________________
કરનાર ડીશો ધોવાનું, રસોઇયાનું કે વેઇટરનું કામ કરે. અહીં શ્રીમંત અને સુખી ગણાતી વ્યક્તિ ત્યાં જઈને એવાં એવાં કામો કરતી હોય છે. જે કામો કરવા અહીં મધ્યમ વર્ગનો માણસ પણ તૈયાર ન થાય. જૉબ તો દૂરની વાત છે. પોતાના ઘરે પણ એવું કામ કરવા તૈયાર ન થાય. તમે માર્ક કરજો, N.R.I. ભારતીયો જ્યારે વતનમાં આવશે, ત્યારે પોતાની જૉબ વિષે હરફ પણ ઉચ્ચારશે નહીં. સબ સે બડી ચૂપ.
હા, અત્યંત ઉચ્ચ શિક્ષણ લીધું હોય તો બૌદ્ધિક કામ મળી શકે, પણ એવું શિક્ષણ લેતાં લેતાં જ માથે ટાલ પડી જાય તેવું છે. ઉપરોક્ત બધી જાતની મજૂરી કરવાની તૈયારી રાખીને કામ કરી કરીને કમાઈને ટુકડે ટુકડે શિક્ષણ લેતા રહેવું પડે. અડધી જિંદગી તો એમ જ વહી જાય અને જ્યારે સારી જૉબ મળે, ત્યારે પણ પોતાના ઘરે તો ઘરઘાટી જ બનવું પડે. કારણ કે ત્યાં મજૂરી આપવી ભારે પડી જાય તેમ છે.
યાદ આવે પેલી કવિતા
હાં રે સજનીજી અમે ડબલ જૉબો ને ઓવર ટાઇમ કંઈ કીધાં જો, લીધાં ન શ્વાસ લગાર, જોબનિયું વહી ગયું રે લોલ, રહ્યા ન શ્વાસ લગાર, જીવન અટકી ગયું રે લોલ.
ગીતા ભટ્ટ (અમેરિકા)
Week અને અમેરિકા
અમેરિકા જવાનો અર્થ છે જિંદગી વેચીને ડૉલર ખરીદવો. આ એક જાતની આત્મવંચના છે - પોતાની જ જાત સાથે કરેલી છેતરપિંડી છે. પચ્ચીશ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા એવા પણ ભારતીયો છે. જેમણે આજ સુધી નાયગરાનો ધોધ જોયો નથી. વાત માત્ર જોવાલાયક સ્થળોની મુલાકાતની નથી. અવકાશ અને મોકળાશની છે. ભારતમાં લોકો બીજા માટે ય સમય ફાળવે છે. અમેરિકા એવા દુર્ભાગી સમાજનો દેશ છે, જેને પોતાના
અમેરિકા જતાં પહેલાં
我
૧૨
૧૪