________________
ઘર, રસોઈ, બાળકોનો ઉછેર દ્ન આ બધું છોડવું પડે. આમાં સ્ત્રી ન રહી ઘરની, ન ઘાટની. સ્ત્રીનું સ્ત્રીત્વ બાળક પ્રત્યે વાત્સલ્યથી ખેંચાય, તેથી તે મુક્ત પુરુષની જેમ બહાર રખડીને સતત નોકરીઓ ન જાળવી શકે. સ્ત્રી સાથે રહે, પણ કાયદેસરની પત્ની નહીં, જેને કમ્પેનિયન કહેવાય. ઘરખર્ચમાં તેણે અડધો ભાગ આપવાનો. પુરુષ કાઢી મૂકે તો તરત જ ઘર છોડીને નીકળી જવું પડે. પુરુષ પાસે ઘર, પૈસા બધું જ હોય તોય સ્ત્રી બિનસલામતી અનુભવે. આ સ્થિતિમાં બૅન્ક બૅલેન્સ સાચવવું તેના માટે આવશ્યક થઈ જાય. એ સાચવવા જતાં ઘર અને બાળકને ફરજિયાત રેઢાં મૂકવા પડે. આ સ્થિતિમાં તે હેરાન-પરેશાન છે, દુઃખી અને ટૅન્શનમાં ડૂબેલી છે. કમાણી કરવાની તેને ચિન્તા છે. એમની તુલનામાં ભારતની સ્ત્રીઓ ઘરમાં જ રહીને, પતિની કમાણી પોતાની જ સમજીને જે આનંદથી રહે છે તેમાં સ્વર્ગનું સુખ છે.
અમેરિકનો ઘણી વાર કહે છે, ‘૩૦-૪૦ વર્ષ પહેલાં આવું ન હતું.’ નારી ઘરની રાણી છે. એ ઘરની દેખરેખ માટે ઘરમાં રહે એ જ ઉચિત છે. આર્થિક ઉપાયોને માટે નારી ઘર છોડે ત્યારે બધું જ ઊથલપાથલ થઈ જાય છે. ગાંધીજીના શબ્દો છે જે સમાજમાં સ્ત્રીઓને કમાણી કરવા નોકરીએ જવું પડે, તે સમાજ અચૂકપણે તૂટી જશે.' અમેરિકા જવા માટે, દીકરીને અમેરિકા પરણાવવા માટે કે ભારતમાં પણ અમેરિકાની નકલ કરીને જીવવા માટે આપણે તલપાપડ છીએ. એ કદાચ આપણું સૌથી મોટું દુર્ભાગ્ય છે, ને આપણે આંખ આડા કાન કરીને એ દુર્ભાગ્યને વધારી રહ્યા છીએ.
એલચી :
આયના સામે થવામાં પણ ગજું તો જોઈએ, બિંબ ખુદનું માણવામાં પણ ગજું તો જોઈએ.
૫૯
—
સુરેશ વિરાણી.
અમેરિકા જતાં પહેલાં