________________
પૈસા કમાવા
અમેરિકન્સ હવામાં હવાતિયાં મારવા જેવા જવાબ આપે છે
છોકરાઓનું ભવિષ્ય સુધારવા/જીવનની મજા લેવા... પણ ત્યાંની પરિસ્થિતિ જોનારને એ એક પણ જવાબ ગળે ઊતરતો નથી.
જીરાગોળી :
૫૦
Boredem ઝાડું, પાર વિના ભાઈ, લાંબી Journey, સાર વિના ભાઈ.
–
—
Dog અને અમેરિકા
અમેરિકામાં સ્થાયી થયેલા ઘણા લોકોએ અંતરથી કબૂલ કર્યું છે કે ‘અહીં જિંદગી જીવતા હોઈએ એવું લાગતું નથી. પૈસા મળે છે અને દિવસો જાય છે. કૂતરું જ્યાં રોટલો મળતો હોય ત્યાં જાય, એમ અમારે પણ જવાનું, કારણ કે અહીં કશું નક્કી નહીં. અહીં આવીને ફસાઈ ગયા છીએ. અહીં એવો કાદવ છે કે એક વાર ફસાયા પછી બહાર નીકળાય જ નહીં.’ ગીતાબહેન ભટ્ટ આ વેદનાને ઘાટ આપે છે :
ગીતા ભટ્ટ
હૈયે હમદર્દી કે હોઠ પર હેત વિણ, હાય-વોય હાઉ હાઉ એમ સિયો, સ્વને સંતોષવા સ્વચ્છંદની સમાધિ કરી, સ્વજનો તજીને હું શ્વાન બનિયો.
૫૫
અમેરિકામાં ‘માણસ’ની દશા કૂતરા જેવી છે, તો કૂતરાની દશા માણસ જેવી છે. કૂતરાની જાતને અમેરિકામાં ખરેખર જલસા છે. અહીં મા-બાપ મરી જાય તો વાંધો નથી. પતિ-પત્ની મરી જાય તો બીજા શોધી કાઢવાનાં. પણ જો બિલાડી કે કૂતરો મરી જાય તો માણસ પોક મૂકીને રડવા બેસશે, ખાશે સુધ્ધાં નહીં અને ખોવાયેલો ખોવાયેલો રહેશે. ત્યાંના શ્રીમંતો તેમના સંતાનોને કદાચ કશું જ નહીં આપે, પણ કૂતરાં-બિલાડાના કલ્યાણ માટે ફાઉન્ડેશન સ્થાપી તેમને વારસો આપશે.
અમેરિકાની પ્રજાના કૂતરાપ્રેમનું એક અદ્ભુત ઉદાહરણ છે. ત્યાંનું એક છાપું - કૂતરા સમાચાર. કોલંબસ શહેર-કેનાઈન પ્રેસ, ૧૧૪૭, કોલંબસ
અમેરિકા જતાં પહેલાં