________________
Opinions અને અમેરિકા
અમેરિકા ? માય ફટ. ત્યાં જઈને કપડાં ધોવાના અને વાસણ માંજવાના? વીક-એન્ડનું જ જીવન જીવવા માટે હું સર્જાઈ નથી. સવારે સાતથી સાંજે સાત સુધી દોડતાં-ભાગતાં રહેવામાં કોઈ ગૌરવ નથી. ના ભાઈ ના, ત્યાં તો લાઇફ બહુ જ ઇમ્પર્સનલ છે. બાપે દીકરાની
પાઈન્ટમૅન્ટ લેવી પડે. આપણને તો ત્યાંનુ ઘર-ત્યાંનું ખાવાનું બધું જ ફિક્કુ ફસ લાગે છે. આઈ ટેલ યુ, ભારતમાં ઉચ્ચ મધ્યમ વર્ગ અને પૈસાદારોને જે મજા છે, જે નોકર-ચાકરો ને સુખ-સાહેબી છે તે અમેરિકામાં નથી. ત્યાં જઈને શાકભાજીના કાઉન્ટર પર ઊભા રહેવા કરતાં હું અહીં મારી ગાડીમાં દોઢ કિલો શાક મુકાવીને ઘરે પાછી ફરતી ગૃહિણી બનવાનું વધારે પસંદ કરીશ. શાકભાજી ડૉલરમાં વેચવાથી તમે શાકવાળા મટી
શકો નહીં. છે અમેરિકામાં શાકાહારી રહી શકાય છે, પણ એ હાથ, એ વાસણો,
એ મસાલા, એ અપવિત્રતા એક જ છે. આપણે માત્ર સંતોષ માનવાનો
કે આપણે શાકાહારી રહ્યા છીએ. છે ત્યાં ગિફ્ટ શૉપમાં મને એક અમેરિકન લેડી મળી. એ પોતાના પહેલા
પતિની પહેલી પત્નીના બીજા લગ્ન પછી એ પહેલી પત્ની ગર્ભવતી થઈ, ત્યારે એના બેબી શાવર્સ(સીમન્ત)ની પાર્ટીમાં જવાની હતી અને બેબી શાવર્સ માટે ગ્રીટીંગ કાર્ડ પસંદ કરવા આવી હતી. કદાચ આવા સમાજને જ પોકેટ કેક્યુલેટરની જરૂર પડે છે.
અમેરિકા જતાં પહેલાં