Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 56
________________ પાઈક, ઓટોયો – ૪૭૦૧૪ U.S.A.થી આ છાપું નીકળે છે. એમાં કૂતરા વિષયક શબ્દોના ક્રોસવર્ડની રમત આવે છે. કૂતરાને હૃદયરોગ ન થાય એ માટે શું કરવું ? એને મચ્છર કરડે તો શું કરવું ? એ માંદો ન પડે એ માટે શું કરવું ? એના એક્સ રે-બ્લડ ટેસ્ટમાં માઈક્રોફિલેરિયાના જંતુ દેખાય તો કર્યું ઇંજેક્શન લેવું ? કયાં ડૉક્ટરની સલાહ લેવી ? કૂતરાઓને તાલીમ આપનારાઓને તાલીમ આપવા શું કરવું ? વગેરે બાબતો એ છાપામાં આવે છે. એમાં બાળવિભાગ પણ છે, જેને કુરકુરિયા વિભાગ કહી શકાય. કૂતરાના ખાસ ફોટોગ્રાફરોની એડ આવે છે. કૂતરા માટેના બેબીસીટર્સની એડ આવે છે. જેઓ દાવો કરે છે - તમારા કૂતરાને અમે બાળકની જેમ રાખશું. રોજના ૧૦ ડૉલર, મળો આન્ટ મિલી. ૩ દિવસથી વધુ રાખો તો પહેલા દિવસનો ચાર્જ નહીં. કૂતરાની બિહેવિરિયલ સમસ્યાઓ માટે મળો (કૂતરા) મનોવૈજ્ઞાનિક - એન. એફ. એલચી : ભારતમાં માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ-અતિથિદેવો ભવ શીખવાડવામાં આવે છે. તેની બદલે અમેરિકામાં “કૂતરાદેવો ભવ' શીખવાડાતું હશે ? Fall અને અમેરિકા ભારતને છોડીને અમેરિકામાં આવવું એ મોટો જુગાર ખેલવા જેવું છે. આ એક એવું ગાંડપણ છે, જેમાં ખુવારી સિવાય કશું નથી. અહીં અસ્તિત્વ છે, પણ જિંદગી નથી, જે ભારતમાં સુખ-ચેનથી જીવી શકાય છે. અહીં આવીને વસનારની પછીની પેઢી તેની નજર સામે જ લુપ્ત થઈ જાય છે. ભારતીય જુવાન દીકરી ત્યાંની હાઈસ્કૂલમાં બહેનપણીઓને બૉયફ્રેંસના હાથમાં હાથ મિલાવીને નાચતી-કૂદતી જુએ અને તેમની જોડે ડેઈટિંગ પર જતી નિહાળે, ત્યારે તેને કેટલો લઘુતાભાવ મૂંઝવતો હશે તેની કોણે દરકાર કરી છે ? અહીંના સંસ્કારી પરિવારનો દીકરો ત્યાં મિત્રની સાથે ફિશિંગ અમેરિકા જતાં પહેલાં – પ૬

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64