________________
Students અને અમેરિકા
અમેરિકન ટુડન્ટ્સને ભણવા કરતાં મોજ-મજા, પાર્ટી અને મૂવીઝમાં વધારે રસ હોય છે. ત્યાં શાળા અને કૉલેજના ખુલ્લા મેદાનમાં પાર્ટીઓનું આયોજન થાય છે. અહીં જેમ તહેવારમાં ગણપતિ બાપાની મૂર્તિ રસ્તા પર પડદા નાંખીને રાખવામાં આવે છે, તેમ ત્યાં પાર્ટીમાં એવી રીતે પડદો બાંધીને પ્રોજેક્ટર પર છેલ્લામાં છેલ્લી ફિમ્સ જોવામાં આવે છે. ત્યાંની સ્કૂલ્સમાં બ્લ્યુ બુક્સ અને બ્લ્યુ ફિમ્સ ખૂબ જ સુલભ હોય છે. બાકી રહેલું કામ કોકેન, હેરોઇન, મેરી જુઆના, બાર્બીયૂઝ જેવા કેફી પદાર્થો પૂરું કરી દે છે. આ બધું પણ ત્યાંની સ્કૂલ્સમાં છૂટથી હરે ફરે છે. ફિલ્મો, ઘોંઘાટિયું સંગીત, લાઉડ પોપ મ્યુઝિક, ડાન્સિંગ પાર્ટીઓ વગેરે અહીંના ટુડન્ટ્સના મુખ્ય શોખો છે.
ત્યાંના ટુડન્ટ્સમાં એક ખાસ પ્રકારની પાર્ટી પ્રચલિત છે, જેનું નામ છે બિન્જ ડ્રેિકિંગ. આ પાર્ટીમાં ઝડપભેર એક શ્વાસે ટીનના ટીન બિયર પી જવાની સ્પર્ધા થાય છે. આ માહોલમાં કોઈ નવો ટુડન્ટ આવે તો એ તેની આખરી પાર્ટી થઈ જાય. દર વર્ષે અમેરિકામાં ૫૦ ટુડન્ટ્સ આ રીતે મિથાઈલ આલ્કોહોલથી કરે છે અને સેંકડો ટુડન્ટ્સ હોસ્પિટલ ભેગા થાય છે. પાર્ટીના અંતે બિયરના કેન્સ અને ટીન્સનો જે ઢગલો થાય છે, તેને જોઈને પણ આપણી આંખ ફાટી જાય તેવો એ ખડકલો હોય છે. ટુડન્ટ્સ માટે આરોગ્યનું જોખમ લાવતો અને જીવલેણ નીવડતો દ્ર એવો આ ક્રેઝ છે, જેની અમેરિકા પાસે કોઈ જ દવા નથી. અમેરિકાની તમામ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પણ આ દૂષણો છે. Now, The picture is clear. જે પોતાના દીકરા કે દીકરીને આ બધાં જ દૂષણોથી ખરડાયેલી હાલતમાં જોવા તૈયાર હોય તેણે જ અમેરિકા જવું જોઈએ. જો એવી તૈયારી ન હોય તો અમેરિકાને અહીંથી જ રામ રામ કરી દેવું જોઈએ.
અમેરિકા જતાં પહેલાં
_ ૨૦