હતાં. પાર્ટી પહેલા એમણે રસોઈ બનાવવાની હતી અને પાર્ટી પછી વાસણો માંજવાનાં હતાં. આટલું થઈ જાય એટલે એમણે રાતે જ પાછાં વૃદ્ધાશ્રમ ભેગાં થઈ જવાનું હતું. = કેટલાંક ભારતીય કપૂતો ભારતમાંથી મા-બાપને બોલાવીને તેમને બિલકુલ ઘરઘાટીની જેમ રાખે છે. ઘરનું A to Z બધું જ કામ કરીને આખો દિવસ ઘરમાં ગોંધાઈ રહેતાં મા-બાપ ત્રાસીને ભારત ન જતાં રહે, એ માટે એ કપૂતો એમનો પાસપોર્ટ સંતાડી દે છે અને તેમને ભારતની ટિકિટ લાવી આપતાં નથી. 李 મહેસાણાના એક માજી દીકરીની સૂવાવડ કરાવવા અમેરિકા ગયાં. અમેરિકા જતાં પહેલાં ૫૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ સુવાવડ પતી એટલે દીકરીએ કહ્યું, ‘બા, અહીંયા બધાંએ જૉબ કરવા જવું જ પડે.' આજે એ માજી એક લકવાવાળા વૃદ્ધ બેનની સેવા કરે છે. એમને સ્નાન કરાવવાનું, એમનાં કપડાં-બારોતિયાં ધોવાના, વગેરે વગેરે. અગત્યના છે ડૉલર, માજી નહીં. Pleasure અને અમેરિકા અમેરિકાની ઘણી બધી વિચિત્રતાઓ છે. અહીં ઝાડો ઘણાં બધાં જોવા મળે છે. પણ તેમનામાંથી મોટાભાગનાં ઝાડો પર કોઈ ફળ આવતાં નથી. અહીંનાં ફૂલો દેખાવમાં ઘણા આકર્ષક હોય છે, પણ તેમનામાં સુવાસ હોતી નથી. દૂધ અને શાકભાજીનો આપણે ત્યાં જે સ્વાદ અનુભવાય છે, તે અમેરિકામાં સ્વપ્નવત્ છે. અહીંના દરેક ખોરાક ફિક્કા લાગે છે. મોટાં ભાગે બધું એક યા બીજી રીતે વાસી હોવાથી બે અઠવાડિયાં પછી તેમાંથી વિચિત્ર અને અરુચિજનક વાસ આવે છે. અહીંનાં ઘરો મોટે ભાગે બંધ હોય છે અને તેમાં જ્યારે પ્રવેશીએ ત્યારે એક જ પ્રકારની વાસ આવે છે. આ બધી વસ્તુઓ ખૂબ જ સૂચક છે. કોઈ સાહિત્યકારને ત્યાંના જનજીવન પર કોઈ રચના કરવી હોય, તો ઉપમા અલંકારની સામગ્રી બને તેવું છે. ૪૯ ભારતમાં આખો દિવસ મજૂરી કરીને રાતે મકાઈના રોટલા બનાવતા, મરચું વાટતા, ચૂલાના અજવાળે ટેસથી ખાતા અને સાથે સાથે મોજ-મસ્તી કરી લેતાં મજૂરોના ચહેરા પર જે આનંદ આપણે રાતે પણ જોઈ શકીએ છીએ, તે અહીં સારું એવું કમાતા આપણા લોકોનાં મોં પર ભર-બપોરના અજવાળામાં પણ જોઈ શકાતો નથી. ભારતમાં સારા પ્રસંગોએ ભેગા થતા લોકોનાં મોં પર જે નૈસર્ગિક આનંદ જોવા મળે છે, તેનું દર્શન અહીં દુર્લભ છે. અહીં લોકો પરાણે હસતાં હોય એવું લાગે છે. જ્યાં ૯૫% લોકો ટૅન્શનમાં જીવતાં હોય ત્યાં બીજું લાગે પણ શું ? અહીંથી અમેરિકા જનાર ત્યાંના જીવનમાં થોડાકં જ ઊંડા ઊતરે એટલે ત્યાંના લોકોને એક પ્રશ્ન પૂછી બેસે છે, ‘અહીં કેમ આવ્યાં ?’ ઈન્ડો અમેરિકા જતાં પહેલાં ૫૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ પૈસા કમાવા અમેરિકન્સ હવામાં હવાતિયાં મારવા જેવા જવાબ આપે છે છોકરાઓનું ભવિષ્ય સુધારવા/જીવનની મજા લેવા... પણ ત્યાંની પરિસ્થિતિ જોનારને એ એક પણ જવાબ ગળે ઊતરતો નથી. જીરાગોળી : ૫૦ Boredem ઝાડું, પાર વિના ભાઈ, લાંબી Journey, સાર વિના ભાઈ. – — Dog અને અમેરિકા અમેરિકામાં સ્થાયી થયેલા ઘણા લોકોએ અંતરથી કબૂલ કર્યું છે કે ‘અહીં જિંદગી જીવતા હોઈએ એવું લાગતું નથી. પૈસા મળે છે અને દિવસો જાય છે. કૂતરું જ્યાં રોટલો મળતો હોય ત્યાં જાય, એમ અમારે પણ જવાનું, કારણ કે અહીં કશું નક્કી નહીં. અહીં આવીને ફસાઈ ગયા છીએ. અહીં એવો કાદવ છે કે એક વાર ફસાયા પછી બહાર નીકળાય જ નહીં.’ ગીતાબહેન ભટ્ટ આ વેદનાને ઘાટ આપે છે : ગીતા ભટ્ટ હૈયે હમદર્દી કે હોઠ પર હેત વિણ, હાય-વોય હાઉ હાઉ એમ સિયો, સ્વને સંતોષવા સ્વચ્છંદની સમાધિ કરી, સ્વજનો તજીને હું શ્વાન બનિયો. ૫૫ અમેરિકામાં ‘માણસ’ની દશા કૂતરા જેવી છે, તો કૂતરાની દશા માણસ જેવી છે. કૂતરાની જાતને અમેરિકામાં ખરેખર જલસા છે. અહીં મા-બાપ મરી જાય તો વાંધો નથી. પતિ-પત્ની મરી જાય તો બીજા શોધી કાઢવાનાં. પણ જો બિલાડી કે કૂતરો મરી જાય તો માણસ પોક મૂકીને રડવા બેસશે, ખાશે સુધ્ધાં નહીં અને ખોવાયેલો ખોવાયેલો રહેશે. ત્યાંના શ્રીમંતો તેમના સંતાનોને કદાચ કશું જ નહીં આપે, પણ કૂતરાં-બિલાડાના કલ્યાણ માટે ફાઉન્ડેશન સ્થાપી તેમને વારસો આપશે. અમેરિકાની પ્રજાના કૂતરાપ્રેમનું એક અદ્ભુત ઉદાહરણ છે. ત્યાંનું એક છાપું - કૂતરા સમાચાર. કોલંબસ શહેર-કેનાઈન પ્રેસ, ૧૧૪૭, કોલંબસ અમેરિકા જતાં પહેલાં Page #56 -------------------------------------------------------------------------- ________________ પાઈક, ઓટોયો – ૪૭૦૧૪ U.S.A.થી આ છાપું નીકળે છે. એમાં કૂતરા વિષયક શબ્દોના ક્રોસવર્ડની રમત આવે છે. કૂતરાને હૃદયરોગ ન થાય એ માટે શું કરવું ? એને મચ્છર કરડે તો શું કરવું ? એ માંદો ન પડે એ માટે શું કરવું ? એના એક્સ રે-બ્લડ ટેસ્ટમાં માઈક્રોફિલેરિયાના જંતુ દેખાય તો કર્યું ઇંજેક્શન લેવું ? કયાં ડૉક્ટરની સલાહ લેવી ? કૂતરાઓને તાલીમ આપનારાઓને તાલીમ આપવા શું કરવું ? વગેરે બાબતો એ છાપામાં આવે છે. એમાં બાળવિભાગ પણ છે, જેને કુરકુરિયા વિભાગ કહી શકાય. કૂતરાના ખાસ ફોટોગ્રાફરોની એડ આવે છે. કૂતરા માટેના બેબીસીટર્સની એડ આવે છે. જેઓ દાવો કરે છે - તમારા કૂતરાને અમે બાળકની જેમ રાખશું. રોજના ૧૦ ડૉલર, મળો આન્ટ મિલી. ૩ દિવસથી વધુ રાખો તો પહેલા દિવસનો ચાર્જ નહીં. કૂતરાની બિહેવિરિયલ સમસ્યાઓ માટે મળો (કૂતરા) મનોવૈજ્ઞાનિક - એન. એફ. એલચી : ભારતમાં માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ-અતિથિદેવો ભવ શીખવાડવામાં આવે છે. તેની બદલે અમેરિકામાં “કૂતરાદેવો ભવ' શીખવાડાતું હશે ? Fall અને અમેરિકા ભારતને છોડીને અમેરિકામાં આવવું એ મોટો જુગાર ખેલવા જેવું છે. આ એક એવું ગાંડપણ છે, જેમાં ખુવારી સિવાય કશું નથી. અહીં અસ્તિત્વ છે, પણ જિંદગી નથી, જે ભારતમાં સુખ-ચેનથી જીવી શકાય છે. અહીં આવીને વસનારની પછીની પેઢી તેની નજર સામે જ લુપ્ત થઈ જાય છે. ભારતીય જુવાન દીકરી ત્યાંની હાઈસ્કૂલમાં બહેનપણીઓને બૉયફ્રેંસના હાથમાં હાથ મિલાવીને નાચતી-કૂદતી જુએ અને તેમની જોડે ડેઈટિંગ પર જતી નિહાળે, ત્યારે તેને કેટલો લઘુતાભાવ મૂંઝવતો હશે તેની કોણે દરકાર કરી છે ? અહીંના સંસ્કારી પરિવારનો દીકરો ત્યાં મિત્રની સાથે ફિશિંગ અમેરિકા જતાં પહેલાં – પ૬ Page #57 -------------------------------------------------------------------------- ________________ પર જાય અને માછલાંઓને તરફડાવીને મારી નાખે, એ દૃશ્ય જોવાની એના પિતાએ તૈયારી રાખી હશે ખરી ? ડેઇટિંગ કે ફિશિંગ ખરાબ છે, એ અનૈતિક કે પાપ છે, એ વસ્તુ જ ત્યાંના વાતાવરણમાં બુદ્ધિમાં ઊતરે તેમ નથી. અમેરિકા અને ભારત વચ્ચે જેટલું ભૌગોલિક અંતર છે, એના કરતાં લાખોગણું સાંસ્કૃતિક અંતર છે. ભારતીય અને અમેરિકન ખ્યાલો પરસ્પર વિરુદ્ધ છે. ભારત કહે છે ‘બધું સંયમ રાખીને કરો.' અમેરિકા કહે છે ‘તમને ગમે તે કરો.’ - આ સ્થિતિમાં ખૂબ જ ઝડપથી આપણાં સંતાનોનો લઘુતાભાવ ‘બળવા’નું સ્વરૂપ ધારણ કરે છે. પછી બધી જ લક્ષ્મણરેખાઓને ઓળંગવી સહજ થઈ જાય છે. બીજાં શબ્દોમાં કહીએ તો તેમના જીવનમાં ‘રેખા’ (મર્યાદા) જેવી કોઈ ચીજ જ બચતી નથી. - અમેરિકાનો અર્થ છે અધઃપતન. ઝેર ખાઈને કદાચ કોઈ બચી જાય, તોય ઝેર એ ઝેર જ છે. અમેરિકામાં બચવું ખૂબ જ મુશ્કેલ છે, ને તોય, કદાચ કોઈ બચી જાય તોય પતન એ પતન જ છે. Dollar અને અમેરિકા પર અમેરિકાના લાખ નકારાત્મક પાસાંઓને અવગણીને પણ ભારતીય લોકો અમેરિકા સ્થાયી થવા માટે તલપાપડ હોય છે. એનું એક મુખ્ય કારણ છે ડૉલરનું આકર્ષણ. આપણને ગણિત કરતાં બહુ સરસ આવડે છે. ૧ ડૉલર ૬૫ રૂપિયા. વાહ રે વાહ... અમેરિકા જાઓ એટલે માલામાલ. પણ આપણને એ વાસ્તવિકતાની ખબર નથી, કે અમેરિકામાં ૧ ડૉલરની કિંમત ૧ રૂપિયા જેટલી જ છે. અમેરિકા છોડીને ભારત આવી જાય. તે જરૂર ફાયદામાં છે, પણ ભારત છોડીને અમેરિકા જવામાં તો ભયંકર નુકસાન = છે. ‘ડૉલર' Itself કેટલો પોલો છે એ સમજવું હોય, તો I suggest અમેરિકા જતાં પહેલાં ૫૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ a book - વિકાસનો પર્દાફાશ. અમેરિકાના Economic hit man જોન પકિન્સના પુસ્તક – આર્થિક હત્યારાની કબૂલાતો - નો આ સંક્ષિપ્ત અનુવાદ છે. જેના લેખક છે વેલજીભાઈ દેસાઈ. અમેરિકામાં ઘણા ડૉલર સહેલાઈથી કમાઈ શકાય એવી ભ્રમણા પણ આપણે ત્યાં પ્રવર્તમાન છે. પણ હકીકત એ છે કે અમેરિકામાં ડૉલરનો વરસાદ ક્યાંય થતો નથી. મોટા ભાગના લોકો ત્યાં સખત કામ અને પરિશ્રમ કરીને થોડા ડૉલર કમાય છે. મોટા ભાગના ભારતીયો પણ જે શનિરવિ વધારાનું કામ મળતું હોય તો કરવા માટે તત્પર હોય છે. N.R.I. ભારતીયો ઘણી વાર ફરિયાદ કરતા હોય છે, કે ભારતથી મહેમાન આવે તો અમારે ખર્ચ કરવાનો છે, એમને ફેરવવાના છે અને અમે જ્યારે ભારત જઈએ છીએ ત્યારે પણ અમારે જ ખર્ચવાના છે. કારણ કે અમે અમેરિકાથી ડૉલર કમાઈને આવ્યા છીએ. વતનમાં લોકોને ખબર નથી કે અમારે છે મહિના પહેલાથી દરેક સગા માટે એકાદ ભેટ-પૈસા બચાવી બચાવીને ભેગી કરવી પડે છે. ફરી ફરીને આપણે ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ... Why America ? (13) Base અને અમેરિકા સ્વસ્થ સમાજજીવનનો પાયો સ્વસ્થ સ્ત્રી હોય છે. અમેરિકામાં આ પાયો જ હચમચી ગયો છે અથવા તો ઊખડી ગયો છે. ત્યાં સ્ત્રીના કુદરતી ગુણો ધરાવતી સાચી સ્ત્રીઓનું પ્રમાણ સાવ જ ઘટી ગયું છે. ત્યાં મોટા ભાગની સ્ત્રીઓ પોતાના સ્ત્રીત્વને ભૂલીને કૃત્રિમ પુરુષ બનવા માંગે છે. પુરુષોની હરીફાઈમાં તેમણે પુરુષ જેવા ડ્રેસ અપનાવ્યા, પુરુષના જેવું એજ્યુકેશન અપનાવ્યું. પુરુષની બધી કુટેવો અપનાવી. ઘરમાં રહેવાના બદલે નોકરીઓ અપનાવી. પરિણામે સ્ત્રીઓ દુઃખી દુઃખી થઈ ગઈ. સ્ત્રી સંપૂર્ણપણે પુરુષ ન બની શકે અને પુરુષના રવાડે ચડતાં સ્ત્રીત્વ અને માતૃત્વ છોડવું પડે. અમેરિકા જતાં પહેલાં ૫૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઘર, રસોઈ, બાળકોનો ઉછેર દ્ન આ બધું છોડવું પડે. આમાં સ્ત્રી ન રહી ઘરની, ન ઘાટની. સ્ત્રીનું સ્ત્રીત્વ બાળક પ્રત્યે વાત્સલ્યથી ખેંચાય, તેથી તે મુક્ત પુરુષની જેમ બહાર રખડીને સતત નોકરીઓ ન જાળવી શકે. સ્ત્રી સાથે રહે, પણ કાયદેસરની પત્ની નહીં, જેને કમ્પેનિયન કહેવાય. ઘરખર્ચમાં તેણે અડધો ભાગ આપવાનો. પુરુષ કાઢી મૂકે તો તરત જ ઘર છોડીને નીકળી જવું પડે. પુરુષ પાસે ઘર, પૈસા બધું જ હોય તોય સ્ત્રી બિનસલામતી અનુભવે. આ સ્થિતિમાં બૅન્ક બૅલેન્સ સાચવવું તેના માટે આવશ્યક થઈ જાય. એ સાચવવા જતાં ઘર અને બાળકને ફરજિયાત રેઢાં મૂકવા પડે. આ સ્થિતિમાં તે હેરાન-પરેશાન છે, દુઃખી અને ટૅન્શનમાં ડૂબેલી છે. કમાણી કરવાની તેને ચિન્તા છે. એમની તુલનામાં ભારતની સ્ત્રીઓ ઘરમાં જ રહીને, પતિની કમાણી પોતાની જ સમજીને જે આનંદથી રહે છે તેમાં સ્વર્ગનું સુખ છે. અમેરિકનો ઘણી વાર કહે છે, ‘૩૦-૪૦ વર્ષ પહેલાં આવું ન હતું.’ નારી ઘરની રાણી છે. એ ઘરની દેખરેખ માટે ઘરમાં રહે એ જ ઉચિત છે. આર્થિક ઉપાયોને માટે નારી ઘર છોડે ત્યારે બધું જ ઊથલપાથલ થઈ જાય છે. ગાંધીજીના શબ્દો છે જે સમાજમાં સ્ત્રીઓને કમાણી કરવા નોકરીએ જવું પડે, તે સમાજ અચૂકપણે તૂટી જશે.' અમેરિકા જવા માટે, દીકરીને અમેરિકા પરણાવવા માટે કે ભારતમાં પણ અમેરિકાની નકલ કરીને જીવવા માટે આપણે તલપાપડ છીએ. એ કદાચ આપણું સૌથી મોટું દુર્ભાગ્ય છે, ને આપણે આંખ આડા કાન કરીને એ દુર્ભાગ્યને વધારી રહ્યા છીએ. એલચી : આયના સામે થવામાં પણ ગજું તો જોઈએ, બિંબ ખુદનું માણવામાં પણ ગજું તો જોઈએ. ૫૯ — સુરેશ વિરાણી. અમેરિકા જતાં પહેલાં Page #60 -------------------------------------------------------------------------- ________________ (૫૪) Ramayan અને અમેરિકા રામાયણની એક રસપ્રદ ઘટના છે. શ્રીરામ જ્યારે લંકા પર આક્રમણ કરવાની તૈયારીમાં હતા, એ સમયે રાવણ પૂરેપૂરો ગભરાઈ જાય છે. શ્રીરામની અને તેમના એક એક યોદ્ધાની શક્તિ જાણીને એના હાજા ગગડી જાય છે. કુંભકર્ણ તો ભરનિદ્રામાં છે, હજી કદાચ એના ઉઠવાને ર/૩ મહિનાની વાર છે, પણ હવે એને ઉઠાડ્યા વિના કોઈ છૂટકો જ નથી, એમ સમજીને રાવણ એના કાન પાસે જોર-જોરથી નગારાં વગડાવે છે. એને જોર જોરથી ઢંઢોળે છે. છેવટે કુંભકર્ણ એક મોટું બગાસું ખાઈને બેઠો થાય છે. થોડી નારાજગી સાથે કહે છે, “મને કેમ ઉઠાડ્યો ?” રાવણ પોતાની રામકહાની કહે છે : “હું સીતાને ઉપાડી લાવ્યો. હનુમાને આવીને અશોકવન ખેદાનમેદાન કરી દીધું. લાત મારીને મારો મુગટ પાડી નાખ્યો. જતાં જતાં આખી લંકાને ભડકે બાળી. બિભીષણ કેટલીય અક્ષોહિણી સેનાઓને લઈને દુશ્મનના પક્ષમાં જતો રહ્યો. હવે એ બધા મારા પર તૂટી પડવાની તૈયારીમાં છે. સીતા તો જશે જ. કદાચ રાજ પણ જશે ને પ્રાણ પણ જશે.” રાવણ અધ્ધર શ્વાસે બોલતો જ જાય છે અને કુંભકર્ણ ઠંડે કલેજે સાંભળી રહે છે. છેવટે રાવણ ચૂપ થાય છે. પ્રતિભાવની અપેક્ષા સાથે કુંભકર્ણની સામે જુએ છે. ત્યારે કુંભકર્ણ શાંતિથી કહે છે, “મોટાભાઈ, મેં સૂતા રહીને ગુમાવ્યું શું ? અને તમે જાગતા રહીને મેળવ્યું શું ?' અમેરિકન રામાયણની આ આધુનિક ઘટના છે. અમેરિકા જઈને માણસે હળવાશ ગુમાવી, સુખ અને શાંતિ ગુમાવ્યાં, દીકરો અને દીકરી ગુમાવ્યાં, નિશ્ચિતતા અને આનંદ ગુમાવ્યાં, સંસ્કારો અને સંસ્કૃતિ ગુમાવી, પ્રેમ અને લાગણી ગુમાવ્યાં, સંતોષ અને સંપત્તિ ગુમાવ્યાં. વર્ષોનાં વર્ષો સુધી ત્યાં મથામણ કર્યા પછીય એના માથે “લોન' (દવું) છે. ત્યારે આપણે એમને એક જ પ્રશ્ન કરવા જેવો છે – “ભારતમાં રહીને અમે ગુમાવ્યું શું? અને અમેરિકા જઈને તમે મેળવ્યું શું ?' અમેરિકા જતાં પહેલાં _ ૬૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ History અને અમેરિકા ૧૪મી-૧૫મી સદીમાં યુરોપ ખૂબ ગરીબ હતું. ખરાબ હવામાનમાં ખેતીના તો ઠેકાણાં જ ન હતાં અને ઉદ્યોગો જેવી તો કોઈ વસ્તુ જ ન હતી, એટલે ખૂન અને લૂંટફાટ એ જ ત્યાંનો મુખ્ય વ્યવસાય હતો. ઈ.સ. ૧૪૯૨ માં ખ્રિસ્તી ધર્મના છઠ્ઠા પોપે સ્પેન અને પોર્ટુગલના વિવાદોનું આ રીતે સમાધાન કર્યું હતું, કે સ્પેન પશ્ચિમના દેશોને લૂંટે અને પોર્ટુગલ પૂર્વના દેશોને લૂંટે. આ રીતે એક ‘પરમ પિતા’ બનીને તેમણે પોતાના પુત્રોને અડધી અડધી દુનિયા વહેંચી દીધી. તે અનુસાર કોલંબસ અમેરિકા આવ્યો. એ કોઈ મહાન વ્યક્તિ હતી, એ ખોટી જાણકારી છે. વાસ્તવમાં એ નરાધમ હતો. ૧૪-૧૫ વર્ષ સુધી તેણે રેડ ઈન્ડિયનોને લૂંટ્યા. સોના-ચાંદી માટે એ ઠંડે કલેજે હત્યા કરતો. સંપત્તિના જહાજો સ્પેન પહોંચવા લાગ્યાં. અમેરિકામાં બહુ સંપત્તિ છે, એમ માની સ્પેનનું લશ્કર ત્યાં પહોંચ્યું. તેણે ૧૦ કરોડ રેડ-ઈન્ડિયનોને મારી નાંખ્યા. જે દેશ આજે દુનિયાભરમાં માનવઅધિકારની વાત કરે છે, તે દેશ ૧૦ કરોડ નિર્દોષ રેડ-ઈન્ડિયનોની લાશ પર ઊભો છે. અમેરિકાની આ મૂળ પ્રજાના આજે માત્ર ૬૫,૦૦૦ માણસો બચ્યા છે. પોર્ટુગલમાંથી વાસ્કો-ડી-ગામા ભારત આવ્યો અને અહીં ખૂનખરાબા માયા-પ્રપંચ કરીને ૩ વખતમાં કુલ ૪૩ જહાજ ભરીને સોનાના સિક્કા ભારતથી પોર્ટુગલ લઈ ગયો. એ જોઈને પોર્ટુગીઝોએ ભારતને લૂંટવાનું નક્કી કર્યું અને ૭૭-૮૦ વર્ષ સુધી પોર્ટુગીઝોએ ભારતમાં એકધારી લૂંટ ચલાવી, પછી ૫૦-૬૦ વર્ષ સુધી ફ્રાંસે આપણને લૂંટ્યા. પછી ડચ લોકોએ લૂંટ્યા. હોલેન્ડવાળાએ લૂંટ્યા અને પછી અંગ્રેજો લૂંટવા આવ્યા. તેમણે ખૂનામરકી, કાવાદાવા વગેરે કરીને લૂંટની સાથે રાજ પણ કર્યું. ૫૫ ઉદ્ગમથી માંડીને આજ સુધીનો અમેરિકાનો ઇતિહાસ લોહીથી ખરડાયેલો છે. એની પદ્ધતિઓ મૉડર્ન બની છે, બાકી એનો વ્યવસાય તો ખૂન અને લૂંટફાટનો જ રહ્યો છે. શું એક સજ્જન તરીકે આપણે ‘અમેરિકન’ બનવામાં ગૌરવ અનુભવી શકીએ ખરાં ? ૬૧ અમેરિકા જતાં પહેલાં Page #62 -------------------------------------------------------------------------- ________________ (૫૬) World war અને અમેરિકા વીસમી સદીમાં થયેલા અને વિશ્વયુદ્ધો પાછળનું કારણ રાજકીય નહીં, પણ આર્થિક હતું. ૧૮૯૦માં અમેરિકા અને યુરોપમાં ભયંકર મંદી આવી હતી. તે મંદીને દૂર કરવા માટે હાથે કરીને પહેલું વિશ્વયુદ્ધ ઊભું કરાયું હતું. ૧૯૧૪થી ૧૯૧૭ સુધી ત્યાંની શસ્ત્ર બનાવતી કંપનીઓએ મોટા પ્રમાણમાં શસ્ત્રો વેચીને મંદીને દૂર કરી હતી. ૧૯૩૦માં ફરી મોટી મંદી આવી. એ સમયે અમેરિકાની હથિયારો બનાવતી સૌથી મોટી કંપની હતી I.T.T. (International Telephone & Telegraph) તેનો ચીફ એજન્ટ-ફેટરેક ન્યુલર કોઈ રીતે હિટલરનો રાઇટ હેન્ડ બની ગયો. હિટલર યુદ્ધ કરવા રાજી ન હતો, પણ તેણે તેને યુદ્ધ કરવા માટે ઉશ્કેર્યો. હિટલરે કહ્યું, “મારી પાસે શસ્ત્રો નથી.' ન્યૂલરે કહ્યું, “શસ્ત્રો બનાવતી અમેરિકન કંપની પાસેથી શસ્ત્રો લાવવાની જવાબદારી મારી. હિટલરે કહ્યું, “મારી પાસે પેમેન્ટની સગવડ નથી.” એણે કહ્યું, “પછી ચૂકવજો.' આ જ રીતે જાપાનને પણ યુદ્ધ માટે તૈયાર કરવામાં આવ્યું. જર્મની અમેરિકાના વિરોધમાં હતું, તોય અમેરિકા તેને શસ્ત્રો વેચતું હતું. અમેરિકા તો સધ્ધર થઈ ગયું. પણ સામે લાખોના લાખો માણસોની લાશ ઢળી ગઈ. અબજોના અબજોનું નુકસાન થયું. ૧૯૪૫માં યુદ્ધ બંધ થયું, તેનું કારણ એટલું જ હતું કે અમેરિકન કંપની પાસે વેચવા માટેનાં શસ્ત્રો ખૂટી ગયાં હતાં. ૧૯૪૫માં અમેરિકાએ યુરોપ સાથે કરાર કર્યા, યુદ્ધમાં ખૂબ જ નુકશાન થતું હોવાથી આપણી ભૂમિમાં કદી યુદ્ધ થવા ન દેવું. પણ બીજાની ભૂમિ પર યુદ્ધ કરવા. શસ્ત્રો બનાવવા અને વેચવા, બીજા દેશોને પરસ્પર લડાવવા. ૧૯૬૦માં ફરી મંદી આવી એટલે અમેરિકાએ વિયેતનામ યુદ્ધ કરાવ્યું. આ યુદ્ધમાં અમેરિકા બંને પક્ષોને શસ્ત્રો વેચતું હતું. ગલ્ફ વૉર, સાઉથ કોરિયા વૉર, સુદાન-લિબિયા વૉર, ભારત-પાકિસ્તાન વૉર, ભારત-ચાઈના વૉર વગેરે નાનાં-મોટાં યુદ્ધો મળીને આજ સુધીમાં અમેરિકાએ ગરીબ દેશોમાં ૩૨૫ યુદ્ધો કરાવ્યાં છે. આ સિવાય ટ્રેડ-વૉર તો ચાલુ જ છે, જેમાં ભ્રષ્ટ અમેરિકા જતાં પહેલાં Page #63 -------------------------------------------------------------------------- ________________ રાજકારણીઓને કરોડોની લાંચ આપી આપીને પોતાની કંપનીઓને ઘુસાડવામાં આવે છે અને દેશને પાયમાલ કરવામાં આવે છે. આજે આપણા દેશમાં ૨ લાખ ગામડાંઓમાં પીવાના પાણીની તકલીફ છે. આખા દેશમાં બેકારી, મોંઘવારી અને ભૂખમરો ઠેર ઠેર છે. આ સ્થિતિમાંય બજેટના ૨૫% થી ૨૭% (અબજો રૂપિયા) શસ્ત્રની ખરીદી પાછળ ફાળવવામાં આવે છે. એ અમેરિકાના અત્યાચાર સિવાય બીજું કશું જ નથી. Before.... INDIA .....After ૫૭ ભારત છોડ્યું ત્યાર પહેલા હું એને ચાહતો હતો, પણ હવે અમેરિકા જોયા પછી તો ભારતની ધૂળ પણ મારે મન પવિત્ર છે. ત્યાંની હવા પણ મારી નજરે પાવનકારી છે. હવે તો એ પુણ્યભૂમિ છે. યાત્રાનું સ્થાન છે. તીર્થ છે. પહેલાં મને ભારતીયો પ્રેમ કરવા જેવા લાગતાં હતાં. પણ હવે તેઓ પૂજવા જેવા લાગે છે. — ૬૩ સ્વામી વિવેકાનંદ सारे जहाँ से अच्छा हिन्दोस्ता हमारा અમેરિકા જતાં પહેલાં Page #64 -------------------------------------------------------------------------- ________________ સાવધાન 58) જે દશા અમેરિકાની છે તે જ દશા યુરોપની છે અને તે જ દશા બીજા પણ પશ્ચિમી દેશોની છે. એટલે આ બધી જ વાતો તેમને પણ લાગુ પડે છે. I accept આપણે પણ safe નથી. જો આપણે એમના રવાડે ચડવાનું બંધ નહીં કરીએ તો. અમેરિકા જતાં પહેલાં આ ટાઇટલનો એક અર્થ આ છે દ્ર “અમેરિકન બનતાં પહેલાં.” ભારતમાં રહીને પણ અમેરિકન બની શકાય છે. અને જેટલા જેટલા અંશે માણસ અમેરિકન બનતો જાય છે એટલા એટલા અંશે બરબાદ થતો જાય છે. ખાલી થતો જાય છે. I know Now you are agree with me. so please, Beware of America, wish you all the best. અમેરિકા જતાં પહેલાં | _ 64