________________
માટે સમય નથી. ગીતાબહેન ભટ્ટ એક કૃતિમાં આ હકીકતની નિખાલસ કબૂલાત કરી છે -
સોમવારની સાંજ ગઈ ઘરની સફાઈમાં મંગળવારની સાંજ મારી સ્કૂલની મિટિંગમાં બુધવાર વહી ગયો બૅન્ક અને બિલમાં
ડૉક્ટરના બિલ ભરો, ફોન-લાઈટ-ગેસ વળી ઘર અને ગાડીઓના ઇંસ્યોરન્સ પણ ભારી
ગુરુવાર આવે મારે ગ્રોસરીની વારી શુક્રની સાંજ ? હાશ TGIF ભાઈ Thank Goodness It's friday FUS
શનિ-રવિ રાંધીને ફ્રીઝ કર્યું ભારી
અમેરિકાની અમારી આવી કહાણી વહેલી પરોઢ હતી, સાંજ ત્યાં ઢળી ગઈ દિવસોના દિવસો ને વરસોનાં વરસો વીતી ગયાં ક્યાં ?
શૈશવનાં સપનાં યૌવનમાં સવારતાં
ક્યારે ઊડી ગયાં? ઘરેડ શાની આ? લાખ ધમપછાડા કર્યા પછી પણ સમય અને સંપત્તિની સિલક જ ન રહે, એ અમેરિકાનું સરવૈયું છે. શું આ જીવન આના માટે જ ? અમેરિકનો પાસે આ પ્રશ્નનો કોઈ જ જવાબ નથી. કારણ કે આ સવાલ ઊઠે એટલો પણ સ્કોપ તેઓ ખોઈ બેઠાં છે.
૧૫
અમેરિકા જતાં પહેલાં