Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 61
________________ History અને અમેરિકા ૧૪મી-૧૫મી સદીમાં યુરોપ ખૂબ ગરીબ હતું. ખરાબ હવામાનમાં ખેતીના તો ઠેકાણાં જ ન હતાં અને ઉદ્યોગો જેવી તો કોઈ વસ્તુ જ ન હતી, એટલે ખૂન અને લૂંટફાટ એ જ ત્યાંનો મુખ્ય વ્યવસાય હતો. ઈ.સ. ૧૪૯૨ માં ખ્રિસ્તી ધર્મના છઠ્ઠા પોપે સ્પેન અને પોર્ટુગલના વિવાદોનું આ રીતે સમાધાન કર્યું હતું, કે સ્પેન પશ્ચિમના દેશોને લૂંટે અને પોર્ટુગલ પૂર્વના દેશોને લૂંટે. આ રીતે એક ‘પરમ પિતા’ બનીને તેમણે પોતાના પુત્રોને અડધી અડધી દુનિયા વહેંચી દીધી. તે અનુસાર કોલંબસ અમેરિકા આવ્યો. એ કોઈ મહાન વ્યક્તિ હતી, એ ખોટી જાણકારી છે. વાસ્તવમાં એ નરાધમ હતો. ૧૪-૧૫ વર્ષ સુધી તેણે રેડ ઈન્ડિયનોને લૂંટ્યા. સોના-ચાંદી માટે એ ઠંડે કલેજે હત્યા કરતો. સંપત્તિના જહાજો સ્પેન પહોંચવા લાગ્યાં. અમેરિકામાં બહુ સંપત્તિ છે, એમ માની સ્પેનનું લશ્કર ત્યાં પહોંચ્યું. તેણે ૧૦ કરોડ રેડ-ઈન્ડિયનોને મારી નાંખ્યા. જે દેશ આજે દુનિયાભરમાં માનવઅધિકારની વાત કરે છે, તે દેશ ૧૦ કરોડ નિર્દોષ રેડ-ઈન્ડિયનોની લાશ પર ઊભો છે. અમેરિકાની આ મૂળ પ્રજાના આજે માત્ર ૬૫,૦૦૦ માણસો બચ્યા છે. પોર્ટુગલમાંથી વાસ્કો-ડી-ગામા ભારત આવ્યો અને અહીં ખૂનખરાબા માયા-પ્રપંચ કરીને ૩ વખતમાં કુલ ૪૩ જહાજ ભરીને સોનાના સિક્કા ભારતથી પોર્ટુગલ લઈ ગયો. એ જોઈને પોર્ટુગીઝોએ ભારતને લૂંટવાનું નક્કી કર્યું અને ૭૭-૮૦ વર્ષ સુધી પોર્ટુગીઝોએ ભારતમાં એકધારી લૂંટ ચલાવી, પછી ૫૦-૬૦ વર્ષ સુધી ફ્રાંસે આપણને લૂંટ્યા. પછી ડચ લોકોએ લૂંટ્યા. હોલેન્ડવાળાએ લૂંટ્યા અને પછી અંગ્રેજો લૂંટવા આવ્યા. તેમણે ખૂનામરકી, કાવાદાવા વગેરે કરીને લૂંટની સાથે રાજ પણ કર્યું. ૫૫ ઉદ્ગમથી માંડીને આજ સુધીનો અમેરિકાનો ઇતિહાસ લોહીથી ખરડાયેલો છે. એની પદ્ધતિઓ મૉડર્ન બની છે, બાકી એનો વ્યવસાય તો ખૂન અને લૂંટફાટનો જ રહ્યો છે. શું એક સજ્જન તરીકે આપણે ‘અમેરિકન’ બનવામાં ગૌરવ અનુભવી શકીએ ખરાં ? ૬૧ અમેરિકા જતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64