Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 57
________________ પર જાય અને માછલાંઓને તરફડાવીને મારી નાખે, એ દૃશ્ય જોવાની એના પિતાએ તૈયારી રાખી હશે ખરી ? ડેઇટિંગ કે ફિશિંગ ખરાબ છે, એ અનૈતિક કે પાપ છે, એ વસ્તુ જ ત્યાંના વાતાવરણમાં બુદ્ધિમાં ઊતરે તેમ નથી. અમેરિકા અને ભારત વચ્ચે જેટલું ભૌગોલિક અંતર છે, એના કરતાં લાખોગણું સાંસ્કૃતિક અંતર છે. ભારતીય અને અમેરિકન ખ્યાલો પરસ્પર વિરુદ્ધ છે. ભારત કહે છે ‘બધું સંયમ રાખીને કરો.' અમેરિકા કહે છે ‘તમને ગમે તે કરો.’ - આ સ્થિતિમાં ખૂબ જ ઝડપથી આપણાં સંતાનોનો લઘુતાભાવ ‘બળવા’નું સ્વરૂપ ધારણ કરે છે. પછી બધી જ લક્ષ્મણરેખાઓને ઓળંગવી સહજ થઈ જાય છે. બીજાં શબ્દોમાં કહીએ તો તેમના જીવનમાં ‘રેખા’ (મર્યાદા) જેવી કોઈ ચીજ જ બચતી નથી. - અમેરિકાનો અર્થ છે અધઃપતન. ઝેર ખાઈને કદાચ કોઈ બચી જાય, તોય ઝેર એ ઝેર જ છે. અમેરિકામાં બચવું ખૂબ જ મુશ્કેલ છે, ને તોય, કદાચ કોઈ બચી જાય તોય પતન એ પતન જ છે. Dollar અને અમેરિકા પર અમેરિકાના લાખ નકારાત્મક પાસાંઓને અવગણીને પણ ભારતીય લોકો અમેરિકા સ્થાયી થવા માટે તલપાપડ હોય છે. એનું એક મુખ્ય કારણ છે ડૉલરનું આકર્ષણ. આપણને ગણિત કરતાં બહુ સરસ આવડે છે. ૧ ડૉલર ૬૫ રૂપિયા. વાહ રે વાહ... અમેરિકા જાઓ એટલે માલામાલ. પણ આપણને એ વાસ્તવિકતાની ખબર નથી, કે અમેરિકામાં ૧ ડૉલરની કિંમત ૧ રૂપિયા જેટલી જ છે. અમેરિકા છોડીને ભારત આવી જાય. તે જરૂર ફાયદામાં છે, પણ ભારત છોડીને અમેરિકા જવામાં તો ભયંકર નુકસાન = છે. ‘ડૉલર' Itself કેટલો પોલો છે એ સમજવું હોય, તો I suggest અમેરિકા જતાં પહેલાં ૫૭

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64