________________
હવે બહેન કયાં સંયોગોમાં જીવે છે, તેના પર શું વીતે છે તેની દરકાર ભાઈએ કદી કરી નથી.
કદાચ અમેરિકાના પરિવારમાં બે જ સભ્યો છે - (૧) હું (૨) ડૉલર.
Seniors
અને અમેરિકા
અમેરિકામાં વૃદ્ધોને થોડી હમદર્દી બતાવો એટલે બધું જ ધોધની માફક નીકળી પડે. ૪૦ ઉપરની વય વાળાને પણ ત્યાં સ્થાયી થવું કઠિન પડે છે. કેટલાય પાછા આવ્યા છે. અને ગ્રીનકાર્ડ ફાડીને ભારતમાં સ્થિર થઈ ગયા છે. કેટલાકની સ્થિતિ વિચિત્ર છે હવે પાછા ફરીને શું કરવું ? અમેરિકાનું પેન્શન મળે નહીં અને સમાજ કદાચ વ્યંગ કરે કેમ? ગયા’તા ને અમેરિકા ? પાછા આવી ગયા ?' એ બિચારાઓની દશા ધોબીના કૂતરા જેવી થઈ જાય છે. ત્યાં તેઓ બીમાર પડે તો તેમને દવા આપનાર કોઈ નથી. સેવા કરનાર સંતાન પણ નથી અને ભાડૂતી માણસ પણ નથી.
૪૮
ત્યાંના વૃદ્ધાશ્રમમાં રહેતાં કે ઘરે રહેતાં મા-બાપો સંતાનોના ‘ટચ'માં આવે તો ય કેટલી કરુણ રીતે આવે, તેય જાણવા જેવું છે. (હકીકતમાં ન જાણવા જેવું છે.) એક દીકરાએ પાર્ટીનું આયોજન કર્યું. તેમાં સામેલ થવા માટે વૃદ્ધાશ્રમમાંથી ઘરડાં મા-બાપને બોલાવ્યાં હતાં. પાર્ટી પહેલા એમણે રસોઈ બનાવવાની હતી અને પાર્ટી પછી વાસણો માંજવાનાં હતાં. આટલું થઈ જાય એટલે એમણે રાતે જ પાછાં વૃદ્ધાશ્રમ ભેગાં થઈ જવાનું હતું.
=
કેટલાંક ભારતીય કપૂતો ભારતમાંથી મા-બાપને બોલાવીને તેમને બિલકુલ ઘરઘાટીની જેમ રાખે છે. ઘરનું A to Z બધું જ કામ કરીને આખો દિવસ ઘરમાં ગોંધાઈ રહેતાં મા-બાપ ત્રાસીને ભારત ન જતાં રહે, એ માટે એ કપૂતો એમનો પાસપોર્ટ સંતાડી દે છે અને તેમને ભારતની ટિકિટ લાવી આપતાં નથી.
李
મહેસાણાના એક માજી દીકરીની સૂવાવડ કરાવવા અમેરિકા ગયાં.
અમેરિકા જતાં પહેલાં
૫૩