________________
સુધીનો ગંજાવર કચરો, યુઝ એન્ડ થ્રો સિસ્ટમના લાખો ઉત્પાદનો દ્ર આ બધાના પરિણામે ગારબેજ વધતો જ જાય છે. જે ત્યાંની સરકાર માટે એક પડકારરૂપ સમસ્યા છે. અમેરિકામાં મજૂરી ખૂબ જ મોંઘી હોવાથી કોઈ પણ વસ્તુની મરામત કરાવવા કરતાં તે વસ્તુ નવી ખરીદવી સસ્તી પડે છે. તેથી લોકો ટી.વી. અને ફર્નિચરથી માંડીને કાર સુધીની જૂની વસ્તુઓને રસ્તા પર મૂકી જાય છે. આ બધાં કચરાના તો પહાડ ખડકાઈ જાય છે. દરિયા, જંગલ, પહાડ ૮ ક્યાંય આ કચરો સેટ થાય એમ નથી એવા અનુભવો પછી હવે સરકારે ચોક્કસ જગ્યાઓમાં આ કચરો દાટી દેવાનું શરૂ કર્યું છે. એમાંથી કેટલીક જગ્યાઓ પર નવા એપાર્ટમેન્ટ્સ બંધાયા. તેમાં લોકો રહેવા આવ્યા. જમીનમાં દાટેલા કચરાના કિરણોત્સર્ગથી એ લોકો કૅન્સરનો ભોગ બન્યા. ભીતરનું ચિત્ર આટલું બિહામણું હોય ત્યારે બહારની ચોખ્ખાઈ શું ધોઈ પીવાની ?
Work અને અમેરિકા
અમેરિકાની જિંદગી એટલે ઘર, કાર અને કામ. I mean, ઘરેથી નીકળી કારમાં બેસીને કામ પર જવાનું અને એ જ પ્રમાણે પાછા ફરવાનું એટલે દિવસ થાય પૂરો.
કામ શું કરવાનું ? એમ ? મને પૂછ્યું, એ સારું કર્યું. પણ કોઈ અમેરિકનને પૂછવાની ભૂલ નહીં કરતાં. Here are samples. મોટેલમાં કામ કરનાર મોટેલની રૂમો, જાજરૂ, બાથરૂમ તથા પથારીઓ સાફ કરે એ સાથે સાથે ઘરાકોની સેવા કરે. નર્સિંગ હોમમાં કામ કરના બીમાર, અશક્ત, ગાંડા અને વૃદ્ધોની સેવા કરે, તેમને સ્નાન કરાવે, તેમના ડાયપર બદલે, તેમને ખવડાવે, વગેરે વગેરે વગેરે. (એટેન્શન, આ જૉબની વાત છે, માબાપની સેવાની નહીં.) ફૅક્ટરીમાં કામ કરનાર મજૂર જેવું યંત્રવત્ ભારે કામ કરે, સ્ટોરમાં કામ કરનાર પેકિંગનું, ટ્રોલીઓ ખેંચવાનું, મોટા દાગીના (Boxes) ઊંચકવાનું અને સ્ટોરની સફાઈ કરવાનું કામ કરે. રેસ્ટોરાંમાં કામ
અમેરિકા જતાં પહેલાં
૧૩