________________
દ્વારા સ્ત્રીઓના કરવામાં આવે છે, તેમાં દર દશ ખૂનોમાંથી ત્રણ ખૂન એની સગી પત્નીના હોય છે.
આ આંકડાઓ આજના નથી. થોડાં વર્ષ પહેલાના છે. અમેરિકામાં રાષ્ટ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પોલીસખાતામાં કેટકેટલા વિભાગો છે. વર્ષોથી આ પરિસ્થિતિને સુધારવા માટે તેઓ મથામણ કરી રહ્યા છે. પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી જ જાય છે.
Insecurity અને અમેરિકા
અમેરિકામાં રહેતી શ્યામવર્ણી પ્રજા અમુક રીતે બહુ જ પ્રખ્યાત છે. તેમના વિસ્તારોમાં, ખાસ કરીને રાતે ટૅક્સી ડ્રાઇવરોને લૂંટી લેવાય છે. તેમની મારપીટ કરવામાં આવે છે અને તેમની હત્યા પણ કરવામાં આવે છે. તેમના વિસ્તારમાં દિવસે પણ જતાં ડર લાગે તેવું બિહામણું વાતાવરણ હોય છે. કોઈ પણ માણસ એ વિસ્તારોમાં અનિવાર્ય કામ સિવાય જવાનું ટાળે છે.
७
ગુનો થયા પછી પોલીસ ગુનેગારને પકડવા માટે આકાશ-પાતાળ એક કરશે. વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધોને કામે લગાડશે. ગુનેગારને સજા ફટકારીને જ નિરાંતનો દમ લેશે. પણ ગુનાનો જે ભોગ બન્યો, એનું શું ? કૂતરાને મારી નાંખો તોય એના કરડવાનો ઘા રુઝાઈ જતો નથી. એક બાજુ અમેરિકામાં દારૂની છોળો ઊછળે છે. ગન-કલ્ચર માઝાં મૂકે છે. જાતીય વૃત્તિને ભડકાવે તેવું વાતાવરણ ડગલે ને પગલે છે. આ બધું રોકવાનો કોઈ જ પ્રયાસ નથી અને જ્યારે આ બધાંના પરિમામરૂપે ગુનો કરવામાં આવે છે, ત્યારે સજા ફટકારવા માટે બધી જ શક્તિ કામે લગાડી દેવામાં આવે છે. આ વિરોધાભાસમાં અમેરિકા ભીંસાઈ રહ્યું છે. જેનું સીધું ફળ ‘અસલામતી’ સિવાય બીજું કશું જ નથી.
કેટલી હદની અસલામતી, એને ઓળખવા માટે એક નાનકડી વાત
અમેરિકા જતાં પહેલાં
૯