Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 58
________________ a book - વિકાસનો પર્દાફાશ. અમેરિકાના Economic hit man જોન પકિન્સના પુસ્તક – આર્થિક હત્યારાની કબૂલાતો - નો આ સંક્ષિપ્ત અનુવાદ છે. જેના લેખક છે વેલજીભાઈ દેસાઈ. અમેરિકામાં ઘણા ડૉલર સહેલાઈથી કમાઈ શકાય એવી ભ્રમણા પણ આપણે ત્યાં પ્રવર્તમાન છે. પણ હકીકત એ છે કે અમેરિકામાં ડૉલરનો વરસાદ ક્યાંય થતો નથી. મોટા ભાગના લોકો ત્યાં સખત કામ અને પરિશ્રમ કરીને થોડા ડૉલર કમાય છે. મોટા ભાગના ભારતીયો પણ જે શનિરવિ વધારાનું કામ મળતું હોય તો કરવા માટે તત્પર હોય છે. N.R.I. ભારતીયો ઘણી વાર ફરિયાદ કરતા હોય છે, કે ભારતથી મહેમાન આવે તો અમારે ખર્ચ કરવાનો છે, એમને ફેરવવાના છે અને અમે જ્યારે ભારત જઈએ છીએ ત્યારે પણ અમારે જ ખર્ચવાના છે. કારણ કે અમે અમેરિકાથી ડૉલર કમાઈને આવ્યા છીએ. વતનમાં લોકોને ખબર નથી કે અમારે છે મહિના પહેલાથી દરેક સગા માટે એકાદ ભેટ-પૈસા બચાવી બચાવીને ભેગી કરવી પડે છે. ફરી ફરીને આપણે ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ... Why America ? (13) Base અને અમેરિકા સ્વસ્થ સમાજજીવનનો પાયો સ્વસ્થ સ્ત્રી હોય છે. અમેરિકામાં આ પાયો જ હચમચી ગયો છે અથવા તો ઊખડી ગયો છે. ત્યાં સ્ત્રીના કુદરતી ગુણો ધરાવતી સાચી સ્ત્રીઓનું પ્રમાણ સાવ જ ઘટી ગયું છે. ત્યાં મોટા ભાગની સ્ત્રીઓ પોતાના સ્ત્રીત્વને ભૂલીને કૃત્રિમ પુરુષ બનવા માંગે છે. પુરુષોની હરીફાઈમાં તેમણે પુરુષ જેવા ડ્રેસ અપનાવ્યા, પુરુષના જેવું એજ્યુકેશન અપનાવ્યું. પુરુષની બધી કુટેવો અપનાવી. ઘરમાં રહેવાના બદલે નોકરીઓ અપનાવી. પરિણામે સ્ત્રીઓ દુઃખી દુઃખી થઈ ગઈ. સ્ત્રી સંપૂર્ણપણે પુરુષ ન બની શકે અને પુરુષના રવાડે ચડતાં સ્ત્રીત્વ અને માતૃત્વ છોડવું પડે. અમેરિકા જતાં પહેલાં ૫૮

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64