________________
સુવાવડ પતી એટલે દીકરીએ કહ્યું, ‘બા, અહીંયા બધાંએ જૉબ કરવા જવું જ પડે.' આજે એ માજી એક લકવાવાળા વૃદ્ધ બેનની સેવા કરે છે. એમને સ્નાન કરાવવાનું, એમનાં કપડાં-બારોતિયાં ધોવાના, વગેરે વગેરે. અગત્યના છે ડૉલર, માજી નહીં.
Pleasure અને અમેરિકા
અમેરિકાની ઘણી બધી વિચિત્રતાઓ છે. અહીં ઝાડો ઘણાં બધાં જોવા મળે છે. પણ તેમનામાંથી મોટાભાગનાં ઝાડો પર કોઈ ફળ આવતાં નથી. અહીંનાં ફૂલો દેખાવમાં ઘણા આકર્ષક હોય છે, પણ તેમનામાં સુવાસ હોતી નથી. દૂધ અને શાકભાજીનો આપણે ત્યાં જે સ્વાદ અનુભવાય છે, તે અમેરિકામાં સ્વપ્નવત્ છે. અહીંના દરેક ખોરાક ફિક્કા લાગે છે. મોટાં ભાગે બધું એક યા બીજી રીતે વાસી હોવાથી બે અઠવાડિયાં પછી તેમાંથી વિચિત્ર અને અરુચિજનક વાસ આવે છે. અહીંનાં ઘરો મોટે ભાગે બંધ હોય છે અને તેમાં જ્યારે પ્રવેશીએ ત્યારે એક જ પ્રકારની વાસ આવે છે. આ બધી વસ્તુઓ ખૂબ જ સૂચક છે. કોઈ સાહિત્યકારને ત્યાંના જનજીવન પર કોઈ રચના કરવી હોય, તો ઉપમા અલંકારની સામગ્રી બને તેવું છે.
૪૯
ભારતમાં આખો દિવસ મજૂરી કરીને રાતે મકાઈના રોટલા બનાવતા, મરચું વાટતા, ચૂલાના અજવાળે ટેસથી ખાતા અને સાથે સાથે મોજ-મસ્તી કરી લેતાં મજૂરોના ચહેરા પર જે આનંદ આપણે રાતે પણ જોઈ શકીએ છીએ, તે અહીં સારું એવું કમાતા આપણા લોકોનાં મોં પર ભર-બપોરના અજવાળામાં પણ જોઈ શકાતો નથી. ભારતમાં સારા પ્રસંગોએ ભેગા થતા લોકોનાં મોં પર જે નૈસર્ગિક આનંદ જોવા મળે છે, તેનું દર્શન અહીં દુર્લભ છે. અહીં લોકો પરાણે હસતાં હોય એવું લાગે છે. જ્યાં ૯૫% લોકો ટૅન્શનમાં જીવતાં હોય ત્યાં બીજું લાગે પણ શું ?
અહીંથી અમેરિકા જનાર ત્યાંના જીવનમાં થોડાકં જ ઊંડા ઊતરે એટલે ત્યાંના લોકોને એક પ્રશ્ન પૂછી બેસે છે, ‘અહીં કેમ આવ્યાં ?’ ઈન્ડો
અમેરિકા જતાં પહેલાં
૫૪