________________
૨૦)
Cost અને અમેરિકા
અમેરિકામાં પીવાનું પાણી-મિનરલ વૉટર મોંઘું છે, અને કોક જેવા ઠંડાં પીણાં સસ્તા છે, અહીં બિયર કદાચ સૌથી વધુ સસ્તા છે. અમેરિકાના કોઈ પ્રતિષ્ઠિત સ્ટોરમાંથી સારી ગુણવત્તાનો સૂટ ખરીદવા કરતાં મુંબઈના કચીન્સ કે બડાસાબ જેવા ટોચના ટેલર્સ પાસેથી મોંઘામાં મોંઘો સૂટ સીવડાવવો સસ્તો પડે. અમેરિકામાં પ્રતિષ્ઠિત બ્રેન્ડના ટાઇઝ, શૂઝ અને પરફ્યુમ્સ ખૂબ મોંઘા
હોય છે. જ અમેરિકામાં બોસ્ટોનિયઝ કે જોન્સ એન્ડ મર્ફીના શૂઝ કરતાં મુંબઈના
દાઉદ, મેટ્રો કે રિગલના શૂઝ સસ્તા પડે. આ ડાઉનટાઉનથી દૂર ઉપનગરીય વિસ્તારોમાં સારો ફલૅટ ૬/૧૨ મહિનાના
લીઝ પર લેવો હોય તો ૭૦૦-૮૦૦ ડૉલર થાય. ડાઉનટાઉનમાં એ જ લૅટ ૧૦૦૦ થી ૧૨૦૦ ડૉલરમાં પડે. ન્યુજર્સીના જૂના મકાનમાં નાનો ફ્લેટ પણ ૫૦૦-૫૫૦ ડૉલરથી ઓછામાં ન મળે. અને જો ઑનરશીપમાં જવું હોય, તો ૧ લાખ ડૉલરથી ૮ થી ૧૦ લાખ ડૉલરની તૈયારી રાખવી પડે. સામાન્ય નાગરિકની દશા અહીં એવી છે, કે તેની માસિક આવકનો ૪૦ થી ૪૫ ટકા ભાગ તો લૂંટના ભાડા અથવા હાઉસના મોરગેજ (હખા) ભરવામાં જતો રહે છે. વર્ષે ૨૫,૦૦૦ ડૉલરનું વેતન ધરાવતો નાગરિક એકલા હાથે ભાડું કદાચ ભરી શકે, પણ વર્ષને અંતે તેની પાસે કોઈ ઝાઝી બચત ન રહે. અમેરિકામાં આવક કરતાં ભાડાનો દર વધુ ઝડપે ઊંચો જઈ રહ્યો છે. તેથી ઓછી આવકવાળા પ૩ લાખથી વધુ ભાડૂઆતો પોતાની આવકની અડધોઅડધ રકમ ભાડા રૂપે ચૂકવે છે. અથવા તો ઊતરતી કક્ષાના સબસ્ટાન્ડર્ડ મકાનોમાં વસે છે.
૨૩
અમેરિકા જતાં પહેલાં