________________
Economy અને અમેરિકા
અમેરિકાના સોહામણા પડદા પાછળનો એનો બિહામણો ચહેરો છે એનું અર્થશાસ્ત્ર. જેની સરળ વ્યાખ્યા એક જ વાક્યમાં થઈ શકે
Use
n throw.
૧૩
-
ગાય દિવસમાં અમુક લિટર દૂધ આપવાનું બંધ કરે એટલે એને કતલખાનામાં ધકેલી દેવાની. મશીન આયોજન મુજબ પ્રોડક્શન કરતું બંધ થાય એટલે બદલી દેવાનું. માણસ જૉબ ઉપર એક મિનિટ મોડો પડે એટલે એનો પગાર કપાય. માણસ અહીં ભાડે લેવાની વસ્તુ છે. એ જેટલું કામ આપે એ મુજબ એને દર કલાકનો પગાર અપાય છે. ભારતમાં માણસોને છુટ્ટા કરવાના હોય તો ૧૫ વર્ષ જૂના માણસને કાયમ રાખીને ૨ વર્ષ જૂના માણસને છુટ્ટો કરવામાં આવે. અમેરિકામાં આનાથી બરાબર ઊંધું કરવામાં આવે. માણસ જેટલો બુઠ્ઠો, જેટલો જૂનો, જેટલો નકામો એટલો એ પહેલો ફેંકાવાનો. ઘર વધુ સારું મળતું હોય તો તરત જ બદલી દેવાનું. નોકરી વધુ સારી મળતી હોય તો ફટ દઈને બદલી, કાર, ફર્નિચર, ટાઇપરાઇટર, ફેક્સ જ્યાં જરા અડચણ આવી એટલે Out. કંપની બરાબર નથી ચાલતી ? તો વેચી દો. મકાન જૂનું છે ? તોડીને નવું બનાવો. ઘરમાં વૃદ્ધો કમાતા નથી ? વૃદ્ધાશ્રમોમાં મૂકી આવો. પત્ની હવે ગમતી નથી ? આપી દો ડાયવોર્સ.
ગયા વર્ષની મ્યુઝિક સિસ્ટમ, કૉમ્પ્યૂટર કે સેલમાંથી લીધેલા ડ્રેસ છે ? ફેંકી દો, મૂકી આવો રસ્તા પર, નાંખી દો ગારબેજના બૉક્સમાં. બીજો નંબર એ અહીં છેલ્લો નંબર છે.
નિર્જીવ કે સજીવ દરેકે દરેકનો Use n throw કરનાર ત્યાંનો માણસ એક દિવસ ભાંગી પડે છે. જ્યારે એને ખ્યાલ આવે છે કે એનું કોઈ જ નથી. એનો પોતાનો Throw થઈ ચૂક્યો છે, Use થયા પછી. આ આઘાત એને મોત સુધી પીડતો રહે છે. સમાજને હિંસા વગેરેની બદબૂરૂપે એનો પ્રત્યાઘાત મળતો રહે છે.
અમેરિકા જતાં પહેલાં
૧૬