________________
બનાવવા માટે પણ સ્ટેબલ લગ્નજીવન અનિવાર્ય હોય છે. સ્ટેબિલિટીના અભાવે અમેરિકામાં પ્રેમવિહોણાં બાળકોની સંખ્યા વધતી જાય છે. આ એક માંદલા સમાજની નિશાની છે. અમેરિકાના ભવિષ્ય માટે આ એક મોટો ભયસંકેત છે.
અમેરિકનો આત્મકેન્દ્રી છે, તેમને પોતાના સુખ ચેન વધુ વહાલા છે. બાળકો તો પોતાની રીતે મોટા થઈ જશે, એમાં શું ? આવું ભોક્તાવાદી માનસ અમેરિકાની ઘોર ખોદી રહ્યું છે.
ત્યાંના રવાડે ચડીને હવે આપણી છોકરીઓ પણ ત્રણ-ત્રણ લગ્નો કરતી થઈ ગઈ છે. પહેલાને છૂટાછેડા આપીને બીજા સાથે લગ્ન કરે છે. પછી તેનેય છૂટાછેડા આપીને ત્રીજા સાથે લગ્ન કરે છે. એ ‘વર’ને ઘરે બોલાવી એનો ઉપયોગ કામવાળા જેવો કરે છે અને ચોથા સાથે અનૈતિક સંબંધો ચાલુ રાખે છે. ગુજરાતી પ્રજા અમેરિકાનું લેબલ જોઈને પરણવા માટે લાઇન લગાડે છે, ત્યારે હકીકતમાં તે મૂર્ખ બનતી હોય છે.
Women અને અમેરિકા
અમેરિકામાં લગ્નના બંધનોની શિથિલતાનાં પરિણામોનું બિહામણું રૂપ સૌથી વધુ સ્ત્રીઓને સતાવે છે. સ્વતંત્રતાની કિંમત તે માનસિક તાણની તીવ્રતાનો ભોગ બનીને ચૂકવે છે. આ માનસિક તાણને શમાવવા માટે તે દારૂ, સિગરેટ, ઘેનની ગોળીઓ અને કેફી દ્રવ્યો સુધ્ધાંનો આશરો લેતી જોવા મળે છે.
૩૯
હજારો અમેરિકન પુરુષોએ છૂટાછેડા લઈને કોઈ દિવસ તેમની છૂટાછેડા લીધેલ પત્ની અને બાળકોને કોર્ટે નક્કી કરેલી રકમની એક પાઈ પણ ચૂકવી નથી. કોર્ટે તો છૂટાછેડાના કેસમાં રકમ નક્કી કરી, કે પુરુષે છૂટાછેડા લીધેલી પત્ની અને બાળકોને મહિને આટલી રકમ આપવી, પણ તેનું પાલન થાય છે કે નહીં, તે જોવા માટે અને પાલન ન થતું હોય તો કરાવવા માટે
અમેરિકા જતાં પહેલાં
૪૩